Daughter's Day Special Recipe: ડોટર્સ ડે પર તમારી લાડલીને ખુશ કરવા આ રીતે ઘરે બનાવો 'ચોકલેટ ડોનટ'

News18 Gujarati
Updated: September 25, 2022, 4:13 PM IST
Daughter's Day Special Recipe: ડોટર્સ ડે પર તમારી લાડલીને ખુશ કરવા આ રીતે ઘરે બનાવો 'ચોકલેટ ડોનટ'
how to make chocolate donut: આજે ડોટર્સ ડે છે. આ દિવસ દીકરીઓ માટે ખાસ બની રહે છે. આજના આ દિવસે અનેક પેરેન્ટ્સ દીકરીઓ માટે જાતજાતની તૈયારીઓ કરતા હોય છે. આ દિવસને ખાસ બનાવવા માટે તમે પણ ઘરે બનાવો ચોકલેટ ડોનટ.

how to make chocolate donut: આજે ડોટર્સ ડે છે. આ દિવસ દીકરીઓ માટે ખાસ બની રહે છે. આજના આ દિવસે અનેક પેરેન્ટ્સ દીકરીઓ માટે જાતજાતની તૈયારીઓ કરતા હોય છે. આ દિવસને ખાસ બનાવવા માટે તમે પણ ઘરે બનાવો ચોકલેટ ડોનટ.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: 25 સપ્ટેમ્બર એટલે ડોટર્સ ડે. આજ રોજ ડોટર્સ ડે છે ત્યારે અનેક લોકો પોતાની દીકરીને સ્પેશયલ ટાઇમ આપી રહ્યા છે. આ ખાસ દિવસે લોકો પોતાની દીકરી સાથે ડિનર તેમજ સ્પેશિયલ લંચ લેવાનું પસંદ કરતા હોય છે. ઘણાં પેરેન્ટ્સ શોપિંગ માટે લઇ જાય છે તો ઘણાં પેરેન્ટ્સ પોતાની દીકરીને ગમતી વસ્તુ ઘરે બનાવે છે. તો આજે અમે તમારી માટે એક મસ્ત ડિશ લઇને આવ્યા છીએ. આનું નામ સાંભળતા જ તમારી દીકરી ખુશ-ખુશ થઇ જશે અને તરત જ ખાવા લાગશે. આ રેસિપી એવી છે જે છોકરાઓ ખૂબ પસંદ કરે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ચોકલેટ ડોનટ.

સામગ્રી


બે કપ મેંદો

અડધો કપ દૂધ

એક નાની ચમચી માખણ

આ પણ વાંચો: ગુજરાતી સ્ટાઇલ આ રીતે ઘરે બનાવો 'ડપકા કઢી'બે ચમચી ખાંડ

એક નાની ચમચી એક્ટિવ યીસ્ટ

અડધી ચમચીથી પણ ઓછુ મીઠું

તેલ

100 ગ્રામ બ્રાઉન ચોકલેટ

100 ગ્રામ વ્હાઇટ ચોકલેટ

2 થી 3 ચમચી શુગર પાવડર

બનાવવાની રીત

  • ચોકલેટ ડોનટ બનાવવા માટે સૌ પ્રથમ મેંદાના લોટને ચાળી લો.

  • હવે દૂધને ગરમ કરી લો અને માખણને પણ મેલ્ટ કરી લો.


આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીઓ પેટ ભરીને ખાઇ શકો છો 'આ' શાક



    • હવે લોટને મોટા વાસણમાં લઇને એમાં ખાંડ, ચપટી મીઠું, યીસ્ટ અને બટર મિક્સ કરી લો.

    • પછી આમાં હુંફાળુ દૂધ નાંખો અને સતત હલાવતા રહો.

    • મિક્સ કરેલા લોટને એક સાઇડ પાંચ મિનિટ સુધી સતત હલાવતા રહો જેથી કરીને સ્મુધ થાય.

    • હવે આ લોટમાંથી લુઆ બનાવી લો.

    • પછી આમાંથી મોટી અને નાની રોટલી ટાઇપ બનાવો. આ તમારે ડોનટ આકારમાં બનાવવાની રહેશે.

    • આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી ગ્લાસની મદદથી ગોળાકારમાં ડોનટ કરેલાની શીટ તૈયાર કરી લો.

    • તમે કોઇ બોટલના ઢાંકણની મદદથી પણ આ કરી શકો છો.

    • ડોનટનો શેપ આપતી વખતે જે લોટ નિકળે એને એક પ્લેટમાં લઇ લો.

    • તમે આ લોટનો બીજી વાર પણ ઉપયોગ કરી શકો છો.

    • આમ, એક પછી એક બધા ડોનટ શીટ્સ તૈયાર કરી લો અને બધાને તેલથી ગ્રીસ કરી લો.






  • આને એક કલાક માટે સાઇડમાં મુકી રાખો.

  • હવે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મુકો.

  • આમાં ડોનટ શીટ્સ નાંખો અને તળી લો.

  • ત્યારબાદ ડોનટ્સને ટિશ્યુ પેપર પર મુકી દો.

  • પછી શુગર પાવડરથી કોટિંગ કરો.

  • હવે બ્રાઉન અને વ્હાઇટ ચોકલેટને એક પેનમાં મેલ્ટ કરી લો.

  • પછી આ ચોકલેટમાં ડોનટને ડિપ કરો અને પ્લેટમાં મુકી દો. તમે ચોકલેટ ચિપ્સ પણ નાંખી શકો છો.

  • તો તૈયાર છે ચોકલેટ ડોનટ.

Published by: Niyati Modi
First published: September 25, 2022, 4:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading