સુરત : દારૂબંધીના ધજાગરા, ઈચ્છાપોર ગામમાં વિજિલન્સના દરોડા, વીડિયોમાં ભઠ્ઠીના live દૃશ્યો


Updated: June 30, 2021, 10:24 PM IST
સુરત : દારૂબંધીના ધજાગરા, ઈચ્છાપોર ગામમાં વિજિલન્સના દરોડા, વીડિયોમાં ભઠ્ઠીના live દૃશ્યો
સુરતના છેવાડાના પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયો દારૂ

વિજિલન્સ દરોડા બાદ શહેરભરમાં ચાલતા દેશી વિદેશી દારૂના અડ્ડાઓ બંધ

  • Share this:
ગુજરાતમાં દારૂબંધી કડકપણે અમલ કરવા માટે રાજ્યના પોલીસ મહાનિરીક્ષક આશિષ ભાટિયાએ પોતાની વિજિલન્સ ટીમ ને ગુજરાતભરમાં દોડતી કરાવી દીધી છે જેના ભાગરૂપે સુરત શહેરના છેવાડે આવેલા ઈચ્છાપુર ના મોરા ગામે લખીબેન નામની મહિલા બુટલેગર ના ભટ્ટી પર છાપો મારી દેશી દારૂ બનાવોને સરસામાન તેમજ દારૂનો વોસ મળી આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ ઈચ્છાપુર પોલીસ સહિત સુરત ભરના પોલીસ સ્ટેશન અધિકારી તેમજ સર્વેલન્સ સ્ટાફ દોડતું થઇ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં દારૂબંધી કડક રૂપે અમલ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પોલીસ મહાનિરીક્ષક આશિષ ભાટિયા ને દારૂબંધીનો ગુજરાત કાયદાનો ભાગરૂપે કડક પણ અમલ કરવાનો આદેશ હતો રાજ્યના પોલીસ મહાનિરીક્ષક આશિષ ભાટિયાને હાથ નીચે કામ કરતી રાજ્યની વિજિલન્સ ટીમ ના ચીફ તરીકે છેલ્લા બે વર્ષથી કાર્યરત ડીવાયએસપી જ્યોતિબેન પટેલ ના નેતૃત્વમાં ગુજરાતભરમા વ્યાપક દરોડા પાડયા હતા અને મહદઅંશે સફળતા પ્રાપ્ત થઇ હતી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વિદેશી તેમ દેશી દારૂની વ્યાપક હેરાફેરી ની  વારંવાર ફરિયાદો મળતી હોય છે.

જેના આધારે વિજિલન્સ ટીમ પાર્ટી હોય છે આજરોજ સુરત શહેર ઈચ્છાપુર પોલીસ હદમાં આવેલા મોરા ગામે લખીબેન નામની મહિલા બુટલેગર પોતાના ઘર પાસે દેશી દારૂની ભઠ્ઠી ચલવી રહ્યા છે અને મોટા પાયે સુરત શહેરમાં સપ્લાય કરતા હોલી ફરિયાદ વિજિલન્સ ટીમ મળી હતી જેના આધારે વિજિલન્સ ટીમ ના પીએસઆઇ તેમજ અન્ય સ્ટાફ સાથે બપોરે દરોડો  પાડ્યો હતો.

આ પણ વાંચો : સુરત : કુરદરતની ક્રૂર થપાટ! પત્નીના આપાઘાતના 21 દિવસ બાદ દુ:ખી પતિનું પણ મોત, બાળક બન્યું નોધારું

આ દરોડાની કામગીરી દરમિયાન મોરા ગામ માં બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો પોલીસે દરોડા સ્થળ પરથી દેશી દારૂનો જથ્થો તેમજ દેશી દારુ માં વપરાતો વોસ , તેમજ અન્ય સરસામાન મળી આવ્યો હતો પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની હાથ ધરાઇ છે.

આ પણ વાંચો : સુરત : 4 સંતાનોની માતાને પતિએ શાકભાજીના ફેરિયા સાથે ઝડપી પાડી, પ્રેમી ચુંબન કરવા ગયોને પકડાયો!

હાલમાં કેટલા રૂપિયાનો મુદ્દામાલ પકડાયો છે તેની જાણકારી મળી નથી અટલ સવેરા ને ગાંધીનગરના વિજિલન્સ ટીમ ના ડીવાયએસપી જ્યોતિબેન પટેલે જણાવ્યું હતું કે હાલમાં મારી કામગીરી શરૂ છે અને અમને બાતમી મળી હતી તે પ્રમાણે દરોડો પાડયો છે અને આ દરોડો સફળ થયો હોવાનું પણ કહ્યું હતું ઈચ્છા પુર માં વિજિલન્સ ના પાડેલા દરોડા બાદ સુરત શહેરમાં તમામ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા બંધ થઈ ગયા હતા આ પણ એક સત્ય હકીકત છે
Published by: Jay Mishra
First published: June 30, 2021, 10:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading