બાળકો માટે બહુ ફાયદાકારક છે Castor Oil, જાણો માલિશ કરવાની સાચી રીત અને ફાયદા

News18 Gujarati
Updated: September 25, 2022, 10:30 AM IST
બાળકો માટે બહુ ફાયદાકારક છે Castor Oil, જાણો માલિશ કરવાની સાચી રીત અને ફાયદા
આ રીતે બાળકોને castor oilથી કરો માલિશ

benefits of castor oil for babies: નવજાત બાળકોને માલિશ કરવાથી અનેક ઘણાં ફાયદા થાય છે. જો કે બાળકોને માલિશ કરતી વખતે નાની-નાની વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. માલિશ કરવાથી બાળક હેલ્ધી પણ બને છે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બાળકો બહુ જ નાજુક હોય છે. નવજાત શિશુનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. નાના ભૂલકાઓનું ધ્યાન રાખવામાં કોઇ ખામી રહી જાય છે તો અનેક ઘણી સમસ્યાઓ થતી હોય છે. બાળકોની સ્કિન બહુ જ નાજુક અને મુલાયમ હોય છે. આ માટે બાળકોની સ્કિન પર કોઇ પણ પ્રકારની માલિશ કરતા પહેલા નાની-નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. બાળકોની માલિશ કોઇ ખોટા તેલથી કરવામાં આવે છે તો અનેક પ્રકારના સ્કિન પ્રોબ્લેમ્સ થવા લાગે છે. આ ટાઇપના તેલથી શરીર પર રેશિસ, ઇરિટેશન, સ્કિન પર પોપડી થવી, ડ્રાયનેસ સ્કિન જેવી અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે.

તમે બાળકોની માલિશ માટે સરસિયાનું તેલ, આંમળાનું તેલ, નારિયેળ તેલનો ઉપયોગ તમે કરી શકો છો. પરંતુ કેસ્ટર ઓઇલને લઇને અનેક પેરેન્ટ્સમાં અસમંજસમાં રહેતા હોય છે. તમે બાળકોને કેસ્ટર ઓઇલથી માલિશ કરી શકો છો કે નહીં એ વિશે જાણી લો તમે પણ અહીં..

કેસ્ટર ઓઇલના ફાયદાકારક ગુણકેસ્ટર ઓઇલ એટલે એરંડાનું તેલ..દિવેલ..આ તેલમાં વિટામીન ઇ, મિનરલ્સ, પ્રોટીન જેવા પોષક તત્વો સારા પ્રમાણમાં હોય છે. આ સિવાય કેસ્ટર ઓઇલમાં રિસિનોલિક એસિડ, એન્ટી ઇન્ફ્લેમેન્ટી ગુણ, એન્ટીફંગલ ગુણ, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આ ગુણ સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે.

આ પણ વાંચો: પ્રેગનન્સી પછી પડતા સ્ટ્રેચ માર્ક્સને આ રીતે કરી દો દૂર

બાળકો માટે ફાયદાકારક છે કેસ્ટર ઓઇલ

એક્સપર્ટ અનુસાર બાળકોની સ્કિન માટે કેસ્ટર ઓઇલ સૌથી બેસ્ટ છે. આમાં મળતા પોષક તત્વો ત્વચા માટે અનેક રીતે ફાયદાકારક છે. કેસ્ટર ઓઇલની વાસ અનેક લોકોને ગમતી હોતી નથી જેન કારણે લોકો આનાથી માલિશ કરવાનું ટાળતા હોય છે. જો તમારા બાળકની સેન્સેટિવ છે અથવા તો શરરીમાં કોઇ ભાગમાં ચીરા પડી ગયા છે તો કેસ્ટર ઓઇલનો તમારે ઉપયોગ કરવો જોઇએ નહીં.

આ પણ  વાંચો: શરીર પરના જૂનામાં જૂના નિશાન આ રીતે કરો છૂમંતર

આ રીતે માલિશ કરો


તમે બાળકોની સ્કિન અને વાળ પર દિવેલનો ઉપયોગ કરી શકો છો. પરંતુ આ તેલ લગાવતા પહેલા ખાસ ધ્યાન એ રાખો કે 3 થી 4 ચમચી તેલ એક વાટકીમાં લો અને એને ગરમ કરી લો.


આ તેલ થોડુ ઠંડુ પડે એટલે માલિશ કરો. આમ કરવાથી સ્કિનને અનેક ઘણો ફાયદો થાય છે. ખાસ ધ્યાન એ રાખો કે બાળકોને ગરમ તેલ શરીર પર અડી ના જાય.
Published by: Niyati Modi
First published: September 25, 2022, 10:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading