રાજકોટઃ ડોમિનોઝ પિઝા સેન્ટરના મેનેજરે સાથે કામ કરતી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, કોલ્ડ સ્ટોરેજમાં લઈ જઈ લૂંટી આબરું


Updated: July 17, 2021, 7:02 PM IST
રાજકોટઃ ડોમિનોઝ પિઝા સેન્ટરના મેનેજરે સાથે કામ કરતી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, કોલ્ડ સ્ટોરેજમાં લઈ જઈ લૂંટી આબરું
પ્રતિકાત્મક તસવીર

Rajkot news: રાજકોટ શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા ડોમિનોઝ પિઝામાં નોકરી કરતી યુવતીને ડોમિનોઝ પિઝા સેન્ટરના મેનેજર ઉમેશ શર્માએ લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી પોતાના હવસનો શિકાર બનાવી હોવાનું સામે આવ્યું છે.

  • Share this:
રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot city news) ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના ડોમિનોઝ પિઝા સેન્ટરના મેનેજર (Manager of the Domino's Pizza Center) દ્વારા સાથી કર્મચારી યુવતી પર દુષ્કર્મ ગુજાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ (Malviya Nagar Police) દ્વારા પિતાની ફરીયાદના આધારે દુષ્કર્મ તેમજ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે કે સમગ્ર મામલાની તપાસ એસ.ટી એસ.સી સેલને સોંપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા ડોમિનોઝ પિઝા માં નોકરી કરતી શ્વેતા ( નામ બદલાવેલ છે ) નામની કર્મચારીને ડોમિનોઝ પિઝા સેન્ટરના મેનેજર ઉમેશ શર્માએ લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી પોતાના હવસનો શિકાર બનાવી હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર મામલે પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે, તે ગાંધીગ્રામમાં આવેલ રાવલ નગરમાં રૂમ ભાડે રાખીને રહેતી હતી. તેમજ દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા ડોમિનોઝ પિઝા સેન્ટર માં કામ કરતી હતી. કામ કરતા દરમિયાન તેનો પરિચય ડોમિનોઝ પિઝા સેન્ટર ના મેનેજર અને મૂળ ઉત્તર પ્રદેશ મથુરા ના વતની એવા ઉમેશ શર્મા સાથે થયો હતો.

આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

ઉમેશ શર્મા પીડિત અને કોઈને કોઈ કારણોસર પોતાની પાસે બોલાવતો હતો. ત્યારે એક વર્ષ પૂર્વે ઉમેશ શર્માએ પીડિતા સાથે કોલ્ડરૂમમાં બળજબરી રી તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સમગ્ર મામલે યુવતીએ પ્રતિકાર કરતા ઉમેશ શર્માએ તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી.આ પણ વાંચોઃ-પતિ સાથે બેવફાઈનો કરણુ અંજામ! પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં જ તેની કરી હત્યા, પછી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાશ

આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

તો સાથે જ કહ્યું હતું કે જો તું મારી સાથે શરીર સંબંધ નહીં રાખે તો તેને નોકરીમાંથી કાઢી મૂકીશ. તેમજ જો તુ સંબંધ રાખશે તો હું તારી સાથે લગ્ન કરીશ એવું વચન પણ આપ્યું હતું. ત્યારે યુવતીએ પોતાની નોકરી બચાવવા ઉમેશ શર્મા ના પ્રેમ જાળમાં ફસાઈ હતી.

દરમિયાન છેલ્લા એક વર્ષથી યુવતીનું શારીરિક શોષણ તેની મરજી વિરુદ્ધ કરવામાં આવી રહ્યું હતું. તેમજ એક માસ પૂર્વે ઉમેશ પોતાના વતનમાં જવાનું કહી રાજકોટ થી મથુરા ચાલ્યા ગયા બાદ પાછો આવ્યો ન હતો. બાદમાં યુવતીને ફોન ઉપર ગોળ ગોળ વાતો કરી તેને લગ્નની ના પાડી બેંગલોર ભાગી ગયો છે.
Published by: ankit patel
First published: July 17, 2021, 6:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading