પગમાં 'આ' વસ્તુ લગાવો અને મોજા પહેરીને સૂઇ જાવો, તરત વાઢિયા+ચીરામાંથી મળી જશે છૂટકારો

News18 Gujarati
Updated: September 23, 2022, 11:47 AM IST
પગમાં 'આ' વસ્તુ લગાવો અને મોજા પહેરીને સૂઇ જાવો, તરત વાઢિયા+ચીરામાંથી મળી જશે છૂટકારો
આ રીતે પગના વાઢીયામાંથી મેળવો છૂટકારો

cracked feet home remedies: અનેક લોકોને પગમાં વાઢીયા અને મોટા-મોટા ચીરા પડતા હોય છે. પગમાં પડેલા વાઢીયા અને ચીરાથી વ્યક્તિ અનેક રીતે હેરાન થાય છે. જો તમે પણ પગમાં પડેલા વાઢીયા અને ચીરાથી હવે કંટાળી ગયા છો તો આ ઘરેલું ઉપાયો તમારા માટે બેસ્ટ છે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકોને સિઝન બદલાતા પગમાં વાઢીયા પડી જતા હોય છે. પગમાં વાઢીયા પડે ત્યારે બહુ જ પેઇન થતુ હોય છે. જો કે ઘણાં લોકોને તો પગમાં મોટા-મોટા ચીરા પડી જતા હોય છે. પગમાં ચીરા અને વાઢીયા પડવાને કારણે વ્યક્તિને ઘણી વાર ચાલવામાં પણ બહુ તકલીફ પડતી હોય છે. ચાલવામાં પડતી તકલીફને કારણે વ્યક્તિને કંઇ કામ કરવાની પણ ઇચ્છા થતી હોતી નથી. આ સાથે જ ઘણાં લોકોને બારે મહિના વાઢીયા પગમાં રહેતા જ હોય છે. આમ, જો તમે પણ પગમાં વાઢીયા અને ચીરાથી હવે કંટાળી ગયા છો તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે. આ ઘરેલું ઉપાયો તમને પગના વાઢીયામાંથી રાહત અપાવવાનું કામ કરે છે.

ગ્લિસરીન


તમને પગમાં બહુ વાઢીયા અને ચીરા પડ્યા છે તો તમારા માટે સૌથી બેસ્ટ છે ગ્લિસરીન છે. આ માટે તમે એક બાઉલમાં ગ્લિસરીન લો. હવે આ ગ્લિસરીનને તમારા હાથમાં લઇને બીજા હાથની આંગળીઓથી પગના વાઢીયા પર લગાવો અને 2 થી 3 મિનિટ માટે મસાજ કરો. મસાજ કર્યા પછી મોજા પહેરીને સુઇ જાવો. મોજા પહેરવાથી એની અસર થોડા લાંબા સમય સુધી રહે છે. ત્યારબાદ સવારમાં મોજા કાઢી લો અને પગ ધોઇ લો. આમ કરવાથી તમારા પગના વાઢીયામાંથી તમને રાહત મળી જશે.

આ પણ વાંચો: શું તમે પણ માથાના દુખાવાથી પરેશાન છો?

નારિયેળ તેલ


વાઢીયા અને ચીરામાંથી રાહત મેળવવા માટે તમે નારિયેળનો તેલ પણ ઉપયોગ કરી શકો છો. આ માટે એક ડિશમાં નારિયેળ તેલ લો અને પછી આ તેલથી વાઢીયા પર 5 મિનિટ સુધી એકદમ હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ 10 મિનિટનો રેસ્ટ લો અને પગ સીધા રાખો. આમ કરવાથી તેલ વાઢીયામાં ઉતરે છે અને તમે રિલેક્સ ફિલ કરો છો.આ પણ વાંચો: શું છે સ્લીપિંગ ડિસઓર્ડર?

તમને જણાવી દઇએ કે નારિયેળ તેલમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી માઇક્રોબાયલ ગુણ હોય છે જે સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. રેસ્ટ લીધા પછી તમારા પગને 10 મિનિટ માટે હુંફાળા પાણીમાં ડુબાડી રાખો અને પછી પગને બહાર કાઢીને ચોખ્ખા રૂમાલથી હળવા હાથે લૂંછી લો. આમ કરવાથી વાઢીયા અને ચીરામાંથી તમને રાહત થઇ જશે. આ ઉપાય કરતા પહેલા તમે તમારા સ્કિન ડોક્ટરની સલાહ લઇ લો જેથી કરીને તમને જલદી રાહત થાય.
Published by: Niyati Modi
First published: September 23, 2022, 11:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading