રાજકોટમાં કરૂણ ઘટના : ભાભી માએ વાત કરવાનું બંધ કરતા 15 વર્ષના દિયરે કર્યો આપઘાત, પરિવાર શોકમાં ગરકાવ


Updated: April 11, 2021, 8:48 PM IST
રાજકોટમાં કરૂણ ઘટના : ભાભી માએ વાત કરવાનું બંધ કરતા 15 વર્ષના દિયરે કર્યો આપઘાત, પરિવાર શોકમાં ગરકાવ
પ્રતિકાત્મક તસવીર

પરિવારજનો દ્વારા વ્હાલસોયા વિનોદની અશ્રુભીની આંખે અંતિમ વિધિ કરવામાં આવી, પરિવારજનો શોકમાં ગરકાવ

  • Share this:
રાજકોટ : લોધીકામાં રહેતા ૧૫ વર્ષીય તરૂણે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. તરુણની સાથે તેની ભાભી વાત ન કરતા હોવાથી માઠું લાગ્યું હતું, જેના કારણે તેને છતના હુકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો છે.

રાજકોટ શહેર તેમજ ગ્રામ્યમાં દિવસે અને દિવસે આપઘાત તેમજ આપઘાતના પ્રયાસના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કોઈ પોતાનું પ્રિય પાત્ર ન મળવાથી આપઘાત કરી રહ્યું છે તો કોઈ ઘરકંકાસથી તો કોઈ આર્થિક સંકળામણનો અનુભવ કરવાથી આપઘાત કરી રહ્યું છે. ત્યારે રાજકોટના લોધીકામાં ૧૫ વર્ષીય તરૂણ વિનોદભાઈ ધીરુભાઈ વાઘેલાએ પોતાના ઘરે છતના હુક માં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વ્હાલસોયા દીકરાએ ગળાફાંસો ખાઈ લીધાની જાણ પરિવારજનોને થતાં તેઓએ વિનોદને નીચે ઉતારી હોસ્પિટલે ખસેડ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા લોધિકા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી. ત્યારબાદ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. પીએમ પૂર્ણ થતાં મૃતકની લાશને તેમના પરિવારજનોને સોંપવામાં આવી હતી અને ત્યાર બાદ પરિવારજનો દ્વારા વ્હાલસોયા વિનોદની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

આ પણ વાંચોરાજકોટમાં દર્દનાક ઘટના : પ્રેમમાં અંધ માતાએ પ્રેમી સાથે મળી પાંચ વર્ષના બાળકની હત્યા કરી દાટી દીધો

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિનોદ ત્રણ ભાઇમાં સૌથી નાનો હતો. કોઈ કારણોસર વિનોદની સાથે તેના ભાભી તેની સાથે વાત કરવાનું બંધ કર્યું હતું, જે બાબતનું તેને માઠું લાગી આવતા તેણે પોતાનું જીવન ટુંકાવી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. વ્હાલસોયા નગરના સૌથી નાનકડા એવા પુત્રના આપઘાતથી વાઘેલા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ પણ વાંચો - રાજકોટ : 'હદ કર દી', ઘરના સભ્યો પણ તેને IPS જ સમજતા, કેમ બન્યો નકલી IPS થયો ખુલાસો ન્યૂઝ 18 ગુજરાતી સતત પોતાના વાંચકોને અપીલ કરી રહ્યું છે કે, આત્મહત્યા કોઈપણ સમસ્યાનું કાયમી સમાધાન નથી. કોઈપણ સમસ્યા અંગે પોતાના સ્વજનો સાથે આત્મીયજન સાથે વાતચીત કરવી જોઈએ જેથી કરીને સમસ્યાનું સમાધાન લાવી શકાય.
Published by: kiran mehta
First published: April 11, 2021, 8:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading