રાજકોટ: જયરાજ દાવડાની દાદાગીરીનો વીડિયો વાયરલ, એક્ટિવા ચાલકને કચડી નાખવાનો પ્રયાસ

News18 Gujarati
Updated: April 9, 2021, 5:05 PM IST
રાજકોટ: જયરાજ દાવડાની દાદાગીરીનો વીડિયો વાયરલ, એક્ટિવા ચાલકને કચડી નાખવાનો પ્રયાસ
વીડિયો વાયરલ થયો.

જયરાજ દાવડાએ એક એક્ટિવા ચાલક સાથે માથાકૂટ થાય બાદ તેને પોતાની કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેરમાં જયરાજ દાવડાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જયરાદ દાવડાની વધુ એક દાદાગીરી જોવા મળી છે. જયરાજ દાવડાએ એક એક્ટિવા ચાલક સાથે માથાકૂટ થાય બાદ તેને પોતાની કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જયરાજે પોતાની હોન્ડા સીટી કારથી એક્ટિવા ચાલકને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જોકે, સદનસિબે એક્ટિવા ચાલક થોડો પાછળ ખસી જતા તેનો જીવ બચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ લૉકડાઉન દરમિયાન જાહેર માર્ગ પર રાસ રમવાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં જોવા મળનાર શખ્સ જયરાજ દાવડા હોવાનું સામે આવ્યું હતું.

સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક એક્ટિવા ચાલક ચારની આગળ પોતાનું સ્કૂટર ઊભું રાખી દે છે. જે બાદમાં તે કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરે છે, તેની સાથે અન્ય એક વ્યક્તિ પણ હોય છે. આ દરમિયાન કાર ચાલકે કારને થોડી સાઇડમાં લઈને સ્કૂટરને ટક્કર મારીને ગાડી મારી મૂકે છે. બીજી તરફ એક્ટિવા પર આવેલા શખ્સ પોતાનું સ્કૂટર ઊભું કરે છે. આ દરમિયાન જ કાર ચાલક અચાનક રિવર્સમાં પૂર ઝડપે કાર દોડાવે છે અને સ્કૂટર ચાલકને ટક્કર મારવાનો પ્રયાસ કરે છે. જોકે, સ્કૂટર ચાલકની સમયસૂચકતાને કારણે તે બાજુમાં ખસી જાય છે અને તેનો જીવ બચી જાય છે.આ પણ વાંચો: અરવલ્લી: PSIએ દારૂ પીને મચાવી ધમાલ, પૂર ઝડપે જીપ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યાં

સમગ્ર મામલે પોલીસ સૂત્રોનું માનીએ તો જયરાજ દાવડા વિરૂદ્ધ માલવિયાનગર પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે. અરજીમાં કાર ચાલકે કારમાં રહેલું હથિયાર બતાવી ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે અરજી મામલે હાલ માલવિયાનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોપી ક્યારે પોલીસ ગિરફતમાં આવે છે તે જોવું અતી મહત્ત્વનું બની રહેશે.

આ પણ વાંચો: વિશ્વનું ભવિષ્ય કેવું હશે? 2040 સુધી દુનિયાનો અંત આવશે? અમેરિકાના રિપોર્ટમાં સામે આવી હકીકતગત વર્ષે વાયરલ થયો હતો વીડિયો

ગત વર્ષે કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં 21 દિવસના lockdownની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન રાજકોટ શહેર તેમજ જિલ્લામાં અનેક લોકોએ લૉકડાઉનનો ભંગ કર્યો હતો. પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને તમામ લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા હતા. આમ છતાં કેટલાક નબીરાઓની શાન ઠેકાણે આવી ન હતી. આ દરમિયાન જ કેટલાક નબીરા ઘરની બહાર નીકળી રાસ રમી રહ્યા હોય તેવો એક વીડિયો વાયરલ થયો હતો.

આ પણ વાંચો: રાજકોટ સિવિલની ઘોર બેદરકારી: અંતિમવિધિ થઈ ગઈ હતી તેના સગાને ફોન કરીને અંતિમવિધિ માટે આવવા કહ્યું!

ધવલ ગોહિલ નામના શખ્સના tiktok એકાઉન્ટ પરથી એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં બે જેટલા યુવાનો વ્હાઇટ કારના દરવાજાઓ ખુલ્લા રાખી ફ્રન્ટ હેડ લાઈટ પાસે રાસ રમી રહ્યા હતા. આ વીડિયોમાં દેખાતા બે શખ્સમાંથી એક વ્યક્તિ જયરાજ દાવડા હતો.
Published by: Vinod Zankhaliya
First published: April 9, 2021, 4:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading