રજાઓ ગાળવા વિદેશ જવું છે? ભારતીય પ્રવાસીઓ માટે UAE, શ્રીલંકા સહિતના આ 10 દેશે ખોલી સરહદ


Updated: September 4, 2021, 6:49 AM IST
રજાઓ ગાળવા વિદેશ જવું છે? ભારતીય પ્રવાસીઓ માટે UAE, શ્રીલંકા સહિતના આ 10 દેશે ખોલી સરહદ
પ્રતીકાત્મક તસવીર

10 countries open border for Indian travellers: પ્રતિબંધો વચ્ચે કેટલાક દેશ એવા છે, જેમણે ભારતીય પ્રવાસી (Indian tourist)ઓ માટે દ્વાર ખુલ્લા રાખ્યા છે.

  • Share this:
મુંબઈ: વિશ્વ આખું કોરોના મહામારી (Corona pandemic)ના ભરડામાં સપડાઇ ગયું હોવાથી પ્રવાસન ક્ષેત્ર (Tourism sector)નો વિકાસ રૂંધાઇ ગયો હતો. જોકે, કોરોના સામે લડવા માટે રસીકરણનો વ્યાપ વધતા ટુરિઝમને થોડા અંશે મોકળાશ મળી છે. પ્રતિબંધો વચ્ચે કેટલાક દેશ એવા છે, જેમણે ભારતીય પ્રવાસી (Indian tourist)ઓ માટે દ્વાર ખુલ્લા રાખ્યા છે. જેથી અહીં ભારતીય પ્રવાસીઓને હરવાફરવાની છૂટછાટ આપનાર 10 દેશો અંગે જાણકારી આપવામાં આવી છે.

શ્રીલંકા (Sri Lanka)

નાનકડા શ્રીલંકામાં ફરવાલાયક અનેક સ્થળો છે. લોટસ ટાવર, પિન્નાવાલા એલિફન્ટ સેન્ચ્યુરી, યાલા નેશનલ પાર્કમાં વર્ષે અનેક પ્રવાસીઓ આવે છે. આ ઉપરાંત શ્રીલંકા ભારતની એકદમ નજીક છે.

કેન્યા (Kenya)

ગ્રેટ રિફ્ટ વેલી, ગોલ્ડન બીચ, માઉન્ટ કેન્યા અને વાઇલ્ડલાઇફ સફારી જેવા ફરવાના સ્થળો ધરાવતું કેન્યા પ્રકૃતિ પ્રેમીઓ માટે પસંદગીનું સ્થળ છે.

સાઉથ આફ્રિકા (South Africa)કેન્યા બાદ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી ભરપૂર દક્ષિણ આફ્રિકા પ્રકૃતિ પ્રેમીઓ માટે બીજો સારો વિકલ્પ છે. અહીં તેઓ પ્રકૃતિને સોળે કળાએ ખીલતી જોઈ શકે છે. અહીં લીલાછમ મેદાનો અને સુંદર બીચ પણ છે. જ્યાં તમે આરામ કરી શકો છો અને રોગચાળાના તણાવથી છુટકારો મેળવી શકો છો.

મોરેશિયસ (Mauritius)

અહીં દર વર્ષે કરોડો પ્રવાસીઓ આવે છે. કોરોના ધીમો પડતા 15 જુલાઈથી મુસાફરો માટે મોરેશિયસે સરહદો ખોલી છે. મોરેશિયસ વેકેશન અને એકદમ શાંતિ શોધી રહેલા મુસાફર માટે ખૂબ સારી જગ્યા છે. સફેદ રેતીના દરિયાકિનારા અને સ્વચ્છ વાદળી પાણી ખૂબ જ આકર્ષક લાગે છે.

સાઉદી અરેબિયા (Saudi Arabia)

સંસ્કૃતિ, વારસો અને સ્વાદિષ્ટ વાનગીઓનું સંકલન સાઉદી અરેબિયામાં જોવા મળે છે. પવિત્ર મક્કા અને મદીના ઉપરાંત સાઉદી અરેબિયા અલ વહાબાહ જ્વાળામુખી, સાલેહમાં પ્રાચીન શહેર માદા અને સાઉદી માલદીવ તરીકે પ્રખ્યાત ઉમ્લુજ જેવા આકર્ષક સ્થળો છે.

યુએઈ (UAE)

કોઈ દેશ કે શહેરના વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ UAE છે. દુબઈ અને અબુ ધાબી જેવા શહેરો મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. દુબઈમાં સૌથી લોકપ્રિય સ્થળ બુર્જ ખલીફા છે. તેમજ રણ અને સમુદ્રમાં રમતગમત અને મનોરંજક પ્રવૃત્તિઓ માટે પણ યુએઈ જાણીતું છે.

તુર્કી (Turkey)

એશિયા અને યુરોપ વચ્ચેનો ભૌગોલિક સેતુ બનેલા તુર્કીમાં જોવા લાયક અનેક સ્થાપત્યો છે. ભવ્ય સ્થાપત્ય, મોઢામાં પાણી લાવી દે તેવી વાનગીઓ અને રમણીય ભૂપ્રદેશ સહિતની વસ્તુઓના કારણે પ્રવાસીઓ તુર્કી પ્રત્યે આકર્ષાય છે.

ઉઝબેકિસ્તાન (Uzbekistan)

ઇતિહાસના શોખીનોને અહીંના પ્રાચીન સ્થાપત્ય ખૂબ ગમશે. આ દેશ સુંદર મસ્જિદો, મદરેસાઓ માટે જાણીતો છે.

તાન્ઝાનિયા (Tanzania)

વનસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ માટે જાણીતા તાન્ઝાનિયામાં સેરેંગેટી નેશનલ પાર્ક, એનગોરોન્ગોરો ક્રેટર અને માઉન્ટ કિલિમંજારો જેવા જોવાલાયક સ્થળો છે.

ઝામ્બિયા (Zambia)

દક્ષિણ આફ્રિકા ખંડના સૌથી અદભૂત સ્થળોમાંનું એક ઝામ્બિયા છે. આ દેશની સંસ્કૃતિ તેને બાકીના ભાગોથી અલગ બનાવે છે. ઝામ્બિયામાં વન્યપ્રાણીઓ અને જ્યાં માણસની ગતિવિધિ નહિવત હોય તેવા સ્થળોની સંખ્યા ખૂબ વધુ છે. અહીં ઝામ્બેઝી નદી અને તેના નેશનલ પાર્ક પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.
Published by: Vinod Zankhaliya
First published: September 4, 2021, 6:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading