ગુજરાતનું નવું મંત્રીમંડળ આ દિગ્ગજ નેતાના ઇશારે બનશે, અમિત શાહ સાથે થઇ હતી બેઠક

News18 Gujarati
Updated: September 14, 2021, 11:21 AM IST
ગુજરાતનું નવું મંત્રીમંડળ આ દિગ્ગજ નેતાના ઇશારે બનશે, અમિત શાહ સાથે થઇ હતી બેઠક
ભૂપેન્દ્ર યાવદ સાથે અમિત શાહની ફાઇલ તસવીર

Gujarat News: CM બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીઓની ટીમમાં કોણ કોણ હશે તે અંગે હાલ સોશિયલ મીડિયામાં અને લોકો વચ્ચે આ હોટ ટોપિક બન્યો છે.

  • Share this:
ગાંધીનગર: ગુજરાતને 13મી સપ્ટેમ્બરના રોજ 17માં મુખ્યમંત્રી  (Gujarat CM Bhupendra Patel) મળ્યા છે. સોમવારે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમિત શાહની (Home Minister Amit Shah) ઉપસ્થિતિમાં શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલે  (Bhupendra Patel) મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ નવા પ્રધાનમંડળની રચના માટે રાજકીય કવાયત તેજ બની છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આગમન બાદ ભૂપેન્દ્ર પટેલની ટીમમાં કોનો સમાવેશ થશે અને કોનુ પત્તુ કપાશે તેવી રાજકીય અટકળોએ જોર પકડયુ છે. ત્યારે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે, ગુજરાતના મંત્રીમંડળની રચના માટે ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ (Bhupendra Yadav) મોડી રાત્રે અમદાવાદ આવ્યા હતા. જે બાદ અમિત શાહે દિલ્હી જતાં પહેલાં અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં ભૂપેન્દ્ર યાદવ સાથે નવા મંત્રીમંડળની રચના અંગે બેઠક કરી હતી.

અમિત શાહે દિલ્હી જતા પહેલા કરી હતી બેઠક

મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીઓની ટીમમાં કોણ કોણ હશે તે અંગે હાલ સોશિયલ મીડિયામાં અને લોકો વચ્ચે આ હોટ ટોપિક બન્યો છે. ત્યારે અમિત શાહે સોમવારે દિલ્હી જતાં પહેલાં અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સાથે નવા મંત્રીમંડળની રચના અંગે બેઠક કરી હતી. એટલે આજે સાંજ કે આવતીકાલે સુધીમાં નવા મંત્રીમંડળનું લિસ્ટ સામે આવી શકે છે.

આ પણ વાંચો - ગુજરાતના 17મા CM તરીકે ભૂપેન્દ્ર પટેલે લીધા શપથ, નરેન્દ્ર મોદીએ આપી શુભેચ્છાઓ

મંત્રીમંડળમાં નવા ચહેરાઓનો રહેશે દબદબો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવા મંત્રીમંડળમાં યુવાઓને તક આપવામાં આવી શકે છે. એટલુ જ નહીં, 60 ટકા નવા ચહેરાઓનો પણ સમાવેશ થઇ શકે છે. એક કે બે દિવસમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓની શપથવિધી યોજાય તેવા પણ સમાચારો મળી રહ્યા છે. નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો અને કોને પડતા મૂકવા તે અંગે કવાયત શરુ થઇ છે.


કેટલાક સિનિયર નેતાઓનું પણ કપાઇ શકે છે પત્તુ

આ ઉપરાંત મળતી માહિતી પ્રમાણે, ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 20થી વધુ મંત્રીઓને સામેલ કરી નવુ પ્રધાનમંડળ રચવામાં આવશે. આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને તમામ જ્ઞાાતિ-સમાજને રાજકીય પ્રતિનિધીત્વ મળે તે આધારે મંત્રીમંડળ રચાશે.વિજય રૂપાણી સરકારમાં નબળી કામગીરી કરનારા કેટલાક સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે. કેટલાંક મંત્રીઓ અમુક વિવાદોમાં સપડાયાં છે જેના કારણે પક્ષ-સરકારની પ્રતિષ્ઠા ખરડાઇ છે જેના કારણે તેમનુ પત્તુ કપાઇ શકે છે.
Published by: Kaushal Pancholi
First published: September 14, 2021, 11:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading