રાજકોટ : મહિલાની માલિકીની જગ્યા પચાવી પાડનાર રહીમ અને યાસીન નામના પિતા પુત્ર ઝડપાયા


Updated: July 18, 2021, 4:19 PM IST
રાજકોટ : મહિલાની માલિકીની જગ્યા પચાવી પાડનાર રહીમ અને યાસીન નામના પિતા પુત્ર ઝડપાયા
ગોંડલ શહેરના સુખનાથ નગરમાં રહેતા અને ઘોઘાવદર રોડ ઉપર બે શેડની માલિકી ધરાવતા મહિલાએ ગુલ્ફી બનાવતા પિતા-પુત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી

ગોંડલ શહેરના સુખનાથ નગરમાં રહેતા અને ઘોઘાવદર રોડ ઉપર બે શેડની માલિકી ધરાવતા મહિલાએ ગુલ્ફી બનાવતા પિતા-પુત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી

  • Share this:
રાજકોટ : ગ્રામ્યમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગ (land grabbing)ની વધુ એક ફરિયાદ નોંધાઇ છે. ગોંડલ (Gondal)માં ગુલ્ફીનો વ્યવસાય કરતા પિતા પુત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. ગોંડલ શહેરના સુખનાથ નગરમાં રહેતા અને ઘોઘાવદર રોડ ઉપર બે શેડની માલિકી ધરાવતા મહિલાએ ગુલ્ફી બનાવતા પિતા-પુત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલ સરકારી હોસ્પિટલ પાછળ આવેલ સુખનાથ નગરમાં રહેતા ચંપાબેન રણછોડભાઈ ગજેરા દ્વારા રહીમ ઈસ્માઈલભાઈ બાલાપરિયા અને તેનો પુત્ર યાસીન વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને આઈપીસી કલમ 447, 506 (2 ) મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોરાજકોટ : 'તારા છોકરાએ તો ત્રણ-ત્રણ લગ્ન કર્યા', પાડોશીઓની મારા મારી હત્યામાં પલટાઈ

બનાવ અંગે ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ગોંડલના નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ચંપાબેન રણછોડભાઈ ગજેરાની રેવન્યુ સર્વે નંબર 209 ની જમીનમાં બે પાકા શેડ આવેલા હોય અને આશરે 15 વર્ષ પહેલાથી તેમાં રહીમ ઈસ્માઈલભાઈ બાલાપરિયા ભાડે રાખી ગુલ્ફી બનાવવાનું કારખાનું ચલાવતા હોય જે ખાલી કરવાનું કહેતા ફરિયાદીના પુત્ર સાથે ઝઘડો કરી લોખંડના પાઇપ વડે માર મારવાનો પ્રયત્ન કરતા રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ અંગે અરજી કરવામાં આવી હતી જેની તપાસમાં દબાણ થયાનું જણાતા સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો - રાજકોટ : જાહેર શૌચાલયમાં વિદેશી દારૂનો ધંધો? પોલીસે આશિષ ઠાકુરને ઝડપી પાડ્યો, પિન્ટૂની શોધ શરૂ

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે નવનિયુક્ત કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત બેઠક મળી હતી. છે બેઠકમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણા, રાજકોટ શહેરના ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા તેમજ રેવન્યુ ના અધિકારી હાજર રહ્યા હતા. બેઠકમાં 25 જેટલા પ્રકરણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
Published by: kiran mehta
First published: July 18, 2021, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading