રાજકોટઃ 'મોતના કૂવા' જેવા સ્ટંટનો video,મોરબી હાઈવે ઉપર યુવકોના જીવલેણ સ્ટંટ


Updated: October 21, 2021, 5:03 PM IST
રાજકોટઃ 'મોતના કૂવા' જેવા સ્ટંટનો  video,મોરબી હાઈવે ઉપર યુવકોના જીવલેણ સ્ટંટ
બાઈક સ્ટંટ વીડિયો પરથી તસવીર

rajkot bike stunt video: ત્રણ બાઇક સવાર (bike) જોખમી રીતે હાઇવે ઉપર પોતાના બાઈકનો ઉપયોગ કરી સ્ટંટ (bike stunt) કરી રહ્યા છે. એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટના પોતાના કેમેરામાં કેદ (bike stunt caught in camera) કરી લીધી છે.

  • Share this:
રાજકોટઃ રાજકોટ શહેરમાં (rajkot city) જાણે કે કાયદાનો (law and order) કોઇ ડર જ ન હોય તે પ્રકારે ત્રણ બાઇક સવાર જોખમી રીતે સ્ટંટ કરી રહ્યા (bike stunt) હોય તે પ્રકારના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ (viral video on social media) થઇ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે કઈ રીતે ત્રણ બાઇક સવાર જોખમી રીતે હાઇવે ઉપર પોતાના બાઈકનો ઉપયોગ કરી સ્ટંટ કરી રહ્યા છે. ત્રણે બાઇક સવાર જ્યારે આ પ્રકારે જોખમી રીતે સ્ટંટ કરી રહ્યા હતા ત્યારે એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટના પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે. ત્યારે વાયરલ થયેલ વીડિયોના આધારે પોલીસ (police) દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જામનગર હાઇવે તેમજ રાજકોટ મોરબી હાઇવે પર અવારનવાર ટુ વ્હીલર તેમજ થ્રી વ્હીલર ની રેસ લગાવવામાં આવતી હોય છે. ત્યારે બુધવારની રાત્રે પણ રાજકોટ મોરબી હાઇવે પર મારવાડી યુનિવર્સિટી પાસે ત્રણ બાઇક સવાર જોખમી રીતે બાઈક ઉપર સુતા સુતા સ્ટંટ કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થવા પામ્યા છે.

જાણે કે સ્ટંટ કરનારા યુવાનો ને કાયદાનું કોઈ ડર જ ન હોય તે પ્રમાણે તેઓ હાઈવે ઉપર બેદરકારી ભર્યુ વલણ દાખવી સ્ટંટ કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે.  મળતી માહિતી અનુસાર રાજકોટ મોરબી હાઇવે પર ગઇકાલે રાત્રીના 11 થી 11:30 વાગ્યા આસપાસ ત્રણ જેટલા યુવાનો દ્વારા બાઈક પર સુતા સુતા બાઈક દ્વારા સ્ટંટ કરવામાં આવી રહ્યા હતા.આ સમયે તેઓ રાજકોટ મોરબી હાઇવે પર આવેલા રતનપર નજીક હિન્દુસ્તાન પેટ્રોલિયમના પંપ પાસેથી પણ પસાર થયા હોવાનું વીડિયોમાં કેદ થવા પામ્યું છે. ત્યારે વાયરલ થયેલા વીડિયો મામલે પોલીસ જોખમી સ્ટંટ કરી પોતાની અને અન્ય વાહનચાલકોની જીંદગી જોખમમાં મૂકનારા લોકો સામે ક્યાં પ્રકારની કડક કાર્યવાહી કરે છે તે જોવું અતિ મહત્વ નું બની રહેશે.

આ પણ વાંચોઃ-Viral: વિદ્યાર્થીએ પરીક્ષામાં લખ્યો એવો જવાબ કે પેપર ચેક કરી શિક્ષક પહોંચી ગયા કોમામાં!

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મોરબી શહેરમાં સુરત શહેરમાં સુરત જિલ્લામાં તેમજ રાજકોટ શહેરમાં પણ જોખમી પ્રકારે યુવાનો બાઈક ના સ્ટંટ કરતા હોય તે પ્રકારની ઘટના સામે આવી ચૂકી છે.

આ પણ વાંચોઃ-અજાણી મહિલાને મોબાઈલ નંબર આપવો અમદાવાદના વેપારીને ભારે પડ્યો, વાંચો honey trapનો ફિલ્મી કિસ્સો

જે મામલે અગાઉ સંબંધિત પોલીસ દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે બુધવારના બનેલ આ ઘટનામાં આરોપીઓ કેટલા સમયમાં ઝડપાઈ જાય છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by: ankit patel
First published: October 21, 2021, 5:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading