જુનાગઢ : 'પત્ની રિસામણે જતાં દિલ પર લાગી આવ્યું', પતિએ આપઘાત કરી મોતને વ્હાલું કર્યુ

News18 Gujarati
Updated: July 15, 2021, 7:34 PM IST
જુનાગઢ : 'પત્ની રિસામણે જતાં દિલ પર લાગી આવ્યું', પતિએ આપઘાત કરી મોતને વ્હાલું કર્યુ
પત્ની રિસામણે જતા પતિએ આપઘાત કર્યો

જુનાગઢના કેશોદથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પત્ની રિસામણે ચાલી ગઈ તો પતિએ વિરહમાં પોતાનું જીવન ટૂંકાવી દીધુ

  • Share this:
અતુલ વ્યાસ, જૂનાગઢ : પતિ-પત્ની વચ્ચે પ્રેમની સાથે-સાથે ક્યારેક ઝઘડાઓ પણ થતા જ હોય છે, ઘણી વખત એ ઝઘડાઓ વિકરાળ રૂપ ધારણ કરી લેતા હોય છે. એવી અનેક ઘટનાઓ તમે સાંભળી હશે, જેમાં પતિ દ્વારા પત્ની સાથે મારામારી અને અત્યાચાર કર્યો, જેથી કંટાળી પત્નીએ આત્મહત્યા કરી લીધી. પરંતુ, જુનાગઢના કેશોદથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પત્ની રિસામણે ચાલી ગઈ તો પતિએ વિરહમાં પોતાનું જીવન ટૂંકાવી દીધુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના કેશોદના વેરાવળ રોડ પરની છે, જ્યાં એક યુવક મજુરી કરી પોતાનું ઘર ચલાવતો હતો. આ યુવાન ગળાફાંસો ખાઈ મોતને ભેટયો છે. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરાતા જાણવા મળ્યું કે, પત્ની રીસામણે ચાલી ગઈ હતી, તે વાત દિલ પર લાગી આવતાં તેણે આત્મહત્યા કરી હતી. કેશોદના આ યુવકનું નામ બસીર આમદભાઈ લાખા છે, તે વેરાવળ રોડ પર આવેલી ખાનગી લોખંડ સીમેન્ટની પેઢીમાં મંજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.

આ પણ વાંચો - સુરત : લાચાર પત્ની! 'પતિનો મૃતદેહ વતન લઈ જવા પૈસા નથી', 17 કલાક મૃતદેહ પાસે બેસી માંગતી રહી મદદ

કેશોદના વેરાવળ રોડ પર મંજૂરી કામ કરતા શ્રમીક ભાડે વાહનો ચલાવતા હતા. રેકડી, રીક્ષા ખાનગી પેઢીનાં ડેલામાં રાખતાા હતો. જેની ચાવી યુવક પાસે રહેતી હતી. તેથી કોઈ વ્યક્તિ અહીં જોવા ન મળતા શોધખોળ શરૂ કરવામાં આવી, તો અંદરના ભાગે ગળેફાંસો ખાધેલી હાલતમાં બસીરની લાશ મળી હતી.

આ મામલે કેશોદ પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, મરનાર લાખા બસીર આમદભાઈની પત્ની આઠ વર્ષના લગ્નજીવન બાદ થોડા દિવસો પહેલાં રીસામણે જતી રહેલી હોય, ત્યારે તે વાત દિલ પર લાગી આવતાં ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ પણ વાંચોPHOTOS: મોલમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતો હતો દેહવ્યાપાર, વાંધાજનક સ્થિતિમાં ઝડપાઈ 5 યુવતી, 3 યુવક સૂત્રો અનુસાર, મૃતકને સાત વર્ષની દીકરી પણ છે, હાલ આ દીકરી મા બાપ વગરની બની ગઈ છે. મૃતકની માતાએ પોલીસને નીવેદન આપ્યું હતુ કે, પત્ની ચાલી જતા મારો પુત્ર ટેન્શનમા રહેતો હતો, તેણે પોતાની પત્નીને પાછા લાવવા પ્રયત્નો કર્યા હતા પણ પત્ની પાછી નહી આવતા તેણે અંતીમ પગલુ ભર્યું છે. પોલીસે હાલ આત્મહત્યાનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: July 15, 2021, 7:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading