બનાસ નદીમાં અચાનક નદીનું સ્તર વધતા દંપતી પાણીમાં ફસાયું, કલાકોની જહેમત બાદ રેસ્ક્યુ કરીને બચાવ્યા


Updated: September 22, 2021, 2:12 PM IST
બનાસ નદીમાં અચાનક નદીનું સ્તર વધતા દંપતી પાણીમાં ફસાયું, કલાકોની જહેમત બાદ રેસ્ક્યુ કરીને બચાવ્યા
વૃદ્ધ દંપતીનું રેસ્ક્યુ કરાયુ

Banaskantha News: આ દંપતી બાવળની ઝાડીનો સહારો લઇને પોતાનો જીવ બચાવ્યો હતો.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: રાજસ્થાનમાં ભારે વરસાદના (Rajasthan heavy rainfall) પગલે બનાસ નદી બે કાંઠે વહેવા લાગી છે.  આજે વહેલી સવારે નદીમાં અચાનક વધુ પાણી આવી જતા આબુરોડ ગામ (Abu road) પાસે નંદેશ્વર મહાદેવ મંદિર પાસે વૃદ્ધ દંપતી પાણીમાં ફસાઈ ગયા હતા. આ દંપતી બાવળની ઝાડીનો સહારો લઇને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દંપતીને (couple rescue) પ્રશાસનની ટીમે સ્થાનિક લોકોની મદદથી હોડી દ્વારા સતત ચાર કલાકની મહેનત બાદ વૃદ્ધ દંપતીને રેસ્કયુ કરી સહી-સલામત બહાર નીકાળ્યા હતા.

રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે અચાનક પાણીના સ્તર વધ્યા

રાજસ્થાનના ઉપરવાસમાં સતત બે દિવસથી ભારે વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો આઠથી દસ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. ભારે વરસાદના પગલે રાજસ્થાની બનાસ નદીમાં પણ ઘોડાપુર આવ્યાની સ્થિતિ સર્જાઈ છે. આજે વહેલી સવારે અચાનક નદીમાં વધુ પાણી આવી જતા એક વૃદ્ધ દંપતી નંદેશ્વર મહાદેવ મંદિર પાસે ફસાઈ ગયુ હતું. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને સ્થાનિક અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ચાર કલાકની જહેમતે દંપતીને બચાવ્યા

પાણીનો પ્રવાહ વધતા આ વૃદ્ધ દંપતી કલાકો સુધી એક માત્ર બાવળની ઝાડીના સહારે જ બચવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અધિકારીઓને પણ તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી હોળી, દોરડા સહિતની ચીજવસ્તુઓ વડે સતત ચાર કલાક સુધી ભારે જહેમત બાદ આ વૃદ્ધ દંપતીને સહી-સલામત બહાર નીકાળવામાં સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં સતત બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને નદીમાં પાણીનો પ્રવાહ પણ ધીમેધીમે વધી રહ્યો છે ત્યારે નદી કિનારાવાળા વિસ્તારના લોકો નદીથી દૂર સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે.બનાસ નદીમાં આવ્યા નવા નીર

રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. સુખી ભઠ્ઠ બનાસ નદીમાં નવા નીર આવતા હવે ખેડૂતોને પાણીના તળ ઊંચા આવવાની આશા બંધાતા ખુશી છવાઈ. આ વખતે બનાસકાંઠા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં પણ વરસાદ નહિવત જેટલો થયો હતો અને સતત એક મહિના સુધી રાહ જોવડાવ્યા બાદ મોડે મોડે છેલ્લા અઠવાડિયામાં સામાન્ય વરસાદ થયો હતો. છેલ્લા બે દિવસથી રાજસ્થાનમાં સતત ભારે વરસાદના કારણે હવે બનાસ નદીમાં નવા નીર આવતાં ખેડૂતોને પાણીના તળ ઊંચા આવવાની આશા બંધાઈ છે. રાજસ્થાનના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી સતત સારો વરસાદ થયો હતો તેના કારણે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યા છે.
Published by: Kaushal Pancholi
First published: September 22, 2021, 2:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading