સીબીઆઈ VS પોલીસ: મમતા બેનરજીના ધરણાં, કોલકાતામાં હાઇવોલ્ટેજ ડ્રામા

News18 Gujarati
Updated: February 4, 2019, 7:49 AM IST
સીબીઆઈ VS પોલીસ: મમતા બેનરજીના ધરણાં, કોલકાતામાં હાઇવોલ્ટેજ ડ્રામા
કેન્દ્ર સરકાર આઈપીએસ અફસરોને નિશાન બનાવી રહી છે. સરકાર અમને CBIનો ડર બતાવી રહી છે - મમતા બેનરજી

કેન્દ્ર સરકાર આઈપીએસ અફસરોને નિશાન બનાવી રહી છે. સરકાર અમને CBIનો ડર બતાવી રહી છે - મમતા બેનરજી

  • Share this:
પશ્ચિમ બંગાળના બહુચર્ચિત શારદા ચીટફંડ અને રોજ વેલી કૌભાંડ મામલામાં કોલકાતા પોલીસ કમિશનરનું નામ સામે આવ્યું છે. આ કારણે રવિવારે સીબીઆઈને એક ટીમે કોલકાતામાં પોલીસ કમિશનર રાજીવ કુમારના ઘરે રેડ કરવા પહોંચી હતી. આ કારણે રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનરજી રાજીવ કુમારના બચાવના તેમના ઘરે પહોંચી હતી અને પ્રેસ કોન્ફરન્સ કરી બીજેપી પર પ્રહારો કર્યા હતા.

મમતા બેનરજીએ કેન્દ્ર ઉપર લોકતાંત્રિક સ્ટ્રક્ચરને નષ્ટ કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે લોકતાંત્રિક વ્યવસ્થાની રક્ષા માટે હું હાલથી જ મોદી સરકાર સામે ઘરણાં ઉપર બેસીશ. આ ઘરણાંનો મતલબ સત્યાગ્રહ છે.

બંગાળની સીએમ મમતા બેનરજી સંવિધાનની રક્ષા માટે મેટ્રો ચેનલ પાસે ધરણાં પર બેસી ગયા છે. આ દરમિયાન સ્થિતિ તંગ થઈ રહી છે. સ્થિતિને નિયંત્રણ કરવા માટે સીઆરપીએફના જવાનોને બોલાવવામાં આવ્યા છે. કોલકાતામાં સીબીઆઈની ઓફિસે પણ સીબીઆઈ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો - કોલકાતામાં CBI vs Police: કમિશ્નરના ઘરે રેડ પાડવા પહોંચેલી CBI ટીમની અટકાયતમમતાએ કહ્યું હતું કે આખો દેશ પીએમ મોદી અને અમિત શાહથી પરેશાન છે. દેશમાં હાલના સમયે ઇમરજન્સીથી પણ ખરાબ સ્થિતિ છે. હું મોદી સરકારના આ વલણ પર ધરણાં ઉપર બેસીશ. ચીટફંડ કૌભાંડ સામે તપાસ ચાલી રહી છે. અમે ગરીબોને 300 કરોડ રુપિયા પાછા આપ્યા છે પણ કેન્દ્ર સરકાર આઈપીએસ અફસરોને નિશાન બનાવી રહી છે. સરકાર અમને CBIનો ડર બતાવી રહી છે. અમારી ધીરજ ખુટી રહી છે.આ મામલે કાર્યકારી સીબીઆઈ ડાયરેક્ટર નાગેશ્વર રાવે કહ્યું હતું કે ચીટફંડ સ્કેમમાં પોલીસ કમિશનર રાજીવ કુમાર સામે સાબિતી હતી. અમને આશંકા હતી કે તે કેસમાં સાબિતી સાથે છેડછાડ કરીને કેસને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી શકે છે. જેથી તેની પુછપરછના ઓર્ડર મળ્યા હતા. અમારા અધિકારી આ ઓર્ડર પર અમલ કરવા તેમના ઘરે ગયા હતા.

આ પણ વાંચો - જાણો શું છે ચીટફંડ કૌભાંડ, જેના કારણે કોલકાતામાં સર્જાયો છે હાઇવોલ્ટેજ ડ્રામા

આ મામલે બીજેપીના નેતા નરસિમ્હા રાવે કહ્યું હતું કે સીબીઆઈ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કામ કરી રહી છે. કોઈપણ રાજ્ય સરકાર પાસે તેમને બાધિત કરવાનો કે અટકાયત કરવાની શક્તિ નથી. આ અસંવૈધાનિક અને અલોકતાંત્રિક છે. અમને આશા છે કે સુપ્રીમ કોર્ટ આ ઘટનાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ સરકારને એક દિશા આપશે નહીંતર કોઇપણ એજન્સી આ દેશમાં કામ કરી શકશે નહીં.

સુત્રોના મતે આ મામલે સીબીઆઈ સોમવારે બંગાળ સરકાર સામે સુપ્રીમ કોર્ટ જઈ શકે છે. બીજી તરફ કેન્દ્ર સરકાર સામે મમતા બેનરજીના સમર્થનમાંકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ઘણા દળ આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે દીદીને મળવા કોલકાતા જઈ શકે છે. જ્યારે અખિલેશ યાદવે પણ બંગાળના સીએમનું સમર્થન કર્યું છે.
Published by: Ashish Goyal
First published: February 3, 2019, 8:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading