ગુજરાતમાં Tauktae વાવાઝોડાથી અંદાજે 3000 કરોડનું નુકસાન, CM રૂપાણી રાહત પેકેજ માટે કરશે રજૂઆત


Updated: May 19, 2021, 3:07 PM IST
ગુજરાતમાં Tauktae વાવાઝોડાથી અંદાજે 3000 કરોડનું નુકસાન, CM રૂપાણી રાહત પેકેજ માટે કરશે રજૂઆત
સંભાવના છે કે, પીએમ નરેન્દ્ર મોદી દ્વારા  દિલ્હી પરત ફરતા પહેલા ગુજરાતને કેન્દ્ર તરફથી રાહત પેકેજની તેઓ દ્વારા જાહેરાત કરાય.

સંભાવના છે કે, પીએમ નરેન્દ્ર મોદી દ્વારા  દિલ્હી પરત ફરતા પહેલા ગુજરાતને કેન્દ્ર તરફથી રાહત પેકેજની તેઓ દ્વારા જાહેરાત કરાય.

 • Share this:
ગુજરાતમાં  Tauktae વાવાઝોડાએ સર્જેલી તબાહી બાદ પીએમ નરેન્દ્ર મોદી આજે અસરગ્રસ્ત વિસ્તારોના એરિયલ નિરીક્ષણ માટે આવ્યા છે.  તેઓ અસરગ્રસ્ત જિલ્લાઓ જેમકે ભાવનગર, અમરેલી, દીવ, ગીર સોમનાથનું હવાઇ નિરીક્ષણ કરીને અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. અહીયાંથી તેઓ સીધા દિલ્હી રવાના થાય તે પહેલાં એરપોર્ટ ખાતેની વીઆઇપી લોન્જમાં સીએમ વિજય રૂપાણી સહિત પાંચ જેટલા ઉચ્ચ અધિકારીઓ સાથે વાવાઝોડાને અંગે વિશેષ મંત્રણા કરશે.

અમદાવાદ એરપોર્ટ ખાતે પીએમ નરેન્દ્ર મોદી સીએમ વિજય રુપાણી, ચીફ સેક્રેટેરી અનિલ મુકીમ, સીએમના ચીફ પ્રિન્સિપલ સેક્રેટેરી કે. કૈલાશનાથન, રેવન્યુ ACS પંકજ કુમાર સહિત અન્ય બે ઉચ્ચ અધિકારી સાથે બેઠક યોજાશે.

આ અધિકારીઓ પીએમને વાવાઝોડાને અંગે એક વિશેષ પ્રેઝન્ટેશનમાં ડિઝાસ્ટર વિભાગે કરેલા પ્રાથમિક સર્વેનો ડેટા રજૂ કરશે. ડિઝાસ્ટર વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ તાઉતે વાવાઝોડાના પરિણામે રાજ્યમાં અંદાજે 3000 કરોડનું નુકશાન થયું છે. જેમાં પાવર સેકટરમાં 1400 કરોડ, ખેતીવાડીમાં 1200 કરોડ, રોડ બિલ્ડીગ ક્ષેત્રે ૫૦ કરોડ અન્ય ક્ષેત્રે અંદાજે ૩૫૦ કરોડના નુકશાનનો અંદાજ છે.

ગુજરાતના 227 તાલુકામાં વરસાદ થયો, સૌથી વધુ નડિયાદમાં 9 ઇંચ, હજી બે દિવસ ધોધમાર વરસાદની આગાહી

આજ સવાર સુધીમા જે ઓલઓવર નુકશાન થયું છે તેનો અંદાજ આ મુજબ છે. પ્રેઝન્ટેશન દરમ્યાન આ આંકડા પણ અધિકારીઓ પીએમ મોદી સમક્ષ રજૂ કરશે.
 • ગુજરાતમાં વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત તાલુકાની સંખ્યા : 71

 • નુકશાન થયેલ વીજળીના થાંભલા : 76174

 • નુકશાન પામેલ રસ્તા :959

 • પડી ગયેલ વૃક્ષોની સંખ્યા: 68874

 • વાવાઝોડાથી બંધ થયેલ રસ્તા : 959

 • તે પૈકી મોટરેબલ કરેલ રસ્તા : 899

 • વીજ પુરવઠો બંધ થયેલ ગામો : 9685

 • તે પૈકી પુન : વીજ પુરવઠો ચાલુ થયેલ ગામો : 5606

 • નુકશાન પામેલ ઇમારતો :

 • પાકી ખાનગી ઇમારતો : 1323

 • કાયા મકાનો /   ઝૂંપડા : 28476

 • સરકારી ઈમારતો / સ્ટ્રક્ટર :  348

 • સરકારી દવાખાના થી : 3

 • ખાનગી દવાખાના : 0

 • વાવાઝોડાના કારણે જાનહાનીની વિગત -માનવ મૃત્યુ : 45

 • પશુ મૃત્યુ : 635


Tauktae વાવાઝોડાથી રાજ્યમાં મોતનો આંક વધીને 45 પર પહોંચ્યો
સીએમ વિજય ભાઇ રુપાણી આ પ્રેઝન્ટેશન બાદ કેન્દ્ર સરકારને રાહત પેકેજ આપવા માટે કરશે રજૂઆત કરશે. સંભાવના છે કે, પીએમ નરેન્દ્ર મોદી દ્વારા  દિલ્હી પરત ફરતા પહેલા ગુજરાતને કેન્દ્ર તરફથી રાહત પેકેજની તેઓ દ્વારા જાહેરાત કરાય.
Published by: Kaushal Pancholi
First published: May 19, 2021, 2:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading