રાજકોટઃ લૂટનો live video, આંખના પલકારે બાઈક સવાર બે લાખ રૂપિયા ભરેલો થલો તફડાવી ગયા


Updated: June 28, 2021, 10:31 PM IST
રાજકોટઃ લૂટનો live video, આંખના પલકારે બાઈક સવાર બે લાખ રૂપિયા ભરેલો થલો તફડાવી ગયા
બાઈક સવારોએ લૂંટને આપ્યો અંજામ ઘટના સીસીટીવીમાં કેદ

Rajkot news: રાજકોટ સાધુ વાસવાની રોડ ગોપાલ ચોક પાસે કેટલ ફીડના વેપારીને બાઈક ઉપર આવેલા બે યુવકોએ આંતરીને એક્ટીવા ઉપર લટકાવેલી બે લાખ રૂપિયા ભરેલી થેલી લૂંટની ફરાર થયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

  • Share this:
રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot city) ધોળે દિવસે રૂપિયા બે લાખની ચીલ ઝડપનો (loots of two lakh rupee bag) બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા ગોપાલ ચોક પાસે આંગડિયા પેઢીમાંથી (Angadiya pethi) રૂપિયા લઇ ઓફિસે જઈ રહેલા હરેશભાઈ નામની વ્યક્તિના ટુ વ્હીલરમાં રહેલા બે લાખ રૂપિયાનો થેલો બે બાઇક સવાર વ્યક્તિઓ ઝુંટવી જતા રહ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના નજીક લગાવેલા સીસીટીવીમાં કેદ (CCTV) થઈ હતી.ઘટનાની જાણ થતા તાત્કાલીક અસરથી ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસિયા સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા ગોપાલ ચોક પાસે ભીડ ભજન શેરી નંબર 3 નજીક આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઇ ઓફિસે જઈ રહેલા હરેશભાઈ નામની વ્યક્તિના ટુ વ્હીલરમાં રહેલા બે લાખ રૂપિયાનો થેલો બે બાઇક સવાર વ્યક્તિઓ ઝુંટવી જતા રહ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ હતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે સાંજના 5: 20 મિનિટ પર હરેશભાઈ પોતાના મોટરસાયકલમાં બે લાખ રૂપિયા લઈને ભીડભંજન સોસાયટી શેરી નંબર 3 પાસેથી પસાર થઈ રહ્યા છે. આ સમયે પાછળથી આવી રહેલા બે શખ્સોએ રોકડ રકમની ચીલ ઝડપ કરી ત્યાંથી નાસી છૂટયા હતા. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા હરેશભાઈ ની ફરિયાદ પરથી ચીલ ઝડપનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો: પ્રેમ સંબંધ તૂટતાં પ્રેમમાં પાગલ યુવતીએ કર્યું જોરદાર કારસ્તાન, પછી ભારે પસ્તાઈ

આ પણ વાંચોઃ-હેવાનિયત! લગ્ન બાદ તરત જ પતિ બન્યો હેવાન, દુલ્હનના પ્રાઈવેટ પાર્ટમાં આવ્યા સાત ટાંકા

આ પણ વાંચોઃ-છોટાઉદેપુરઃ તાલિબાની સજાનો કમકમાટી ભર્યો video આવ્યો સામે, મહિલા અને યુવકોએ યુવતીને માર્યો ઢોર મારતો સાથે જ હરેશભાઈ આંગડિયા પેઢી થી નીકળ્યા ત્યારથી લઇ જે જગ્યાએ ગુનો બનવા પામ્યો ત્યાં સુધી તમામ સીસીટીવી ફૂટેજ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા છે. આરોપીઓ ક્યાંથી હરેશભાઈ નો પીછો કરી રહ્યા હતા તે તમામ બાબતો જાણવા માટે સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.



ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 મેના રોજ બાલાજી કુરિયર નામની ઓફિસમાં લૂંટનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું. જે લૂંટની ઘટના મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ આરોપીઓને 17,94,000 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીઓએ માત્ર પંદર દિવસના જ સમયગાળા દરમિયાન 10 જેટલી લૂંટ તેમજ લૂંટના પ્રયાસને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું
Published by: ankit patel
First published: June 28, 2021, 10:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading