રાજકોટ: જસદણ પોલીસે ઝડપ્યો નકલી IPS અધિકારીને, I-card બતાવી લોકો પાસેથી વસૂલતો હતો રૂપિયા


Updated: July 18, 2021, 2:03 PM IST
રાજકોટ: જસદણ પોલીસે ઝડપ્યો નકલી IPS અધિકારીને, I-card બતાવી લોકો પાસેથી વસૂલતો હતો રૂપિયા
જસદણ પોલીસ મથકમાં આઇપીએસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપનાર સંજય પટેલ નામના શખ્સ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

જસદણ પોલીસ મથકમાં આઇપીએસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપનાર સંજય પટેલ નામના શખ્સ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

  • Share this:
રાજકોટ ગ્રામ્ય પોલીસ (Rajkot Rural Police) દ્વારા જસદણ વિસ્તારમાં આઇપીએસ અધિકારી (duplicate IPS) તરીકેની ઓળખ આપી તોડનારા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર મામલે જસદણ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને સકંજામાં લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જસદણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે. જે. રાણાને બાતમી મળી હતી કે, જસદણ વીંછીયા બાયપાસ પર એક વ્યક્તિ આઇપીએસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી લોકો પાસેથી પૈસાનો તોડ કરી રહ્યો છે. લોકોને આઇપીએસ અધિકારી હોવાનું ઓળખકાર્ડ બતાવે છે અને ત્યારબાદ તેમની પાસેથી પૈસાનો તોડ કરે છે.

ત્યારે જસદણ પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવતા આઇપીએસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી લોકો પાસેથી પૈસાનો તોડ કરનાર ધંધુકા તાલુકાના ફેદરા ગામનો સંજય પોપટભાઈ પટેલ ઝડપાઈ ગયો હતો.

આરોપીની તસવીર


દ.ગુજરાતમાં સાંબેલાધાર અને સુરેન્દ્રનગરનાં ખેડૂતો વરસાદની જોઇ રહ્યાં છે રાહ, વાવેતર બળવાની ભીતિ

પોલીસે તેની તલાસી લેતાં તેનું આઇકાર્ડ નકલી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે જસદણ પોલીસ મથકમાં આઇપીએસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપનાર સંજય પટેલ નામના શખ્સ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ? શનિ-રવિ બે દિવસમાં SOU નિહાળવા 50 હજારથી વધુ પ્રવાસી આવ્યા

અત્યાર સુધીમાં તેણે કેટલા રૂપિયાનો તોડ કર્યો છે કોની કોની પાસેથી કર્યો છે. કેટલા સમયથી તે આ પ્રકારનું ગુનાહિત કૃત્ય આચરતો હતો તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજકોટના લવ ગાર્ડન પાસે પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપનાર લવરમૂછિયા ઝડપાઇ ગયો હતો. જેના વિરુદ્ધ પ્રદ્યુમન નગર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. રાજકોટ શહેરના મધ્યમાં આવેલા લવ ગાર્ડનમાં દરરોજ સંખ્યાબંધ પ્રેમીપંખીડાઓ બેસતા હોય છે. તેમજ ન કરવાની હરકતો પણ પ્રેમી પંખીડાઓ ઝાડી ઝાંખરાની પાછળ છુપાઈને કરતા હોય છે. જેના કારણે અનેક વખત પોલીસે કાર્યવાહી કરવાની પણ ફરજ પડી છે.
Published by: Kaushal Pancholi
First published: July 18, 2021, 2:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading