રાજકોટ : 'દગાથી લગ્ન કરાવ્યા, તમારી દીકરી માનસિક છે તેને લઇ જાઓ', પત્નીને હેરાન કરવાનું પતિને ભારે પડ્યું


Updated: April 11, 2021, 11:31 PM IST
રાજકોટ : 'દગાથી લગ્ન કરાવ્યા, તમારી દીકરી માનસિક છે તેને લઇ જાઓ', પત્નીને હેરાન કરવાનું પતિને ભારે પડ્યું
રાજકોટ પોલીસ અને પ્રતિકાત્મક તસવીર

પરિણીત પીડિતાએ જણાવી આપવીતી, લગ્ન જીવન બચાવવા તે સાસરિયાનો ત્રાસ સહન કરતી રહી, આખરે હિંમત તૂટી

  • Share this:
રાજકોટ : આપણા સમાજમાં સ્ત્રીને પુરુષની સમોવડી તો ગણવામાં આવે છે. પરંતુ હજુ પણ આપણા સભ્ય સમાજમાં સ્ત્રીઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે સ્ત્રીઓ ઉપરના અત્યાચાર નો સિલસિલો કયારે અટકશે તે તો ઈશ્વર જ જાણે.

પ્રાપ્ત માહિતી અનુસાર, થોરાળામાં પોતાના પિયર રહેતી યુવતી જાનકીએ ( નામ બદલાવેલ છે ) ભાવનગર રહેતા સાસરિયા પક્ષના લોકો સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના લગ્ન વર્ષ પહેલાં હિતેશ મકવાણા નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેના સંતાનમાં એક પુત્રી છે. લગ્નજીવન શરૂ થયાના થોડા સમય બાદ સાસરિયા પક્ષો દ્વારા ત્રાસ ગુજારવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ લગ્ન જીવન બચાવવા તે સાસરિયાનો ત્રાસ સહન કરતી હતી. પરણીતાએ ભાવનગર રહેતા પતિ હિતેષ મકવાણા, સાસુ લક્ષ્મી મકવાણા, જેઠ સંજય મકવાણા, નણંદ અરુણા વાળા, નણંદોયા ચંદુ વાળા, સસરા ગોવિંદ મકવાણા જેઠાણી પ્રભા મકવાણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો - રાજકોટમાં દર્દનાક ઘટના : પ્રેમમાં અંધ માતાએ પ્રેમી સાથે મળી પાંચ વર્ષના બાળકની હત્યા કરી દાટી દીધો

પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, સાસરિયા પક્ષના લોકોને ચડામણીથી હિતેશ મારા પરિવારજનોને ફોન કરીને કહ્યું હતું કે તમે દગાથી લગ્ન કરાવ્યા છે. તમારી દીકરી માનસિક છે તેને લઈ જાવ. સાસરિયામાં પતિ હિતેષ મારકૂટ પણ કરતો હોવાનું પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે. ત્યારે સાસરિયા પક્ષના લોકો ના ત્રાસથી કંટાળીને પરિણીતાએ દોઢ મહિનાથી પોતાના પિયરમાં રહે છે.

આ પણ વાંચો - રાજકોટ : 'હદ કર દી', ઘરના સભ્યો પણ તેને IPS જ સમજતા, કેમ બન્યો નકલી IPS થયો ખુલાસો

પરિણીતાની હિંમત તૂટતા આખરે તેને ન્યાયની માગણી સાથે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જોકે પરણિતાને સમગ્ર મામલે ન્યાય મળે છે કે કેમ અને તેના સાસરિયાઓ ને સજા મળે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. ઉલ્લેખનીય છે કે રોજ બરોજ રાજકોટના મહિલા પોલીસ મથકમાં સ્ત્રીઓ ઉપરના અત્યાચારની અનેક ફરિયાદો મળતી હોઈ છે.
Published by: kiran mehta
First published: April 11, 2021, 11:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading