ઠંડીમાં સ્કિન માટે શું ખાસ જરૂરી છે મોઇસ્યુરાઇઝિંગ કે સ્ક્રબિંગ? હેલ્ધી ત્વચા માટે જાણી લો આ સિક્રેટ

News18 Gujarati
Updated: January 28, 2023, 4:02 PM IST
ઠંડીમાં સ્કિન માટે શું ખાસ જરૂરી છે મોઇસ્યુરાઇઝિંગ કે સ્ક્રબિંગ? હેલ્ધી ત્વચા માટે જાણી લો આ સિક્રેટ
ઠંડીમાં સ્કિન ડ્રાય થઇ જાય છે.

Moisturizing or Scrubbing Benefits in winter: ખાસ કરીને ઠંડીની સિઝનમાં મોટાભાગના લોકોની સ્કિન ડ્રાય થઇ જતી હોય છે. ડ્રાય સ્કિનમાંથી છૂટકારો મેળવવા માટે લોકો જાતજાતના નુસખાઓ અજમાવતા હોય છે. પરંતુ આજે તમે પણ જાણી લો કે ઠંડીની સિઝનમાં સ્કિન માટે મોઇસ્યુરાઇઝિંગ કે સ્ક્રબમાંથી શું બેસ્ટ છે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં સ્કિન કેરની ખાસ જરૂર પડતી હોય છે. જો કે આ સિઝનમાં ત્વચા શુષ્ક વધારે થતી હોય છે જે તમારી પર્સનાલિટીની ચાડી ખાય છે. આ સાથે જ ઠંડીની સિઝનમાં સ્કિનમાં ડ્રાય થઇ જાય છે જે દેખાવમાં બહુ ગંદી લાગે છે. ડ્રાયનેસ સ્કિન બચવા માટે લોકો જાતજાતના નુસખાઓ અજમાવતા હોય છે. કોઇ લોશન તો કોઇ મોઇસ્યુરાઇઝ કરીને સ્કિન પર નેચરલ ગ્લો લાવે છે. આમ ડ્રાય સ્કિનની કેર કરવી ખૂબ જરૂરી છે. પરંતુ હંમેશા મનમાં પ્રશ્ન એ થતો હોય છે કે ઠંડીમાં સ્કિન કેર માટે અસરકારક શું છે મોઇસ્યુરાઇઝિંગ કે સ્ક્રબિંગ?

આ પણ વાંચો:આઇબ્રોના સફેદ વાળ આ નેચરલ રીતે બ્લેક કરો

મોઇસ્યુરાઇઝિંગ કે સ્ક્રબિંગ?



જ્યારે તમે સ્કિન પર લોશન તેમજ ક્રીમ લગાવો છો તો રોમ છિદ્રો સુધી એ બરાબર પહોંચી શકતુ નથી, જેના કારણે ડેડ સ્કિન થાય છે. જો કે તમે લાંબા સમય સુધી ચહેરા પર ડેડ સ્કિનને દૂર કરતા નથી તો આ ત્વચાની ઉપરનું લેયર બનીને જમા થઇ જાય છે, જેના કારણે ત્વચા ડ્રાય થાય છે અને નિખરેલી ત્વચા નીચે દબાઇ જાય છે.

એવામાં અઠવાડિયામાં એક દિવસ ચહેરાને એક્સફોલિએટ એટલે કે સ્ક્રબ કરવું ખૂબ જરૂરી છે. આમ કરવાથી ડેડ સ્કિન સેલ્સ દૂર થઇ જાય છે અને મોઇસ્યુરાઇઝ સારી રીતે કામ કરે છે.

આ પણ વાંચો:દરેક સ્ટાઇલમાં હોટ દેખાવા ફોલો કરો શેહનાજની આ સ્ટાઇલ

સ્ક્રબિંગના ફાયદા


હેલ્થલાઇન અનુસાર ઠંડીની સિઝનમાં ડ્રાય સ્કિનની સમસ્યા અનેક હદ સુધી વધી જાય છે. ડ્રાય સ્કિન ડેડ સ્કિન બની જાય છે અને ચોંટી જાય છે, પરંતુ તમે રેગ્યુલર સ્ક્રબિંગ કરો છો તો એ દૂર થઇ જાય છે, જેના કારણે પિંપલ્સ, એક્નેની સમસ્યા રહેતી નથી.


મોઇસ્યુરાઇઝિંગના ફાયદા


મોઇસ્યુરાઇઝર સ્કિનને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. ઠંડીની સિઝનમાં તમારી ત્વચા ઝડપથી ડ્રાય થઇને સુકાઇ જાય છે જેના કારણે સંક્રમણ થાય છે. એવામાં તમે સ્કિનને સોફ્ટ અને શાઇની બનાવવી ખૂબ જરૂરી છે. જો કે કેમિકલ યુક્ત મોઇસ્યુરાઇઝની તુલનામાં પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરો છો તો સ્કિન સારી રહે છે. આમ, કહી શકાય કે ઠંડીની સિઝનમાં સ્ક્રબિંગ અને મોઇસ્યુરાઇઝિંગ બન્ને સ્કિન માટે ખૂબ જરૂરી છે.
Published by: Niyati Modi
First published: January 28, 2023, 4:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading