રાજકોટ : 'તારા છોકરાએ તો ત્રણ-ત્રણ લગ્ન કર્યા', પાડોશીઓની મારા મારી હત્યામાં પલટાઈ


Updated: July 18, 2021, 12:51 AM IST
રાજકોટ : 'તારા છોકરાએ તો ત્રણ-ત્રણ લગ્ન કર્યા', પાડોશીઓની મારા મારી હત્યામાં પલટાઈ
પાડોશીઓ વચ્ચેની મારા મારી હત્યામાં પલટાઈ

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અઠવાડિયા પૂર્વે પાડોશીઓ વચ્ચેની મારા મારીનો બનાવ સામે આવ્યો હતો

  • Share this:
રાજકોટ : શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અઠવાડિયા પૂર્વે મારામારીનો બનાવ સામે આવ્યો હતો. જે બનાવમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પ્રફુલાબેનનું મૃત્યુ નિપજતા મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે. ત્યારે સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા પ્રફુલાબેનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમમાં ખસેડવામાં આવી હતી. તેમજ હત્યાની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અઠવાડિયા પૂર્વે મારામારીનો બનાવ સામે આવ્યો હતો. જે બનાવમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પ્રફુલાબેનનું મૃત્યુ નિપજતા મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે. ત્યારે સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા પ્રફુલાબેનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમમાં ખસેડવામાં આવી હતી. તેમજ હત્યાની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રફુલાબેન અને સંતાનમાં બે પુત્ર અને એક દીકરી છે. એક પુત્રનું નામ જયદિપ જ્યારે કે, બીજા પુત્રનું નામ દિલીપ છે તેમજ પુત્રીનું નામ લીના છે. જ્યારે કે મૃતકના પતિ ભક્તિનગર પાસે સિક્યુરિટી નું કામકાજ કરે છે. ત્યારે આજીડેમ પોલીસ દ્વારા પ્રફુલાબેન સાથે મારામારી કરનાર દંપતી સહિત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ હત્યાની કલમ ઉમેરી તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો - રાજકોટ : જાહેર શૌચાલયમાં વિદેશી દારૂનો ધંધો? પોલીસે આશિષ ઠાકુરને ઝડપી પાડ્યો, પિન્ટૂની શોધ શરૂ

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 9મી જુલાઈના રોજ સાંજના પાંચ વાગ્યાના અરસામાં પ્રફુલાબેન નામના મહિલા પોતાના ઘરે હતા. ત્યારે શેરીમાં રહેતા સોનલબહેને પ્રફુલાબેનને કહ્યું હતું કે, તારા દીકરાએ તો ત્રણ ત્રણ લગ્ન કર્યા છે સારા માણસો આવું ન કરે. જેના જવાબમાં પ્રફુલ આ બહેને કહ્યું હતું કે, મારા દીકરાએ જે કર્યું હોય તે તમારે તેનાથી શું લેવાદેવા છે. આમ, પ્રફુલાબેન ના કહેતા સોનલબેન ઉશ્કે રાઇ ગયા હતા અને ત્યારબાદ તેઓ અપશબ્દો પણ કેવા લાગ્યા હતા.

આ પણ વાંચોરાજકોટ : સુખી ઘરની પરિણીતાને ત્રાસ, પતિએ કહ્યું - 'તું Indian, હું અમેરિકન, આપણો સ્વભાવ મેચ નહિ થાય'

આ સમય દરમિયાન તેમના પતિ પ્રતાપભાઈ અને તેમનો મિત્ર અશોકભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. પ્રફુલાબેન કંઇ સમજે તે પૂર્વે જ ત્રણેય મળીને તેમણે ઢીકા પાટું નો માર માર્યો હતો તેમજ હાથ પકડીને ખસેડવામાં પણ આવ્યા હતા. તો સાથેજ પાઇપ વડે પણ માર મારવામાં આવ્યો હતો. જેના કારણે પ્રફુલાબેન ને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક અસરથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
Published by: kiran mehta
First published: July 18, 2021, 12:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading