રાજકોટઃ પતિ અન્ય સ્ત્રી સાથે મૈત્રીકરારથી રહે છે, ઘરમાં CCTV કેમેરા ફીટ કરી રાખે છે નજર


Updated: April 25, 2021, 6:37 PM IST
રાજકોટઃ પતિ અન્ય સ્ત્રી સાથે મૈત્રીકરારથી રહે છે, ઘરમાં CCTV કેમેરા ફીટ કરી રાખે છે નજર
પ્રતિકાત્મક તસવીર

અમારા મકાનમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવી મોબાઈલમાં લાઈવ રેકોર્ડીંગ રાખી મારી ઉપર સતત નજર રાખે છે. સાસુ સસરા અને પતિ નજર રાખી રહ્યા છે.

  • Share this:
રાજકોટઃ રાજકોટ શહેરના (Rajkot) રેલનગરમાં રહેતા વંશિકાબેન વિજયભાઈ ચપલા નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં (mahila police station) ફરીયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે પતિ વિજય, સસરા વિરેન્દ્રભાઈ વલ્લભભાઈ ચપલા અને સાસુ બિનાબેનના નામો આપ્યા હતા. ફરીયાદમાં જણાવ્યું હતું કે, બીએડનો અભ્યાસ બાદ 2018માં વિરેન્દ્ર સાથે બન્નેના પરિવારોની રાજીખૂશીથી પ્રેમ લગ્ન કર્યા હતા. દરમિયાન સાસારીયાઓ પસંદ ન હોય કામ બાબતે મેણાટોણા મારતા હતા અને મારા દિકરાને અમારી જ્ઞાતિની છોકરીઓ મળી રહે તેમ હતી તેમ કહી સાસુ-સસરા ત્રાસ (domestice violence) આપતા હતા.

દરમિયાન પતિ અવાર નવાર માવતરેથી પૈસા લઈ આવવાનું કહી મારકૂટ પણ કરતો હતો  તેમજ તેને અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ હોય તેની સાથે વાતચીત પણ કરતા અને ઘેરથી ચાલ્યા જતા અગાઉ પ્રદ્યુમનનગર પોલીસમાં ગૂમ થયાની જાણ કરી હતી.

તેના પતિએ અન્ય સ્ત્રી સાથે મૈત્રીકરાર કરી લીધાનું પોલીસમાંથી જાણવા મળતા અને તેના પતિ તેની સાથે રહેતો હોય અને અમારા મકાનમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવી મોબાઈલમાં લાઈવ રેકોર્ડીંગ રાખી મારી ઉપર સતત નજર રાખે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ આ આર્યુવેદિક દવાથી સિવિલમાં 8000 કોરોના દર્દીઓએ મેળવી રાહત, ફટાફટ તમે પણ જાણી લો

આ પણ વાંચોઃ-જામનગરઃ અનૈતિક સંબંધોનો કરુણ અંજામ, ભાભીને છરીના ઘા મારી દીયરે પણ પોતાના શરીર ઉપર ઘા મારતા મોત

સાસુ સસરા અને પતિ નજર રાખી રહ્યા છે. તેમજ માવતરે જવાનું કહેતા હોવાથી 181માં ફોન કરી ફરિયાદ કરતા તે પોલીસને કેમ જાણ કરી કહી પહેરેલ કપડે કાઢી મૂકયાનું જણાવતા મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.આ પણ વાંચોઃ-રાજકોટઃ કર્ફ્યૂ દરમિયાન બર્થડે સેલિબ્રેશન કરવું ભારે પડ્યું, પોલીસપુત્ર રિઝવાન સહિત તમામ યુવકો ઝડપાયા

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! 29 વર્ષીય બહેને પોતાના નાના ભાઈના બાળકને આપ્યો જન્મ, નવજાતને કચરામાં ફેંક્યું

મહત્વનું છે કે જે રીતે મહિલા એ ફરિયાદ નોંધાવી છે તે મુજબ પોલીસે આરોપી તરીકે પતિ વિજય, સસરા વિરેન્દ્રભાઈ વલ્લભભાઈ ચપલા અને સાસુ બિનાબેનની શોધખોળ હાથ ધરી છે.  બીએડનો અભ્યાસ બાદ 2018માં વિરેન્દ્ર સાથે બન્નેના પરિવારોની રાજીખૂશીથી પ્રેમ લગ્ન કર્યા હતા.દરમિયાન સાસારીયાઓ પસંદ ન હોય કામ બાબતે મેણાટોણા મારતા હતા અને મારા દિકરાને અમારી જ્ઞાતિની છોકરીઓ મળી રહે તેમ હતી તેમ કહી સાસુ-સસરા ત્રાસ આપતા હતા.
Published by: ankit patel
First published: April 25, 2021, 6:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading