અમદાવાદીઓને કેમ પસંદ છે વિદેશી ખજૂર, જાણો તેની પાછળના જોરદાર કારણો 


Updated: June 22, 2021, 8:37 AM IST
અમદાવાદીઓને કેમ પસંદ છે વિદેશી ખજૂર, જાણો તેની પાછળના જોરદાર કારણો 
અમદાવાદમાં ઓમાન, મદીના ઈરાક અને ઈરાનની આવેલી ખજૂરની બોલ બોલા છે. જેમાં મદીનાથી આવેલી આજવા, અંબર અને કલમી ખજૂર માર્કેટમાં સૌથી વધારે માંગ છે.

અમદાવાદમાં ઓમાન, મદીના ઈરાક અને ઈરાનની આવેલી ખજૂરની બોલ બોલા છે. જેમાં મદીનાથી આવેલી આજવા, અંબર અને કલમી ખજૂર માર્કેટમાં સૌથી વધારે માંગ છે.

  • Share this:
અમદાવાદ: સ્વાસ્થ્યની દૃષ્ટિએ અત્યંત લાભકારક ખજૂરની માર્કેટમાં બોલબાલા છે. અમદાવાદમાં ખાસ વિદેશથી ખજૂરને આયાત કરવામાં આવે છે. જેનો જથ્થો આપ સુધી પહોંચે છે. વિદેશી ખજૂર અમદાવાદીઓને પ્રિય છે. જીહા અમદાવાદીઓ માટે આજકાલ ખજૂર ખૂબ જ ખાસ થઈ ગઈ છે જેની પાછળના કારણો છે ખજૂરના ગુણો.

ગુણવત્તા સભર ખજૂર લેવા માટે પણ અમદાવાદીઓ વિદેશી ખજૂર પર પસંદગી ઉતારે છે. જેમાં અલગ અલગ પ્રકારની ખજૂર અમદાવાદીઓને મોહક લાગે છે આ અંગે અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં રહેતા મોહનભાઈનું કેહવું છે કે, કોરોના બાદ તેમનું પરિવાર ખજૂર રોજ ખાય છે અને કલ્મી ખજૂર જ તેઓ દર મહિને ખરીદે છે.

અમદાવાદમાં ઓમાન, મદીના ઈરાક અને ઈરાનની આવેલી ખજૂરની બોલ બોલા છે. જેમાં મદીનાથી આવેલી આજવા અંબર અને કલમી ખજૂર માર્કેટમાં સૌથી વધારે મળે છે. જેનો ભાવ ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયે કિલો હોય છે. તો બીજી તરફ સોફ્ટ ખજૂર માટે ઈરાનની ખજૂર પણ લોકોની ફેવરિટ હોય છે.

રાજ્યનાં કયા મંત્રીએ આપી આવી સલાહ? 'કોરોનાની રસી નહીં લેનારને મફત અનાજ ન આપવુ જોઇએ'આ અંગે વેપારી ચિરાગ ભાઈ નું કહેવું છે કે, ખજૂર અમદાવાદમાં આવે એ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિદેશથી આવતી ખજૂર અમદાવાદીઓ સુધી પહોંચે એ માટે કેટલોક જથ્થો શિપ મારફતે તો કેટલોક વિમાન મારફતે ગુજરાત આવે છે.ગુજરાતનાં આ વિસ્તારોમાં બે દિવસ છે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપીલ

કોરોના વાયરસથી બચવા માટે ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત રાખવાની જરૂર છે અને તેના માટે તમારે નિયમિત રૂપથી ખજૂર ખાવા અંગે ડોકટર પણ જણાવે છે ત્યારે ગુણકારી ખજૂર માટે અમદાવાદીઓ વિદેશથી ખજૂર પર સૌથી વધારે ભાર મૂકે છે.ખજૂરમાં મોટી માત્રામાં એન્ટીઑકિસડન્ટ છે. જે ધમનીની દિવાલોમાં તકતીના રચનાને અટકાવીને ધમની અવરોધને રોકવામાં મદદ કરે છે, જે અન્યથા દર્દી માટે ઘાતક હાર્ટ એટેકમાં પરિણમશે. ખજૂરમાં તમારા રક્તવાહિની તંદુરસ્તીને સુધારવા માટે જાણીતી ઇસોફ્લાવોનો અને ફાયટોસ્ટ્રોજનની ઊંચી સંખ્યા પણ છે.
Published by: Kaushal Pancholi
First published: June 22, 2021, 8:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading