જૂનાગઢ : બે સંતાનોની માતા સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો પૂર્વ પ્રેમી, મહિલાએ ઇન્કાર કરતા કરી હત્યા

News18 Gujarati
Updated: July 6, 2021, 2:54 PM IST
જૂનાગઢ : બે સંતાનોની માતા સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો પૂર્વ પ્રેમી, મહિલાએ ઇન્કાર કરતા કરી હત્યા
જૂનાગઢના માંગરોળ તાલુકામાં થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો

માંગરોળના ઢેલાણા ગામે ખેલાયો ખૂની ખેલ, પતિ ઘરમાં હાજર નહોતો, પૂર્વ પ્રેમીએ કરી કરપીણ હત્યા

  • Share this:
અતુલ વ્યાસ, જૂનાગઢ : જૂનાગઢ (Junagadh) જિલ્લાના માંગરોળ (Mangrol) તાલુકાના ઢેલાણા (Dhelana Village) ગામે ગઈકાલે ખૂની ખેલ (Murder) ખેલાયો હતો. માંગરોળના ઢેલાણા ગમે 45 વર્ષીય એક પરિણીતાની (Woman) ઘાતકી હત્યા કરાયેલા હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળે જઈને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા પ્રેમ પ્રકરણમાં (Love Affair)માં થઈ હોવાનું સામે આવ્યું છે. મહિલાનો પહેલાં એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતા પરંતુ મહિલાએ ઇન્કાર કર્યો હતો. આથી આ વ્યક્તિએ મહિલાની હત્યા કરી નાખી. પોલીસે આ મામલે મનસુખ પીઠા પરમાર નામના આરોપીની અટક કરી છે.

બનાવની વિગતો મુજબ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ઢેલાણા નામનું એક ગામ આવેલું છે. અહીંયા ગઈકાલે સોંલકી પરિવારની પરિણીતા ભારતી બહેનની તેમના જ ઘરમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અને તેની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું હતું. જોકે, આ કમકમાટી ભર્યા ખૂની ખેલના કારણે લોકોમાં ડરનો માહોલ પ્રસરાયો હતો.

આ પણ વાંચો : અમરેલી : પીપાવાવમાં સિંહોના આંટાફેરાનો Video Viral, જંગલ છોડીને રસ્તે આવી ચઢ્યા સાવજ

બનાવની જાણ થતા માંગરોળ પી.એસ.આઈ વી.યુ. સોલંકી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. ત્યારે આરોગ્ય કેન્દ્ર પર પણ લોકોના ટોળો ઉમટ્યા હતા. દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે મહિલાનો પતિ નરેન્દ્રભાઈ કોઈ કામ અર્થે માંગરોળ ગયો હતો ત્યારે તેના જ ઘરમાં આ ઘાતકી હત્યા થઈ હતી.

પોલીસે આ મામલે તપાસ કરતા સામે આવ્યું કે મહિલા ભારતી બહેન નરેન્દ્ર ભાઈ સોલંકી નામની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ છે. મૃતક મહિલાનો અગાઉ મનસુખ પીઠા પરમાર સાથે પ્રેમ સંબંધ હતો. જોકે, મહિલાએ આ સંબંધો તોડી નાખતા મનસુખ જબરદસ્તી તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. આ અંગે ગઈકાલે મોકો જોઈને મનસુખે મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.આ પણ વાંચો : અમરેલી : ધોળેદિવસે ફાયરિંગનો CCTV Video, બિપીન ટેલરમાં બૂલેટ પર આવેલા શખ્સોએ ગોળી ચલાવી

મહિલાનો પતિ બહાર હતો ત્યારે તેના ઘરે જઈને મનસુખે ખૂની ખેલ ખેલ્યો હતો. મહિલાની ઉંમર 45 વર્ષ છે અને તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. આ ઘાતકી હત્યાકાંડના પગલે દીકરા અને દીકરીએ માતાનો ખોળો ગુમાવી દીધો છે.

આ પણ વાંચો : રાજકોટ : દુષ્કર્મ પીડિત સગીર દીકરીએ બાળકીને જન્મ આપ્યો, માતાપિતાએ પ્રસુતિ કરાવી રઝળતી મૂકી દીધી

મહિલાની હત્યા અંગે પોલીસ દ્વારા શકમંદ કારણના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં મનસુખનું નામ ખુલ્યું હતું. પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
Published by: Jay Mishra
First published: July 6, 2021, 2:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading