ગોધરાની યુવતીને થયો પિતરાઇ ભાઇ સાથે પ્રેમ, લગ્ન કરવાની જીદે ચઢી અને પછી...


Updated: October 24, 2021, 10:59 AM IST
ગોધરાની યુવતીને થયો પિતરાઇ ભાઇ સાથે પ્રેમ, લગ્ન કરવાની જીદે ચઢી અને પછી...
પ્રતીકાત્મક તસવીર

Godhra news: પરિવારને લગ્ન નહિં કરવા દે તો આત્મહત્યાની ધમકી આપતાં તેણીના સ્વજનો ગભરાઇ ગયા હતા.

  • Share this:
રાજેશ જોષી, ગોધરા: પ્રેમના નામે આંધળી દોટ મૂકી પરિવારને મજબૂર કરતી આજની પેઢી સ્વજનોને સમાજમાં નીચું જોવાની સ્થિતિનું નિર્માણ કરી રહી છે. જો પોતાની જીદ ન પુરી થાય તો ફિલ્મોની કાલ્પનિક કહાનીના રવાઢે ચડી સાથે જીવવા મરવાના દિવા સ્વપ્નમાં મહામૂલી જિંદગીને અકાળે હોમી દેતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે.પંચમહાલ જિલ્લામાં આવા જ એક પીડિત મા- બાપના વ્હારે સરકારની અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ આવતાં તેઓના જીવમાં જીવ આવ્યો છે. પરિવાર વિરુદ્ધ જઈ પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરવાની જીદે ચડેલી  યુવતી અભયમ ગોધરા દ્વારા કાઉન્સિલગથી હવે પ્રેમની બેભાન અવસ્થામાંથી સભાન થઈ છે.

આપઘાત કરવા નીકળી ગઇ હતી

પંચમહાલના ગોધરામાં બે દીકરીઓની માતાએ પોતાની પુત્રીની જીદથી હારી થાકી 181 મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. માતાએ રડમસ બની અભયમ ટીમને પોતાની આપવિતી જણાવી હતી કે,  તેમની યુવાન દીકરી પોતાના  કુટુંબના ભાઈ સાથે લગ્ન કરવા જીદ કરે છે અને એમ નહિં કરવા જણાવતાં દીકરી આપઘાતની ધમકી આપે છે. એકવાર ઘરેથી આત્મહત્યા કરવાનું જણાવી નીકળી ગઈ હતી. જેને માંડ સમજાવી ઘરે લાવવામાં આવી હતી અને સમજી જવા તક આપી હતી.

પિતરાઇ સાથે જ લગ્નની જીદે ચઢી

જેના થોડા જ દિવસોમાં પોતાની દીકરીએ તેના પિતરાઈ ભાઈ સાથે ટેલિફોનિક સંપર્કો શરૂ કરી દીધા હતા અને લગ્ન કરવાની જીદે ચડી હતી જેથી અભયમ દ્વારા  મદદ કરવામાં આવે તો સમાજમાં પોતાની ઈજ્જત સચવાઈ રહે એવા આશયથી મહિલા હેલ્પલાઈન 181નો સંપર્ક કર્યો હતો. જે આધારે અભયમ રેસ્ક્યુ ટીમ કોલ મળતાં ટીમ ગોધરા સ્થળ પર પહોંચી ગઈ હતી અને  યુવતીનું અસરકારક કાઉન્સેલિંગ શરૂ કર્યુ હતું. દરમિયાન પ્રારંભિક તબક્કામાં યુવતી પ્રેમના નશામાં ધૂત જોવા મળી હતી અને લગ્ન કરવાની જીદ સાથે અડગ જોવા મળી હતી. પરંતુ અભયમ ટીમે સહજતા પૂર્વક પોતાના પ્રયાસ જારી રાખતાં અભયમ ટીમે યુવતીને આ લગ્ન પરિવાર શા માટે મંજૂરી આપતા નથી તે અંગે વિગતે કાઉન્સેલિંગ કરી તેણીને સમજાવ્યું હતું.

પરિવારે અભયમનો આભાર માન્યોતેમણે સમજાવતા જણાવ્યુ હતુ કે, પરિવાર હંમેશા સંતાનોનું જીવન સુખમય બને તેમ ઇચ્છતા હોય છે.પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરવા સામાજિક રીતે હિતકારી નથી આ ઉપરાંત તારી ઉંમર હાલ અભ્યાસ કરવાની છે જેથી તેમાં ધ્યાન કેન્દ્રિત કરી  ઉજ્જવલ કારકિર્દી બનાવી શકાય એમ છે.

આ પણ વાંચો - રાજકોટ : ચૌધરી પરિવારના ભાવિ તબીબે મેડિકલ હોસ્ટેલમાં કર્યો આપઘાત, કેમ ભરવું પડ્યું આવું પગલું?

આમ અસરકારક રીતે સમજાવતા યુવતીને પોતાની ભૂલ સમજાઈ હતી અને હવે પછી પરિવારને હેરાન નહિ કરે તેવી ખાતરી આપતાં પરિવારને રાહત પહોંચી યુવતીના મનમાં  લગ્ન કરવાની સવાર થયેલી જીદ અને પોતાનું ધાર્યું ન થાય તો આત્મહત્યા કરી લેવાના વિચારોના બંધનમાંથી આખરે ટીમને સફળતા મળી હતી. યુવતી આખરે સમજી જતાં જ તેણીના પરિવારે અભયમ ટીમનો આભાર માન્યો હતો.
Published by: Kaushal Pancholi
First published: October 24, 2021, 10:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading