સુરત : કોરોનાની બીજી લહેરમાં શબવાહિનીની ખોટ પડતા 108નો શબવાહિની તરીકે ઉપયોગ શરૂ કરાયો


Updated: April 17, 2021, 8:51 PM IST
સુરત : કોરોનાની બીજી લહેરમાં શબવાહિનીની ખોટ પડતા 108નો શબવાહિની તરીકે ઉપયોગ શરૂ કરાયો
સુરત : કોરોનાની બીજી લહેરમાં શબવાહિનીની ખોટ પડતા 108નો શબવાહિની તરીકે ઉપયોગ શરૂ કરાયો

સુરતમાં કોરોના મહામારીને પગલે એક તરફ હોસ્પિટલોમાં બેડ માટે દર્દીઓ કણસી રહ્યા છે તો બીજી તરફ સ્મશાન ગૃહોમાં મૃતદેહો અંતિમ સંસ્કાર માટે તરસી રહ્યા છે

  • Share this:
સુરત : કોરોનાની બીજા તબક્કાની લહેરમાં સુરત સહિત સમગ્ર રાજ્યમાં રોજના સેંકડો નાગરિકો કોરોના મહામારીમાં મોતને ભેટી રહ્યા છે. ખુદ હાઈકોર્ટ દ્વારા પણ સરકારની અલગ-અલગ મુદે ઝાટકણી કાઢવામાં આવી છે તેમ છતાં સરકાર સ્થિતિમાં કાબુમાં હોવાનો સ્વાંગ રચીને બેઠી છે. જોકે, આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ વાન પર શબવાહિનીના પોસ્ટર જોતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું કે રાજ્ય સરકાર દ્વારા દિવસે દિવસે વધી રહેલા મૃતકોને પગલે સુરત સહિત મહાનગર પાલિકાઓમાં શબવાહિનીની અછતને પહોંચી વળવા માટે સ્કેપ થઈ ચુકેલી 108 એમ્બ્યુલન્સમાંથી 15 શબવાહિની બનાવવામાં આવી છે. જે પૈકી સુરતમાં ત્રણ શબવાહિની ફાળવવામાં આવી છે.

સુરતમાં કોરોના મહામારીને પગલે એક તરફ હોસ્પિટલોમાં બેડ માટે દર્દીઓ કણસી રહ્યા છે તો બીજી તરફ સ્મશાન ગૃહોમાં મૃતદેહો અંતિમ સંસ્કાર માટે તરસી રહ્યા છે. આ ભયાવહ સ્થિતિનો ચિતાર જોનારા શહેરીજનો પણ હવે સ્તબ્ધ થઈ ચૂક્યા છે. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કોરોના મહામારી પર કાબુ મેળવવા માટે ઉઠાવવામાં આવી રહેલા પગલાં પણ વામણી જ સાબિત થઈ રહ્યા છે. આ સ્થિતિમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલોમાં દર કલાકે ટપોટપ મોતને ભેટી રહેલા દર્દીઓને સમયસર સ્મશાન ગૃહ પહોંચાડવા માટે હવે રાજ્ય સરકાર દ્વારા નક્કામી થઈ ચુકેલી 108 એમ્બ્યુલન્સને શબવાહિનીમાં તબ્દીલ કરવામાં આવી છે. આ 15 શબવાહિનીઓ સુરત – અમદાવાદ અને રાજકોટ સહિતની મહાનગર પાલિકાઓને ફાળવણી કરાઈ ચૂકી છે. જેમાંથી સુરત મહાનગર પાલિકાને ત્રણ શબવાહિની મળી ચૂકી છે.

આ પણ વાંચો - કોરોના દર્દીઓને મોટી રાહત, મોદી સરકારે રેમડેસિવીર ઇન્જેક્શનની કિંમત ઘટાડી

ઉલ્લેખનીય છે કે, જે રીતે સુરત સહિત સમગ્ર રાજયમાં કોરોના બેકાબુ થઈ રહ્યો છે તે જોતાં આગામી પખવાડિયું રાજ્ય માટે ખુબ જ કપરૂં સાબિત થનારું છે. માત્ર હજાર કેસોમાં જ જો રાજ્યમાં અઘોષિત મેડિકલ ઈમરજન્સી જેવી હાલત ઉભી થઈ ચૂકી છે તો જ્યારે કોરોનાના કેસો 15 હજારની આસપાસ પહોંચશે તો ત્યારે સર્જાનારા દ્રશ્યોની કલ્પના માત્રથી જ રૂંવાડા ઉભા થઈ જાય છે.

આ સંદર્ભે 108ના પ્રોગ્રામ મેનેજર ફયાઝ શેખે જણાવ્યું હતું કે, હાલના કપરા સંજોગોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં એક પણ ચાલુ હાલતની 108 એમ્બ્યુલન્સનો સમાવેશ કરવામાં આવ્યો નથી. માત્ર જે એમ્બ્યુલન્સની આવરદા પૂર્ણ થઈ ચૂકી હતી તેને જ શબવાહિની તબ્દીલ કરવામાં આવી છે. તેના સંચાલન સંદર્ભેની કોઈ જવાબદારી 108ને સોંપવામાં આવી નથી.
Published by: Ashish Goyal
First published: April 17, 2021, 8:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading