જૂનાગઢ : અજગરે ગળી ગયેલો નોળિયો બહાર કાઢ્યો, દુર્લભ ઘટનાનો Live video થયો વાયરલ

News18 Gujarati
Updated: July 21, 2021, 6:00 PM IST
જૂનાગઢ : અજગરે ગળી ગયેલો નોળિયો બહાર કાઢ્યો, દુર્લભ ઘટનાનો Live video થયો વાયરલ
કેશોદમાં અજગરના રેસ્ક્યૂનો દિલધડક વીડિયો

python Video : કેશોદમાં 6 ફૂટના અજગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું, દરમિયાન અજગર ગળી ગયેલો વીડિયો બહાર કાઢતો હોવાનો દૃશ્યો સામે આવ્યા

  • Share this:
અતુલ વ્યાસ, જૂનાગઢ : અજગર (Python) ધારે તો વિશાળકાળ પશુ પ્રાણીને પણ ગળી શકે છે અને તેના અનેક ઉદાહરણો જોવા મળતા હોય છે. જોકે, એકવાર અજગર કોઈ ચીજ ગળી જાય પછી જવલ્લે જ તેને બહાર કાઢે છે અને જ્યારે આવું દૃશ્ય સામે આવે તે ભાગ્યે જ જોવા મળતી ઘટના સર્જાય છે. આવી જ એક ઘટનામાં અજગરે ગળી ગયેલો નોળિયો (Python swallowed Mongoose)બહાર કાઢી નાખ્યો હતો. આ દૃશ્યો કેમેરામાં લાઇવ કેદ થયા છે અને આ વીડિયો વાયરલ થયો છે.

બનાવની વિગતો એવી છે કે જૂનાગઢના (junagadh) કેશોદના (Keshod) શેરગઢના (shergadh) કૃષ્ણનગરમાં અજગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આજે કૃષ્ણનગર વિસ્તારમાં અજગર દેખાતા ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગે આ આ છ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કર્યુ હતું ત્યારે અજગરને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. દરમિયાન અજગરના રેસ્ક્યૂ વખતે એક દુર્લભ ઘટના સામે આવી હતી.

પ્રકૃતિ પ્રેમીઓ આ ઘટનાને ભાગ્યે જ જોવા મળતી ઘટના તરીકે વર્ણવે છે. અહીંયા જ્યારે અજગરનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેણે ગળી ગયેલો નોળિયો બહાર કાઢ્યો હતો. આ ઘટનાના દિલધડક દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા. આમ શેરગઢનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

આ પણ વાંચો : સિદ્ધપુર : પ્લાસ્ટિકની બોટલમાં ભરીને ફેંકી દીધેલા 13 ભ્રુણ મળ્યા, 'માનવતાની હત્યા'નો વધુ એક કિસ્સો

દરમિયાન અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને તેને વનવિભાગના નિયમો મુજબ એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે ચર્ચા જગાવી હતી.

આ પણ વાંચો : જૂનાગઢ : બંધ મકાન ભેદી સંજોગોમાં બળીને ખાક, પૂર્વ મેયરના પુત્ર રાવણ સહિત 9 સામે આક્ષેપ

જોકે, ચોમાસાની સિઝન હોય સરીસૃપો બહાર આવી જવાના કિસ્સા જોવા મળતા હોય છે ત્યારે આજે વાડી વિસ્તારમાં દેખાયેલા અજગરને સલામત રીતે રેસ્ક્યૂ કરીને ખસેડવામાં આવ્યો હતો.
Published by: Jay Mishra
First published: July 21, 2021, 6:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading