સુરત : જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ માટે પાલિકાએ ભારત સરકાર પાસે મંજૂરી માંગી


Updated: June 16, 2021, 3:59 PM IST
સુરત : જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ માટે પાલિકાએ ભારત સરકાર પાસે મંજૂરી માંગી
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ પોતાની પેટન્ટ બદલી રહ્યો છે. જેને લઈને નવો વેરિયન્ટ ઝડપી ઓળખવા માટે જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ માટે પાલિકાએ ભારત સરકાર પાસે મંજૂરી માંગી

  • Share this:
સુરત : કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેર ઘાતક નીવડી હતી. કેટલા લોકો મોતને ભેટ્યા અને મેડિકલ સિસ્ટમ પડી ભાંગી હતી. જોકે સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે પાલિકા તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડાયો છે. કોરોના વાયરસ પોતાની પેટન્ટ બદલી રહ્યો છે. જેને લઈને નવો વેરિયન્ટ ઝડપી ઓળખવા માટે જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ માટે પાલિકાએ ભારત સરકાર પાસે મંજૂરી માંગી છે.

સુરતમાં કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે પાલિકા તંત્ર સજ્જ થઇ ગયું છે. જે પ્રકારે બીજી લહેર ઘાતક નીવડી હતી. તેને લઈને ત્રીજી લહેર સામે લડવા માટે પાલિકા તંત્ર દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટર તો તૈયાર કરાયા જ છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા ભારત સરકાર પાસે એક ખાસ માંગ કરવામાં આવી છે. જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ માટે પાલિકાએ કેન્દ્રની મંજૂરી માંગી છે.

આ પણ વાંચો - બારડોલી : પોલીસકર્મીએ મેમોની ધમકી આપી મહિલા પર બળાત્કાર કરી ગર્ભવતી બનાવી

સંભવિત કોરોનાની થર્ડ વેવને લઈ પેટર્ન બદલતા કોરોનાને ઝડપથી ઓળખવાની મથામણ તંત્ર તરફથી કરવામાં આવી રહી છે. જેના કારણે નવો વેરિયન્ટ હશે તો તંત્રને સમયસર તેની જાણકારી મળી રહેશે. બીજી તરફ શહેરમાં અનલોકને લઈ તંત્ર દ્વારા પણ લોકોને ઍપ્રોપીયેટ બીહેવીયર રાખવા સૂચન કરવામાં આવ્યું છે. જ્યાં જાહેર રજા અને શનિ-રવીના દિવસે સુવાલી અને ડુમસ બીચ હાલ લોકોની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લેબની વ્યવસ્થા હોય મંજૂરી આપવા અપીલ કરી છે.

કોરોના વાયરસ મ્યુટ થઈ પેટર્ન બદલી રહ્યો હોવાનો પાલિકાનો દાવો છે. વાયરસને ઓળખવામાં લાંબો સમય નહીં લાગે તે માટે મંજૂરી માંગી છે. જે માટે ભારત સરકાર સાથે પાલિકાએ પત્રવ્યવહાર કર્યો છે. કોરોના વાયરસનો વેરિયન્ટ ક્યાં પ્રકારનો છે તે મેડિકલ લેબોરેટરીના પરીક્ષણમાં જાણી શકાય તેમ છે. કોરોનાની સંભવિત થર્ડ વેવને લઈ પાલિકા તંત્ર હાલ તૈયારી કરી રહ્યું છે.
Published by: Ashish Goyal
First published: June 16, 2021, 3:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading