મોરબી: જૂની અદાવતમાં ધોકા, પાઇપથી હુમલો, એકનું મોત, મારામારીનો વીડિયો આવ્યો સામે


Updated: June 22, 2021, 11:52 AM IST
મોરબી: જૂની અદાવતમાં ધોકા, પાઇપથી હુમલો, એકનું મોત, મારામારીનો વીડિયો આવ્યો સામે
હુમલામાં એકનું મોત.

મોરબીના ધરમપુર ગામે રહેતા ભરતભાઈ પરમાર (Bharatbhai Parmar) નામના વ્યક્તિ પર ગામમાં જ રહેતા ઈસમોએ લાકડી, પાઇપ, ધોકા વડે હુમલો કર્યો હતો.

  • Share this:
અતુલ જોશી, મોરબી: મોરબીમાં તાલુકાના ધરમપુર ગામે (Dharampur village) જૂની અદાવતનો ખાર રાખી એક યુવાન પર 10 જેટલા વ્યક્તિઓએ જીવલેણ હુમલો (attack) કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત થતા આ બનાવ હત્યામાં પલટાયો છે. મોરબી તાલુકા પોલીસે (Morbi taluka police) હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની વિગતે વાત કરીએ તો મોરબીના ધરમપુર ગામે રહેતા ભરતભાઈ પરમાર (Bharatbhai Parmar) નામના વ્યક્તિ પર ગામમાં જ રહેતા ઈસમોએ લાકડી, પાઇપ, ધોકા વડે હુમલો કર્યો હતો.

આ બનાવમાં મૃતક ભરતભાઈના પત્ની મંજુબેન ભરતભાઈ પરમાર (ઉં.વ. 28) અને તેના પતિ ભરતભાઈને જૂની માથાકૂટ ચલતી હોય તેનો ખાર રાખી આરોપી જાદવભાઈ ઉર્ફે જાદો, બેચરભાઈ ભરવાડ, બેચરભાઈ ભરવાડનો ભાઈ શલીયો ભરવાડ, મૈલો કોળી, મૈલા કોળીનો ભાઈ સંજય કોળી, બળીયો કોળી, બળિયા કોળીના સંબધી શિવો કોળી અને શિવા કોળીનો દીકરો બાબો કોળીએ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: ગોંડલ: પોલીસ સ્ટેશનમાં જ પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાની ફિલ્મી સ્ટાઇલમાં ફડાકાવાળી, મામલો હાઇકોર્ટ પહોંચ્યો 

આ હુમલામાં જગદીશભાઈ અને ભરતભાઈને પરમારને માર મારતા ભરતભાઈને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હૉસ્પિટલ ઇજાગ્રસ્ત ભરતભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે બંને વ્યક્તિઓ નશાની હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે  હાલ મોરબી પોલીસે નવ ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદનો લાલબત્તી સમાન કેસ: યુવતી નિર્વસ્ત્ર થઈને વીડિયો કૉલ કરે છે અને શરૂ થાય છે આખો ખેલ...

આ આખી હુમલાની ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં મારા મારીના દ્રશ્યો જોઈ શકાય છે. આ ઉપરાંત બે વ્યક્તિઓ હાથમાં ધોકા સાથે જોવા મળી રહ્યા છે. જેમાંથી એક વ્યક્તિ મહિલા પર હુમલો કરી રહ્યો છે. હુમલો કરનાર વ્યક્તિ લથડિયા ખાતો હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે મોરબી તાલુકા પી.આઈ. એમ આર ગોઢાણીયાએ તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: June 22, 2021, 11:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading