ઘરે બનાવો આ ફેસ પેક અને નવરાત્રીમાં લાવો નેચરલ ગ્લો, ફેસ પરની રૂંવાટી થઇ જશે ગાયબ

News18 Gujarati
Updated: September 23, 2022, 10:41 PM IST
ઘરે બનાવો આ ફેસ પેક અને નવરાત્રીમાં લાવો નેચરલ ગ્લો, ફેસ પરની રૂંવાટી થઇ જશે ગાયબ
આ ફેસ પેક તમારા ચહેરા પર લાવે છે મસ્ત ગ્લો

Navratri skin care tips: નવરાત્રીમાં અનેક લોકોની સ્કિન બહુ ખરાબ થઇ જતી હોય છે. ગરબા રમતી વખતે પ્રદુષણને કારણે સ્કિન ડલ પડી જાય છે જેના કારણે એ દેખાવમાં બહુ ખરાબ લાગે છે. આ માટે નવરાત્રી સમયમાં સ્કિનની કેર કરવી ખૂબ જરૂરી છે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નવરાત્રીમાં અનેક લોકો પોતાની સ્કિનનું ખૂબ જ ધ્યાન રાખતા હોય છે. નવરાત્રીમાં આખો દિવસ ઓફિસમાં વર્ક કરવાનું હોય અને પછી રાત્રે ગરબા રમતી વખતે ધૂળ, માટી અને પ્રદુષણને કારણે ચહેરાને સૌથી મોટી અસર થતી હોય છે. આ માટે ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે કેર કરવી ખૂબ જરૂરી છે. જો તમે ચહેરા પર પ્રોપર કેર કરતા નથી તો તમારી સ્કિન નોરતા પછી ડેમેજ થઇ જાય છે જેના કારણે ફેસ ગંદો લાગે છે અને સ્કિન પર અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ થાય છે. આમ, જો તમે નોરતામાં તમારી સ્કિન પર રોજ સવારમાં આ ઘરેલું પેક લગાવો છો તો સ્કિન જરા પણ ખરાબ નહીં થાય અને ગ્લો પણ મસ્ત કરશે.

આ રીતે બનાવો ચણાના લોટમાંથી ફેસ પેક


ચણાના લોટને બેસન પણ કહેવામાં આવે છે. અનેક લોકો ઘરમાં ચણાના લોટને બેસન કહેતા હોય છે. આ પેક તમારા ચહેરા પરના અણગમતા વાળને પણ દૂર કરે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ચણાના લોટમાંથી ફેસ પેક.

આ પણ વાંચો: વાઢીયામાંથી તરત રાહત મેળવવા લગાવો આ વસ્તુ

સામગ્રી


જરૂર મુજબ ચણાનો લોટત્રણ ચમચી હળદર

એક ચમચી ગુલાબજળ

મલાઇ

બનાવવાની રીત


આ ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો. આ લોટમાં જરૂર મુજબ ગુલાબજળ અને ઉપર જણાવ્યા મુજબ હળદર લો. ત્યારબાદ આ પેકમાં છેલ્લે મલાઇ એડ કરો અને પેકને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે ચણાના લોટનો ફેસ પેક.

આ પણ વાંચો: દરરોજ બ્રશ કર્યા પછી તરત ખાઓ 'આટલા' પિસ્તા

જાણો આ પેકના ફાયદા


આ પેક તમારે અઠવાડિયામાં ત્રણ વાર લગાવવાનો રહેશે. આ પેક તમે રેગ્યુલર આ રીતે લગાવો છો તો તમારી સ્કિનની પરની ડેડ સ્કિન દૂર થાય છે અને સાથે નેચરલ ગ્લો દૂર કરે છે. જો તમારી સ્કિન પર બહુ રૂંવાટી છે તો તમારા માટે આ પેક સૌથી બેસ્ટ છે. રૂંવાટી દૂર કરવા માટે આ પેક ફેસ પર લગાવો અને પછી 5 મિનિટ સુધી હળવા હાથે સ્ક્રબની જેમ મસાજ કરો. મસાજ કર્યા પછી પેકને સુકાવા દો અને પછી ચોખ્ખા પાણીથી ચહેરો ધોઇ લો. આ પેક તમે રેગ્યુલર આ રીતે ફેસ પર લગાવશો તો રુંવાટી પણ દૂર થઇ જશે અને ચહેરો મસ્ત થઇ જશે.
Published by: Niyati Modi
First published: September 23, 2022, 10:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading