રાજકોટ : અપહરણ-દુષ્કર્મનો કિસ્સો! સગીરાને પ્રેમી ભગાડી ગયો, પાંચ-છ વાર શરીર સંબંધ બાંધ્યો


Updated: July 23, 2021, 3:29 PM IST
રાજકોટ : અપહરણ-દુષ્કર્મનો કિસ્સો! સગીરાને પ્રેમી ભગાડી ગયો, પાંચ-છ વાર શરીર સંબંધ બાંધ્યો
પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

Rajkot News : રાજકોટમાં સોળ વર્ષની સગીરા અચાનક ગાયબ થઈ ગઈ અને બાદમાં પોલીસ સ્ટેશને આવતા રહસ્યો પરથી પડદો ઉંચકાયો

  • Share this:
રાજકોટ (Rajkot) શહેરમાં એક ચોંકાવનારો (Shocking News) કિસ્સો સામે આવ્યો છે. 16મી જુલાઇના રોજ રાત્રે બે વાગ્યે એક સગીરા પોતાના ઘરેથી ગાયબ થઇ હતી. ત્યારબાદ તે અચાનક બાબરા પંથકના યુવાન સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં હાજર થતાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવા પામ્યા છે.  પ્રાપ્ત માહિતી અનુસાર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સોળ વર્ષની સગીરા ની સગાઈ છ માસ પૂર્વે જ થઈ ચૂકી હતી. ત્યારે ગત 16મી તારીખે રાત્રે બે વાગ્યે પોતાના ઘરેથી તે ગાયબ થઈ ગઈ હતી. પરંતુ ગુરૂવારના રોજ સગીરા બાબરા પંથકના યુવાન સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશને આવતા કેટલાક રહસ્ય ઉપરથી પડદો ઊચકાયો છે. સગીરાને યુવાન સાથે પ્રેમ થઈ ગયો હોય જેના કારણે યુવાન સગીરાને ભગાડીને જુનાગઢ ધારી ખોડીયાર ડેમ રાંદલ ના દડવા અને પરબ લઇ ગયાનું ખુલવા પામ્યું છે.

તો સાથે જ સગીરા સાથે પાંચેક વખત શરીર સંબંધ બાંધ્યા હોવાનો ખુલાસો પણ થવા પામ્યો છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા યુવાન વિરુદ્ધ અપહરણ બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Raj Kundra કેસનો રેલો સુરત પહોંચ્યો! વેબ સીરિઝના નામે બની હતી પોર્ન ફિલ્મો, પૈસાની લેતીદેતીના પુરાવા મળ્યા

સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ માં બનાવ અંગે સગીરાના પિતા ની ફરિયાદ પરથી મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નવાણીયા ગામે રહેતા રવિભાઈ કોળી વિરુદ્ધ આઈપીસીની કલમ 363, 366, 376 તેમજ પોક્સો એક્ટ ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સગીરાના પિતાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે હું મજુરી કામ કરી મારા પરિવારનું આર્થિક ગુજરાન ચલાવું છું. મારે સંતાનમાં 16 વર્ષની દીકરી સહિત ચાર સંતાનો છે. સુરત જાન્યુઆરી મહિનામાં દીકરી ની સગાઈ જ્ઞાતિના રીત રિવાજ મુજબ કરી હતી. સગાઇ વખતે મારી દીકરીને મારા જમાઈ મોબાઇલ ફોન વાપરવા આપ્યો હતો. ગત 16મી તારીખે દીકરી ઘરેથી ગુમ થઇ ગઇ હતી તેથી તે કોની સાથે ક્યાં ગઈ છે તેની અમને જાણ નહોતી. જેથી પરિવારના સભ્યોએ તેને જુદા જુદા ઠેકાણે શોધવાની કોશિશ કરી હતી.'આ પણ વાંચો : વડોદરા : પતિના સ્પર્મથી બાળક ઈચ્છતી હતી પત્ની, હાઇકોર્ટના આદેશ બાદ સેમ્પલ લેવાયા, કલાકોમાં મોત

'સગા સંબંધીઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ દીકરીની કોઈ ભાળ મળી નહોતી. દિકરી ની સગાઈ થઈ ગઈ હોવાના કારણે આબરૂ જવાની બીકે અમે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ પણ કરી નહોતી.  બાદમાં અમને જાણ થઈ હતી કે અમારી દીકરીને બાબરાના નવાણીયા ગામનો રવિ ભગાડી ગયો છે. તેમજ તે અમારી દીકરીને લઇ પોલીસ સ્ટેશન આવ્યો હોવાની જાણ થતા અમે પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. સ્ત્રીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે રવિ સાથે પ્રેમ કરે છે અને લગ્ન કરવા હોય જેથી રવિ સાથે તે ભાગી ગઈ હતી.'
Published by: Jay Mishra
First published: July 23, 2021, 3:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading