Video: CM વિજયનને મળવા કેરળ ભવનમાં ચપ્પુ લઇને ઘુસ્યો વ્યક્તિ

News18 Gujarati
Updated: August 4, 2018, 2:48 PM IST
Video: CM વિજયનને મળવા કેરળ ભવનમાં ચપ્પુ લઇને ઘુસ્યો વ્યક્તિ
કેરળ ભવનમાં શનિવારે એક વ્યક્તિ ચપ્પુ લઇને ઘુસી ગયો હતો

  • Share this:
રાજધાની દિલ્હી સ્થિત કેરળ ભવનમાં શનિવારે એક વ્યક્તિ ચપ્પુ લઇને ઘુસી ગયો હતો. આ ઘટના સમયે કેરળના સીએમ પિનરાઇ વિજયન કેરળ હાઉસમાં જ હાજર હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ સીએમ વિજયનને મળવા આવ્યો હતો. તેના એક હાથમાં ચપ્પુ અને બીજા હાથમાં થોડા કાગળો હતાં. જોકે પોલીસે તેને અંદર જતા રોકી લીધો હતો.

પોલીસ પ્રમાણે આ વ્યક્તિ માનસિક રીતે માંદો છે. તેને સારવાર માટે ઇન્સ્ટીટ્યુટ ઓફ હ્યુમન બિહેવિયર એન્ડ અલાયડ સાઇન્સ મોકલવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે મેડિકલ તપાસ પછી તે વ્યક્તિ સાથે પૂછપરછ કરવામાં આવશે.

ન્યૂઝ એજન્સી ANIએ આનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં આઘેડ ઉંમરનો એક વ્યક્તિ હાથમાં ચપ્પુ અને કેટલાક કાગળો લઇને કેરળ હાઉસની અંદર જવાનો પ્રયત્ન કરતો દેખાય રહ્યો છે.
Published by: Kaushal Pancholi
First published: August 4, 2018, 2:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading