મમતાને ઘેરવામાં પડી BJP, હિંસાની તપાસ કરવા આજે બંગાળ જશે એક ટીમ

News18 Gujarati
Updated: June 22, 2019, 10:20 AM IST
મમતાને ઘેરવામાં પડી BJP, હિંસાની તપાસ કરવા આજે બંગાળ જશે એક ટીમ
મમતા બેનર્જીની ફાઇલ તસવીર

પશ્ચિમ બંગાળમાં રાજનૈતિક હિંસા અટકી નથી રહી. સ્થાનિક અને ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓએ શુક્રવારે બે લોકોનાં મૃતદેહો સાથે રેલી કાઢી હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : પશ્ચિમ બંગાળમાં રાજનૈતિક હિંસા અટકી નથી રહી. સ્થાનિક અને ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓએ શુક્રવારે બે લોકોનાં મૃતદેહો સાથે રેલી કાઢી હતી. મહત્વનું છે કે ઉત્તર 24 પરગના જિલ્લાનાં ભાડપટ્ટા ક્ષેત્રમાં અસામાજિક તત્વોનાં બે જૂથો વચ્ચે હિંસા દરમિયાન ગોળીબારીમાં આ બે લોકોનાં મૃત્યું થયા હતાં. ક્ષેત્રનાં હાલાત તણાવપૂર્ણ છે. આ વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે અને મોટી સંખ્યામાં પોલીસદળને તહેનાત કરવામાં આવ્યું છે.

આ અંગે પોલીસ અધિકારીએ કહ્યું કે આ હિંસામાં 16 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસ અને બીજેપી સાથે જોડાયેલા બે ટોળા વચ્ચે ગુરૂવારે ઝપાઝપી દરમિયાન બે લોકોનાં મોત નીપજ્યાં છે અને 11 લોકો ઘાયલ થયા છે.

પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, 'આ વિસ્તારમાં જ નહીં આખા રાજ્યમાં શાંતિની જરૂર છે. ભાડાપટ્ટા અને જગદ્દલ ક્ષેત્રોમાં દુકાન અને બજાર બંધ છે. ઇન્ટરનેટ સેવાઓ ને પણ અટકાવી દેવામાં આવી છે. આ વિસ્તાર અને તેની આસપાસ કલમ 144 લાગૂ કરવામાં આવી છે.'

જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ એસએસ આહલૂવાલિયાનાં નેતૃત્વમાં ત્રણ સભ્યનું પ્રતિનિધિમંડળ શનિવારે આ વિસ્તારની મુલાકાત કરશે અને પાર્ટી અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રિપોર્ટ મોકલશે.

જોકે ગુરૂવારે રાતે કોઇપણ અપ્રિય ઘટનાની ખબર નથી મળી. ઘણાં લોકોને આજે સવારે કાંકીનારા બઝારની પાસે બોમ્બ ધમાકાનો અવાજ સંભળાવવાની પણ વાત છે. પોલીસે આ મામલે હજી કોઇ પુષ્ટી નથી કરી.

બીજેપીએ રાજ્ય તંત્ર પર તૃણમૂલ કોંગ્રેસનાં કાર્યકર્તાઓની જેમ કામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પાર્ટીનાં રાષ્ટ્રીય સચિવ રાહુલ સિન્હાએ ભાટપારાની ઘટનાની સીબીઆઈ તપાસ કરવાની માંગ કરી છે. રાજ્ય સરકારનાં સૂત્રોએ કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોલીસનાં વરિષ્ઠ અધિકારીઓને ઘટનામાં સામેલ લોકો સામે તેમની રાજનૈતિક ઓળખાણનો ખ્યાલ રાખ્યા વગર જ સખત કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Published by: Kaushal Pancholi
First published: June 22, 2019, 10:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading