High blood pressure: હાઇ બ્લડ પ્રેશરની સમસ્યામાં રાહત આપશે આ ઘરગથ્થુ ઉપચાર, આજે જ આજમાવી જુઓ

News18 Gujarati
Updated: September 22, 2022, 5:39 PM IST
High blood pressure: હાઇ બ્લડ પ્રેશરની સમસ્યામાં રાહત આપશે આ ઘરગથ્થુ ઉપચાર, આજે જ આજમાવી જુઓ
ઘરગથ્થુ ઉપચારોથી હાઈ બ્લડ પ્રેશરમાં રાહત મેળવો(ફાઈલ તસવીર)

Health News: બ્લડ પ્રેશરના સામાન્ય કારણોમાં મેદસ્વીપણું, આનુવંશિકતા, અતિશય આલ્કોહોલનું સેવન, વધુ પડતું મીઠું ખાવું, કસરતનો અભાવ, તણાવ, પેઇનકિલર પિલ, કિડની રોગ, એડ્રેનલ રોગ શામેલ છે. અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશર મગજની રક્ત વાહિનીઓને નબળી પાડીને સ્ટ્રોકનું કારણ પણ બની શકે છે.

  • Share this:
નવી દિલ્હીઃ હાઈ બ્લડ પ્રેશર (High blood pressure)એ અનિયંત્રિત જીવનશૈલીનું પરિણામ છે. તેને હાયપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એવી મેડિકલ (Medical) કંડીશન છે, જેમાં ધમનીઓમાં બ્લડ પ્રેશર સામાન્ય કરતા વધુ ઝડપી રહે છે. સામાન્ય સ્થિતિમાં લોહી (Blood)નો પ્રવાહ 120/80થી નીચે રહે છે. અલબત્ત, બ્લડ પ્રેશર વધે એટલે પ્રવાહની ઝડપ વધે છે. આ બાબત ગંભીર છે. તેનાથી કિડની, ધમનીઓ અને હૃદય પર ખરાબ અસર કરી શકે છે.

બ્લડ પ્રેશરના સામાન્ય કારણોમાં મેદસ્વીપણું, આનુવંશિકતા, અતિશય આલ્કોહોલનું સેવન, વધુ પડતું મીઠું ખાવું, કસરતનો અભાવ, તણાવ, પેઇનકિલર પિલ, કિડની રોગ, એડ્રેનલ રોગ શામેલ છે. અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશર મગજની રક્ત વાહિનીઓને નબળી પાડીને સ્ટ્રોકનું કારણ પણ બની શકે છે. હાઈ બ્લડપ્રેશરથી પીડાતા લોકોને ઘણી દવાઓ આપવામાં આવે છે, પરંતુ બ્લડપ્રેશર ઘટાડવા માટે તમે કેટલાક સરળ કુદરતી ઘરેલું ઉપાયો પણ અજમાવી શકો છો.

લસણલસણની એક કળીને એક ચમચી મધ સાથે લેવાથી બ્લડ પ્રેશરમાં રાહત મળી શકે છે. તમે ખોરાક બનાવવા માટે લસણનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત એક ચમચી મધ અને એક કળી લસણ સવાર સાંજ લેવાથી ફાયદો થાય છે.

લસણનો ઉપયોગ કરીને અનિયંત્રિત બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. 10 mmHg સિસ્ટોલિક અને 8 mmHg ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર ઓછું કરી શકે છે. લસણમાં એસ-એલ સીસ્ટીન બાયોએક્ટિવ સલ્ફર સંયોજન તરીકે હોય છે, જે હાઈ બ્લડ પ્રેશર માટે ફાયદાકારક હોઈ શકે છે.

આ પણ વાંચોઃ હ્રદયરોગ માટે સૌથી વધુ જવાબદાર કોલેસ્ટ્રોલ શું છે? જાણો, કોલેસ્ટ્રોલ વધવાના મુખ્ય કારણો

આમળા


એક ગ્લાસ ચોખ્ખા પાણીમાં બે ચમચી આમળાનો રસ મિક્સ કરો અને તે રોજ સવારે ખાલી પેટ લો. આમળાનો ઉપયોગ ઘરે બીપીની સારવાર માટે થઈ શકે છે. આમળામાં હાયપોલિપિડેમિક અને એન્ટિહાઇપર્ટિવ હોય છે. જે બીપીને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. હાયપોલિપિડેમિક ધમનીની દિવાલોમાં ચરબી અને કોલેસ્ટરોલ અને અન્ય પદાર્થોની રચનાને અટકાવીને લોહીના નિયંત્રણ તરીકે કામ કરી શકે છે.

મેથી


એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી મેથીના દાણા નાખો. પછી તેને આખી રાત પલળવા દો. હવે સવારે ઉઠો ત્યારે ખાલી પેટે આ પાણી પીવો. હાઈ બીપીના ઘરેલુ ઉપચારમાં મેથીનો સમાવેશ થાય છે. મેથી વધારે વજનને કારણે વધતા કોલેસ્ટ્રોલને ઘટાડીને હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકે છે. એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, પોલિફેનોલ અને ફ્લેવોનોઈડથી ભરપૂર મેથીના અર્કમાં એન્ટીઓક્સીડેન્ટના કારણે હાઈપોકોલેસ્ટ્રોલેમિક અસર જોવા મળે છે.

કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવાથી બીપી વધવાનું જોખમ ઘટે છે. આ ઉપરાંત મેથીના મિથેનોલના અર્કમાં એન્ટિહાઇપરટેન્સન ઇફેક્ટ્સ જોવા મળે છે. આ અસર વધતા જતા બ્લડપ્રેશરને નોર્મલ બનાવવામાં પણ મદદરૂપ થઈ શકે છે. આ કારણથી મેથીને ઘરમાં કરવામાં આવતી હાઈ બ્લડ પ્રેશરની સારવાર માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ શું તમે પણ માથાના દુખાવાથી પરેશાન છો? તો અપનાવો આ ઉપાય મળશે રાહત

મધ


સૌ પ્રથમ પાણીને હુંફાળું કરી નાખો. ત્યારબાદ પાણીમાં મધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે મધનું પાણી પીવો. મધ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. એક સંશોધન અનુસાર, મધમાં રહેલા ક્વેરસેટિન-ક્વેરસેટિન વધતા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે, મધના ઉપયોગથી લોહીનું દબાણ જરૂર કરતા વધુ ઓછું થઈ શકે છે અને કેટલીકવાર તે ઝેરી પણ બની શકે છે. જેથી ઓર્ગેનિક મધના ઉપયોગનો આગ્રહ રાખવો જોઈએ અને ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ.

ડુંગળીનો રસ


ડુંગળીના રસને મધ સાથે સારી રીતે મિક્સ કરી નાખો. તેને દિવસમાં બે વખત (સવાર અને સાંજ) એક સરખા પ્રમાણ પીવો. ડુંગળીના પડમાં ક્વેરસેટિન નામનો પોલિફેનોલ જોવા મળે છે. આ સંયોજન હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદરૂપ માનવામાં આવે છે. એક સંશોધન અનુસાર, જે લોકો 6 અઠવાડિયા સુધી ડુંગળીના અર્કનું સેવન કરે છે તેમનામાં બ્લડ પ્રેશરમાં ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ   ઘરે બનાવીને પીવો આ Soup, માત્ર 15 દિવસમાં સડસડાટ ઉતરી જશે 3 કિલો વજન

આદુ


તમે આદુને ક્રશ કરીને પી શકો છો અથવા પાવડરના રૂપમાં પાણીમાં નાખી પી શકો છો. આ ઉપરાંત તમે રસોઈમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો અને વૈકલ્પિક રીતે તમે આદુવાળી ચા પી શકો છો. આદુના ઉપયોગથી બીપીને કંટ્રોલ કરી શકાય છે. આદુ હાયપોટેન્સિવ અસર ધરાવે છે, જે બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે. સંશોધન અનુસાર, આઠ અઠવાડિયા સુધી તેનું સેવન કરવાથી સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે.

તરબૂચ


સાફ છરીની મદદથી તાજા તરબૂચના નાના ટુકડા કરી લો અને પછી દરરોજ લગભગ એક વાટકી ખાઈ શકો છો. તરબૂચ ફાયદાકારક ફળ છે. આ ફળને હાઈ બ્લડ પ્રેશરથી બચવા માટે ખાઈ શકાય છે. તડબૂચમાં એમિનો એસિડ એલ-સાઇટ્રલિન હોય છે. આ એમિનો એસિડ હાઈ બ્લડપ્રેશર ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. હાઈ બ્લડપ્રેશર ધરાવતા દર્દીઓ માટે તેનું સેવન સારું હોવા છતાં, તે હાઈ ગ્લાયકેમિક ઇન્ડેક્સ આહાર છે જેથી ડાયાબિટીસના દર્દીઓએ તેનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ.

(ખાસ નોંધ: ઉપર આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. કોઈ પણ ઉપચાર અજમાવતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.)
Published by: Sahil Vaniya
First published: September 22, 2022, 5:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading