રાજકોટમાં હદ થઈ ગઈ! કોવિડ કેર સેન્ટરનો રૂમ ધૂમ્રપાન માટે રિઝર્વ રાખ્યો, 20 એટેન્ડન્ટને રાતો-રાત સસ્પેન્ડ કરાયા


Updated: May 9, 2021, 6:20 PM IST
રાજકોટમાં હદ થઈ ગઈ! કોવિડ કેર સેન્ટરનો રૂમ ધૂમ્રપાન માટે રિઝર્વ રાખ્યો, 20 એટેન્ડન્ટને રાતો-રાત સસ્પેન્ડ કરાયા
રાજકોટ કોવિડ કેર સેન્ટર

તપાસમાં એટેન્ડેન્ટ પાસેથી સિગારેટનો જથ્થો પણ મળી આવતા 20 જેટલા એટેન્ડેન્ટને રાતોરાત ડિસમીસ કરી દેવામાં આવ્યા હતા.

  • Share this:
રાજકોટ : સમરસ કોવિડ કેર સેન્ટરનો રૂમ ધૂમ્રપાન માટે રિઝર્વ રાખેલો હોવાની ફરિયાદો ઉઠતા કલેક્ટર તંત્રએ તપાસ કરી 20 એટેન્ડેન્ટને રાતોરાત ડીસમીસ કરી દેતા ફફડાટ ફેલાયો છે. કોવિડ કેર સેન્ટરના રૂમમાં ધૂમ્રપાન કરતા હોય દર્દીઓની ફરિયાદના આધારે તંત્રએ એક્શનમાં આવી પગલું ભર્યાનું બહાર આવ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટરમાં એટેન્ડેન્ટ ધૂમ્રપાન કરતા હોવાની ફરિયાદના આધારે બે દિવસ પહેલાં કલેક્ટર તંત્રએ રાત્રીના એક્શનમાં આવી તપાસ કરતા કોવિડ કેર સેન્ટરનો એક રૂમ માત્ર ધૂમ્રપાન માટે રાખ્યો હોવાનું બહાર આવ્યું હતું, તેમજ વધુ તપાસમાં એટેન્ડેન્ટ પાસેથી સિગારેટનો જથ્થો પણ મળી આવતા 20 જેટલા એટેન્ડેન્ટને રાતોરાત ડિસમીસ કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - રાજકોટ : જાગનાથ પ્લોટમાંથી ઝડપાયું કુટણખાનું, માતા કુટણખાનું ચલાવતી દીકરો ગ્રાહકો શોધી લાવતો

મહત્વનું છે કે, હાલમાં જ યુનિવર્સિટી પોલીસે કોવિડ હોસ્પિટલમાંથી ચોરી કરનાર એટેડેન્ટ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત બળાત્કાર, બેડનો કાળાબજાર સહિતની ઘટનાઓમાં પણ અગાઉ એટેન્ડેન્ટ સામે ગુના નોંધાયા હતા. સમરસ હોસ્પિટલમાં કોવિડના એક દર્દીના મૃતદેહ પરથી દાગીના, મોબાઈલ અને રોકડ સહિતની વસ્તુઓની ચોરી કરવાના ગુનામાં યુનિવર્સિટી પોલીસે સમરસ હોસ્પિટલના ત્રણ એટેન્ડેન્ટ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. તેમજ સિવીલ હોસ્પિટલમાં તાજેતરમાં જ કોવિડ વોર્ડમાં પ્રૌઢાને હાથ-પગ દબાવવાના બહાને એટેન્ડેન્ટએ દુષ્કર્મ આચર્યાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે તેમજ કોવિડ વોર્ડમાં બેડ અપાવી દેવાના મામલે રૂપિયા લેતો સિવીલ હોસ્પિટલનો એટેડેન્ટ સામે પ્ર.નગર પોલીસ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ બન્ને શખસોની ધરપકડ કરી હતી ત્યારે વધુ એક આવી જ ઘટના થી રાજકોટનું નામ શર્મશાર થયું છે.

આ પણ વાંચોભાગ્યની ક્રૂર મજાક, લગ્ન પહેલા જ વરરાજાનું મોત, ડોડિયા પરિવારમાં ખુશીના અવસરે જ માતમ છવાયો

મહત્વનું છે કે, જે રીતે એટેડેન્ટ ની ભૂમિકા ઘણી વખત અનેક ઘટનાઓમાં સામે આવતી હોય છે જે સિવિલ હોસ્પિટલ માટે પણ એક શર્મશાર બાબત કહી શકાય. અગાઉ પણ આવી ઘટનાઓમાં એટેન્ડન્ટ ની સંડોવણી સામે આવી હતી અને તેની સામે અલગ અલગ પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયા છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા તાત્કાલિક અધિકારીઓ દ્વારા એક્શનમાં આવી એટેડેન્ટને ડિસમિસ કરી દેવાયા છે.
Published by: kiran mehta
First published: May 9, 2021, 6:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading