રાજકોટઃ અકસ્માતનો live video, જાગનાથ પ્લોટમાં કારે ટક્કર મારતા એક્ટીવા ચાલક મહિલા ફૂટબોલની જેમ ફેકાઈ


Updated: April 1, 2021, 8:48 PM IST
રાજકોટઃ અકસ્માતનો live video, જાગનાથ પ્લોટમાં કારે ટક્કર મારતા એક્ટીવા ચાલક મહિલા ફૂટબોલની જેમ ફેકાઈ
સીસીટીવી પરથી તસવીર

રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં કાર ચાલકે એકટીવા મહિલા ચાલકને અડફેટે લીધાનો બનાવ બન્યો હતો. કારચાલકે મહિલા ચાલકને અડફેટે લેતા મહિલાને ઇજા પહોંચી હતી.

  • Share this:
રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot city) વધુ એક અકસ્માતનો (Accident) બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં આવેલી ધર્મેન્દ્રસિંહ કોલેજની (Dharmendrasinh College) સામેની શેરીમાં જાગનાથ પ્લોટમાં (Jagannath Plot) અકસ્માતનો બનાવ બન્યાનું સામે આવ્યું છે. કાર અને બાઈક વચ્ચે અકસ્માતની (Bike car accident) ઘટના બન્યાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ (accident cctv) પણ હાલ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, કાર ચાલક દ્વારા મહિલા એક્ટિવા ચાલકને (woman activa rider) અડફેટે લેવામાં આવી છે. કારચાલકે એક્ટિવાને અડફેટે લેતા મહિલા ફૂટબોલની (Football) જેમ ફંગોળાઈ હોવાનું સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાંજના પાંચ વાગ્યા આસપાસ જાગનાથ પ્લોટ વિસ્તારમાં કાર ચાલકે એકટીવા મહિલા ચાલકને અડફેટે લીધાનો બનાવ બન્યો હતો. કારચાલકે મહિલા ચાલકને અડફેટે લેતા મહિલાને ઇજા પહોંચી હતી.

જેના કારણે તેને સારવાર છે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે તેણે પોતાનું એકટીવા સ્લીપ થઇ ગયાનું જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં મહિલાએ પોતાનું નામ ખ્યાતિ હોવાનું જણાવ્યું હતું. એક તરફથી મહિલાને કાર ચાલકે અડફેટે લીધા હોવાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ માતાએ પ્રેમી સાથે મળીને સગીર પુત્રીની કરી હતી હત્યા, કોર્ટે બંનેને ફટકારી ફાંસીની સજા, શું હતી આખી ઘટના?

આ પણ વાંચોઃ-સુરતનો ચેતવણીરૂપ કિસ્સો! ઘરમાં એકાંતમાં વીડિયો કોલમાં સામસામે નિર્વસ્ત્ર થયા યુવક-યુવતી પછી...

બીજી તરફ તેણે સિવિલ હોસ્પિટલ ખાતે એક્ટિવા સ્લીપ થઈ જતા ઇજા પહોંચી હોવાનું જણાવ્યું છે. ત્યારે સમગ્ર મામલે અકસ્માતની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.આ પણ વાંચોઃ-નોકરના પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ ખીલીરૂપ પ્રોફેસર પતિની કરાવી હત્યા, પ્રેમીએ ઉતાર્યો મોતને ઘાટ

આ પણ વાંચોઃ-હોળીના દિવસે પતિ પત્ની માટે લાવ્યો રૂ.700ની સાડી, નારાજ પત્નીએ કરી લીધી આત્મહત્યા

ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે રાજકોટમાં બે જેટલા અકસ્માતના બનાવો સામે આવ્યા હતા. એક અકસ્માત રાજકોટ શહેરના ત્રિકોણબાગ નજીક બન્યો હતો. જે અકસ્માતમાં મહિલાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.જ્યારે કે અકસ્માતની બીજી ઘટના રાજકોટ શહેરના રૈયા રોડ પર બની હતી. જે અકસ્માતમાં પત્નીની નજર સામે જ પત્નીના મોઢા ઉપરથી ટ્રેક્ટર ફરી વળ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. મહિલાને વધુ સારવાર અર્થે સૌપ્રથમ રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ ખસેડવામાં આવી હતી.
Published by: ankit patel
First published: April 1, 2021, 8:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading