રાજકોટ : Corona મહામારી વચ્ચે વધુ એક બોગસ તબીબ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો ઝડપાયો


Updated: May 9, 2021, 7:01 PM IST
રાજકોટ : Corona મહામારી વચ્ચે વધુ એક બોગસ તબીબ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો ઝડપાયો
રાજકોટમાં નકલી તબીબ ઝડપાયા

બાતમી મળી હતી કે સંજય ભરતભાઈ હરણીયા સનાળી ગામે કોઈપણ ડોક્ટરી સર્ટિફિકેટ વગર દવાખાનું ચલાવે છે

  • Share this:
રાજકોટ : હાલ રાજકોટ સહિત સમગ્ર દેશ ભરમાં કોરોના નામની મહામારીએ પોતાનો કેર વર્તાવ્યો છે. ત્યારે બીજી તરફ મહામારી ની વચ્ચે પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબો ઝડપાઇ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિગ્રી વગર સંજય ભાઈ ભરતભાઈ હરણીયા નામનો ડોક્ટર લોકોને તબીબી સારવાર આપતો હોય તે પ્રકારની બાતમી મળી હતી. જે બાતમીના આધારે રેડ કરતા બોગસ તબીબી તેમજ તેનો સાથીદાર જીગ્નેશ ધીરુભાઈ તાવિયા ઘટનાસ્થળ પરથી મળી આવ્યા છે.

ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં એલ.સી.બિ. પીઆઈ એ. આર. ગોહિલે જણાવ્યું હતું કે, પીએસઆઈ એચ એમ રાણા તથા તેમની ટીમના માણસોને ચોક્કસ રાહે બાતમી મળી હતી કે સંજય ભરતભાઈ હરણીયા સનાળી ગામે કોઈપણ ડોક્ટરી સર્ટિફિકેટ વગર દવાખાનું ચલાવે છે. તે બાતમીના આધારે રેડ કરતા સંજય નામનો બોગસ તબીબ મળી આવ્યો હતો. જ્યારે કે તેને મદદ કરનાર જીગ્નેશ તાવિયા પણ મળી આવ્યો હતો. પોલીસે ઓક્સિજન મીટર, ગ્લુકોઝના બાટલા, ઇન્જેક્શન તથા જુદા જુદા રોગોની એન્ટીબાયોટિક દવા સહિત કુલ ૮૧ હજારથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ પણ વાંચોરાજકોટ : જાગનાથ પ્લોટમાંથી ઝડપાયું કુટણખાનું, માતા કુટણખાનું ચલાવતી દીકરો ગ્રાહકો શોધી લાવતો

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના બિ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસો અગાઉ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર બોગસ તબીબ દ્વારા રેસ્ટોરન્ટમાં સારવાર કરવામાં આવતી હોવાનું ખુલ્યું હતું. જે બાબતે એક દિવસનો ચાર્જ બોગસ તબીબ અને તેના પિતા દર્દીઓ પાસેથી 18000 રૂપિયા ઉઘરાવતા હોવાનું ખૂલ્યું હતું.

આ પણ વાંચો - ભાગ્યની ક્રૂર મજાક, લગ્ન પહેલા જ વરરાજાનું મોત, ડોડિયા પરિવારમાં ખુશીના અવસરે જ માતમ છવાયો ત્યારે રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ દ્વારા હેમંતભાઈ દામોદર ભાઈ રાજાણી અને શ્યામ હેમંતભાઈ રાજાને વિરુદ્ધ ગુનો દાખલ કરી હેમંતભાઈ દામોદર ભાઈ રાજાણીની ધરપકડ કરી હતી. જ્યારે કે મુખ્ય આરોપી શ્યામ હેમંતભાઈ રાજાણીની શોધખોળ હજુ પણ શરૂ છે. તપાસમાં ગયેલી ટીમને હોટલની બહાર ઉભેલા લોકોને પૂછપરછ કરતાં તેઓએ અંદર કોરોના ના દર્દીઓની સારવાર ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. હોટલની અંદર જતા બી ડિવિઝન પોલીસના અધિકારીઓને કોરોના સંક્રમિત દર્દીઓ દાખલ થયેલા જોવા મળ્યા હતા. તેમજ દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર મારફત ઓક્સિજન આપવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું હતું.
Published by: kiran mehta
First published: May 9, 2021, 7:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading