મુંદ્રામાંથી 20 હજાર કરોડના ડ્રગ્સ મામલે મોટો ખુલાસો: જુલાઈ મહિનામાં પણ આ રીતે જ આવ્યું હતું ડ્રગ્સ


Updated: September 22, 2021, 12:21 PM IST
મુંદ્રામાંથી 20 હજાર કરોડના ડ્રગ્સ મામલે મોટો ખુલાસો: જુલાઈ મહિનામાં પણ આ રીતે જ આવ્યું હતું ડ્રગ્સ
આ મસમોટા રેકેટમાં એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે.

Drugs seized from Mundra port: આ મસમોટા ડ્રગ્સ કાંડમાં દિલ્હીના અમિત અને કસ્મટમ હાઉસના કુલદીપની સંડોવણી બહાર આવી છે.

  • Share this:
કચ્છ: મુંદ્રામાંથી DRI (Directorate of Revenue Intelligence) દ્વારા કબ્જે કરવામાં આવેલા ડ્રગ મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. આ ડ્રગ કાંડમાં ડીઆરઆઈએ ચેન્નઇમાંથી એક દંપતીની ધરપકડ કરી છે.  ચેન્નઈના દંપતીએ (Chennai Couple caught in drugs case) જુલાઈ મહિનામાં પણ ડ્રગ્સ માગવ્યુ હતું પરંતુ કેટલું મંગાવ્યું છે, મંગાવ્યા બાદ તેનું શું કર્યું તે તમામની તપાસ ચાલી રહી છે. દંપતી અને અફઘાનિસ્તાનના ડ્રગ માફિયા વચ્ચે અમિત (Delhi boy Amit in Drugs case) નામના વ્યક્તિની ભૂમિકા પણ સામે આવી રહી છે. અમિત ભારતમાં  આ રીતે ડ્રગ મંગાવી આપતો હતો. મૂળ દિલ્હીનો હોવાની વાત પણ સામે આવી રહી છે. આ ઉપરાંત કસ્ટમ હાઉસનો એક એજેન્ટ કુલદીપસિંહનો (Kuldeepsinh) રોલ પણ સામે આવ્યો છે.

આ ડ્રગની કિંમત 20 હજાર કરોડને પાર થઇ ગઇ છે

ગુજરાતના મુંદ્રા પોર્ટથી ડીઆરઆઈ ને ખૂબજ મોટી સફળતા હાથ લાગી હતી. ટેલક્મ પાઉડરની આડમાં હેરોઇનની હેરાફેરીનો મામલો સામે આવ્યો અને જેમાં આંકડો 20 હજાર કરોડને પણ પાર થઇ ગયો છે. આ મામલે કુલ 5 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને તપાસ તેજ કરવામાં આવી છે. કચ્છની ડીઆરઆઈ ટિમે માહિતીના આધારે દરોડા પાડી એક મોટું ડ્રગની હેરાફેરીનું રેકેટ પકડી પાડ્યુ હતુ. આ મસમોટા રેકેટમાં એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે.

કુલ પાંચ લોકોની ધરપકડ કરાઇ છે

ડીઆરઆઈએ ચેન્નઇમાંથી એક દંપતી એમ.સુધાકર અને તેની પત્ની દુર્ગા વૈશાલીની પણ ધરપકડ કરી છે. આ દંપતી ડ્રગ્સના આયાતકારો છે. સાથો સાથ અન્ય 3 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે અને જેમાં 2 અફઘાનિસ્તાનના લોકો પણ હોવાનું સામે આવી રહ્યું  છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ ડ્રગને અફઘાનિસ્તાનના હસન હુસૈન લિ. કંપની દ્વારા વિજયવાડાની અશી ટ્રેડિંગ કંપનીને મોકલવામાં આવી રહ્યું હતું. આ ડ્રગ ટેલક્મ પાઉડરની આડમાં  આવી રહ્યુ હતું. ડીઆરઆઈએ પેહલા એફએસલ પાસેથી ખાતરી કર્યા બાદ આગળ તપાસ હાથ ધરી હતી.
માનવામાં આવી રહ્યું છે કે,  ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ, વિશ્વમાં આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો નથી. હાલ આ અંગેની ચર્ચા દેશભરમાં થઇ રહી છે. આ મામલે હાલ દિલ્હી, અમદાવાદ, વિજયવાડા, ચેન્નાઈ, મુદ્રા અને અન્ય જગ્યા દરોડા પાડવામાં આવી રહ્યાં છે અને જેમાં અન્ય ખુલાસો સામે આવી શકે છે. 15 સપ્ટેમ્બરથી શરુ કરવા માં આવેલા આ દરોડા હાલ પણ યથાવત છે અને દંપતીના રિમાન્ડ મેળવીને કાર્યવાહી  હાથ ધરવામાં આવી રહી છે.
Published by: Kaushal Pancholi
First published: September 22, 2021, 12:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading