રાજકોટ: બીમારીથી કંટાળીને વૃદ્ધાએ સાતમા માળેથી ઝંપલાવી દીધું, LIVE CCTV ફૂટેજ આવ્યા સામે


Updated: July 10, 2021, 2:48 PM IST
રાજકોટ: બીમારીથી કંટાળીને વૃદ્ધાએ સાતમા માળેથી ઝંપલાવી દીધું, LIVE CCTV ફૂટેજ આવ્યા સામે
બનાવ સીસીટીવીમાં કેદ.

જમનાબેનના ત્રણેય સંતાનો ઇમિટેશન જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઘરના આધાર સ્તંભ એવા માતાએ આપઘાત કરી લેતા સોલંકી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં હાલ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી હતી. સાથે જ બી ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં સેકન્ડ ફ્લોર પર પર પોતાના પરિવાર સાથે રહેતા જમનાબેન અરજણભાઈ સોલંકી નામના વૃદ્ધાએ સાતમા માળેથી પડતું મૂકીને મોતને વ્હાલું કર્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની જાણ બી ડિવિઝન પોલીસને થતા બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલીક અસરથી ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટ પોલીસની હત્યાનો પ્રયાસ: બુટલેગરે PSI અને અન્ય સ્ટાફ પર કાર ચઢાવી દેવાનો કર્યો પ્રયાસ

પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી. સાથે જ બી ડિવિઝન પોલીસ દ્વારા એફ.આઇ.આર નોંધવા સહિતની કામગીરી કરવામાં આવી છે. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસને જાણવા મળ્યું હતું કે વૃદ્ધા જમનાબેન ઘણા સમયથી માનસિક રીતે બીમાર હતા. પરિવારજનોએ પણ વૃદ્ધાએ બીમારીથી કંટાળીને આપઘાત જેવું પગલું ભરી લીધાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: અહીં રોકાણ કરો અને મહિનામાં જ પૈસા ડબલ થવાની શક્યતા, જાણો નિષ્ણાતોએ શું કહ્યું?

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે વૃદ્ધા જમનાબેને ગાઉન પહેર્યું છે. તેઓ પગરખાં પહેર્યા વગર જ પોતાના બીજા માળે આવેલા ઘરમાંથી સાત માળ સુધી પહોંચે છે. ત્યારબાદ તેઓ સાત માળની બાલ્કનીની પાળી ઉપર ચડી જાય છે. નીચે કૂદતી વખતે ડર ન લાગે તે માટે તેઓ ઊંધા ફરીને કૂદકો મારે છે.

આ પણ વાંચો: દેશ સેવાની ધૂન: વિદેશની નોકરી છોડીને બન્યા IPS; રિસેપ્શનિસ્ટનું કામ કર્યું, બાળકોને પણ ભણાવ્યાં

પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક જમનાબેનના ત્રણેય સંતાનો ઇમિટેશન જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઘરના આધાર સ્તંભ એવા માતાએ આપઘાત કરી લેતા સોલંકી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Published by: Vinod Zankhaliya
First published: July 10, 2021, 2:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading