ઘરે બનાવો Herbal Tooth Powder અને દૂર કરો મોંમાંથી આવતી વાસ+દાંતની અનેક તકલીફો

News18 Gujarati
Updated: September 21, 2022, 7:47 PM IST
ઘરે બનાવો Herbal Tooth Powder અને દૂર કરો મોંમાંથી આવતી વાસ+દાંતની અનેક તકલીફો
આ હર્બલ પાવડરથી દૂર કરો દાંતને લગતી અનેક સમસ્યાઓ

Herbal Tooth Powder: આજકાલ અનેક લોકો દાંતની તકલીફોથી પીડાઇ રહ્યા છે. દાંતનો દુખાવો ત્યારે વ્યક્તિને સહન કરવો ખૂબ જ અઘરો પડી જાય છે. આ સાથે જ ઘણાં લોકોના મોંમાંથી પણ અતિશય વાસ આવતી હોય છે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દાંત આપણાં શરીરનો બહુ જરૂરી હિસ્સો છે. દાંત ના હોય તો અથવા દાંત પોલા હોય તો તમને ખાવા-પીવામાં અનેક ઘણી તકલીફો પડે છે. પહેલાના લોકોની વાત કરીએ તો પહેલાના જમાનામાં બહુ ઓછા લોકોને દાંતની તકલીફો થતી હતી, પરંતુ આજના આ ફાસ્ટ યુગમાં અનેક લોકોને દાંતની અલગ-અલગ પ્રકારની તકલીફો થતી હોય છે. આમ, જો દાંતની યોગ્ય રીતે સફાઇ કરવામાં ના આવે તો દાંત સડી જાય છે અને એમાં કીડા પડવા લાગે છે. કેવિટી થવા પર દાંત કાળા અને અંદરથી ખોખલા થઇ જાય છે જેના કારણે મોંમાંથી ભયંકર વાસ આવવા લાગે છે. મોંમાંથી વાસ આવવાને કારણે અનેક લોકો બીજાની પાસે વાત કરતા શરમાતા હોય છે.

સમયસર કેવિટીની સારવાર કરવામાં ના આવે તો દાંત સડી પણ શકે છે. આ માટે જરૂરી છે કે જ્યારે પણ તમને દાંતને લગતી કોઇ તકલીફ લાગે તો તમે તરત જ એલર્ટ થઇ જાવો અને એની સારવાર કરાવો. આજે અમે તમને આ બધી સમસ્યામાંથી રાહત મેળવવા માટે એક હર્બલ પાવડર વિશે જણાવીશું જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો અને દાંતને લગતી અનેક સમસ્યાઓમાંથી રાહત મેળવી શકો છો.

આ રીતે હર્બલ પાવડર બનાવોદાંતને મજબૂત કરવા માટે અને બીજી અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માટે આ પાવડર તમારા માટે સૌથી બેસ્ટ છે. આ પાવડર બનાવવા માટે લીમડાના પાનનો પાવડર, તજનો પાવડર, લવિંગનો પાવડર અને મુલેઠીનો પાવડર બરાબર માત્રામાં લો. હવે આ બધા પાવડરને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે તમારો ટૂથ હર્બલ પાવડર.

આ પણ વાંચો: આ લોકોએ ક્યારે ના ખાવા જોઇએ રીંગણ

જાણો કેવી રીતે કરશો આ પાવડર

આ પાવડર તમારે રોજ સવારમાં અને સાંજે જમ્યા પછી કરવાનો રહેશે. આ માટે તમે સવારમાં બ્રશ લો અને એની પર આ પાવડર લગાવીને દાંત પર ઘસો. બ્રશથી આ પાવડર તમારે હળવા હાથે 4 થી 5 મિનિટ સુધી ઘસવાનો રહેશે. આ પાવડર તમે રેગ્યુલર દાંત પર કરો છો તો દાંત સડતા બંધ થઇ જાય છે.

આ પણ વાંચો: શરીરમાં આ ફેરફાર થાય તો થઇ જાવો તરત જ એલર્ટ

જાણો ફાયદા


આ પાવડરનો સૌથી મોટો ફાયદો એ છે કે આ પાવડરથી તમારા દાંત પર જામેલા પાયેરિયાને પણ નિકાળે છે. આ સાથે જ તમારા મોંમાથી બહુ વાસ આવે છે તો આ પાવડર તમારે દિવસમાં બે વાર કરવો જોઇએ. આ પાવડર તમે રેગ્યુલર દાંત પર ઘસો છો તો મોંમાંથી આવતી વાસ બંધ થઇ જશે.
Published by: Niyati Modi
First published: September 21, 2022, 7:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading