પ્રોસ્ટેટ ગ્લેન્ડ અખરોટ જેવી હોય છે, જાણો યુવાઓમાં વધી રહેલા પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો અને બચાવના ઉપાયો

News18 Gujarati
Updated: September 21, 2022, 7:45 PM IST
પ્રોસ્ટેટ ગ્લેન્ડ અખરોટ જેવી હોય છે, જાણો યુવાઓમાં વધી રહેલા પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો અને બચાવના ઉપાયો
આ કારણે થઇ શકે છે પ્રોસ્ટેટ કેન્સર

Prostate Cancer: યુવાઓમાં ખૂબ જ ઝડપથી પ્રોસ્ટેટ કેન્સર વધી રહ્યું છે. આ કેન્સર સામે લડવા માટે આપણી લાઇફ સ્ટાઇલમાં અનેક પ્રકારના બદલાવ લાવવા ખૂબ જ જરૂરી છે. જો તમે તમારી લાઇફ સ્ટાઇલમાં જરા પણ બદલાવ લાવતા નથી તો આ સમસ્યા તમને હેરાન કરી શકે છે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ખરેખર...લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવવાની જરૂરી છે..WHOના જણાવ્યા અનુસાર પ્રોસ્ટેટ કેન્સરનો શિકાર અનેક લોકો ખૂબ જ ઝડપથી બની રહ્યા છે. હવે આ માત્ર ઘરડાં લોકોમાં જ નહીં પરંતુ યુવાઓમાં પણ આનું પ્રમાણ વધી રહ્યું છે. એવામાં જરૂરી છે કે પ્રોસ્ટેટના ફંક્શન અને પ્રોસ્ટેટ પ્રોબ્લેમ્સની સમજીએ. આ બધી વાતમાં સૌથી પહેલા એ સમજવાની જરૂર છે કે જે રીતે બ્રેસ્ટ કેન્સર માત્ર મહિલાઓને થાય છે એવી રીતે પ્રોસ્ટેટ કેન્સર માત્ર પુરુષોને થાય છે. આ પાછળનું કારણ એ છે કે પ્રોસ્ટેટ ગ્લેન્ડ પુરુષોમાં હોય છે. જો કે આ બધી બાબતોને જોતા એવું લાગી રહ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાની લાઇફ સ્ટાઇલ બદલવાની જરૂર છે.

જાણો શું હોય છે પ્રોસ્ટેટ ગ્લેન્ડ


જેવી રીતે થાઇરોઇડ ગ્લેન્ડ પતંગિયા જેવા આકારની ગળામાં હોય છે એમ પ્રોસ્ટેટ ગ્લેન્ડ અખરોટની જેવી હોય છે. આ યુરિનરી ટ્રેકને ચારે બાજુ લપટાયેલી રહે છે. જ્યારે કોઇ કારણોસર પ્રોસ્ટેટ ગ્લેન્ડના ટિશ્યુઝ વધવા લાગે છે ત્યારે અથવા તો PSA લેવલ વધી જાય છે ત્યારે પ્રોસ્ટેટની મુશ્કેલીઓ થવા લાગે છે.

પ્રોસ્ટેટ પ્રોબ્લેમ્સના લક્ષણો


યુરિન ટ્રેક્ટ ઇન્ફેક્શન

બ્લેડર ઇન્ફેક્શનકિડની પ્રોબ્લેમ

પ્રોસ્ટેટ કેન્સર

આ પણ વાંચો: કર્લી વાળની આ રીતે રાખો કાળજી

જાણો પ્રોસ્ટેટ પ્રોબ્લેમના કારણો


ફેમિલી હિસ્ટ્રી

હોર્મોનલ ઇમબેલેન્સ

રિચ ડાયટ

મોટાપા

સ્મોકિંગ

હેલ્ધી ડાયટ ફોલો કરો


રોજ સવારમાં વહેલા ઉઠો

રોજ યોગા કરો

રોજ હેલ્ધી ડાયટ ફોલો કરો

પૂરતી ઊંઘ લો

શેકેલા ચણા ખાઓ

દિવસમાં 4 લીટર પાણી પીવો

જાણો સ્વસ્થ શરીર માટે શું ખાશો


ગરમ અને ફ્રેશ ખાવાનું રાખો

ભૂખ હોય એના કરતા ઓછુ ખાઓ

જમવામાં ભરપૂર સલાડ લો

સિઝનલ ફ્રૂટ ખાઓ

દહીં-છાશ પીવો

આ પણ વાંચો: તમારા શરીરમાં વધતું જાય છે યુરિક એસિડ?

આ વસ્તુઓથી દૂર રહો


ખાંડ

મીઠું

મેંદો

ભાત

રિફાઇન્ડ

આમ, ઉપર જણાવેલી માહિતી દરેક વ્યક્તિ માટે ખૂબ જ કામની છે. જ્યારે તમને તમારા શરીરમાં આ ટાઇપના લક્ષણો દેખાય તો તમે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો અને તમારી વાત રજૂ કરો. આ માટે તમે ડોક્ટરને તમારી કોઇ પણ વાત છુપાવશો નહીં. જો તમે ડોક્ટર સાથે કોઇ વાત શેર કરતા નથી તો એમને સારવાર કરવામાં તકલીફ પડે છે અને તમારી સમસ્યા વધતી જાય છે.
Published by: Niyati Modi
First published: September 21, 2022, 7:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading