ઘરે બનાવીને પીવો આ Soup, માત્ર 15 દિવસમાં સડસડાટ ઉતરી જશે 3 કિલો વજન

News18 Gujarati
Updated: September 21, 2022, 7:55 PM IST
ઘરે બનાવીને પીવો આ Soup, માત્ર 15 દિવસમાં સડસડાટ ઉતરી જશે 3 કિલો વજન
આ સુપ પીવો અને વજન ઘટાડો

How To Make bottle gourd soup: આ દિવસોમાં તમે વજન ઉતારી રહ્યા છો તો આ સુપ તમારા માટે સૌથી બેસ્ટ છે. તમે આ સુપ રેગ્યુલર પીવો છો તો તમારું વજન ઉતરી જાય છે. આ સુપ ઘરે તમે સરળતાથી બનાવી શકો છો.

 • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દૂધી અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. દૂધીમાં રહેલા અનેક ગુણો સ્વાસ્થ્ય સંબંધીત બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. જો તમે વજન ઉતારી રહ્યા છો તો તમારે ખાસ કરીને દૂધીનો સુપ પીવો જોઇએ. દૂધનું શાક પણ સ્વાદમાં મસ્ત લાગે છે. આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પોતાની હેલ્થ પ્રત્યે ખૂબ કાળજી રાખતા થઇ ગયા છે. દૂધીનો શુપ તમે આ રીતે બનાવો છો અને પછી પીવો છો તો તમારું વજન સડસડાટ ઉતરવા લાગે છે. તમને ખાસ એ જણાવી દઇએ કે રાત્રીના 7 થી 8ના સમયમાં એક બાઉલ ભરીને તમારે આ સુપ પી લેવાનો છે. ત્યારબાદ તમારે કોઇ પણ વસ્તુ ખાવાની નથી. જો તમે 15 દિવસ આ સુપ પીશો તો તમારું વજન 3 કિલો ઓછુ થઇ જશે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો દૂધીનો સુપ.

સામગ્રી


એક દૂધી

½ ટી.સ્પૂન જીરું પાવડર

½ ટી.સ્પૂન કાળ મરીનો પાવડર

10 થી 12 ફુદીનાના પાનએક નાનો ટુકડો આદુ

આ પણ વાંચો: તમે ક્યારે ખાધી છે મગની દાળની પકોડી?

2 ટી.સ્પૂન લીંબુનો રસ

ચપટી મીઠું

1-2 કપ ઠંડુ પાણી

આઇસ ક્યૂબ્સ

બનાવવાની રીત • વજન ઉતારવા માટે દૂધીનો સૂપ બનાવતી વખતે સૌ પ્રથમ એક દૂધી લો એને છોલી લો.

 • છોલેલી દૂધીના હવે કટકા કરી લો.

 • ત્યારબાદ કુકરમાં દૂધી અને થોડુ પાણી નાંખીને બે સીટી વગાડી લો.

 • આમ કરવાથી દૂધી નરમ થઇ જશે.

 • દૂધીના કટકાને મિક્સર જારમાં લઇ લો અને ક્રશ કરી લો.

 • આ મિક્સર જારમાં દૂધીની સાથે ફુદીનો, જીરું પાવડર, કાળા મરીનો પાવડર, આદુ, લીંબુનો રસ અને ચપટી મીઠું નાંખીને આ બધી જ વસ્તુઓ એક સાથે ચન કરી લો.


આ પણ વાંચો: નાયલોન પૌવાનો ચેવડો' બનાવો ત્યારે આ રીતે નાંખો ખાંડ

 • એક વાર ચન કર્યા પછી ઠંડુ પાણી નાંખો અને ફરી ફેરવી લો.

 • ત્યારબાદ ઉપરથી આઇસ ક્યૂબ્સ નાંખો અને ફુદીનાના પાન નાખીને ગાર્નિશ કરો.

 • તો તૈયાર છે દૂધીનો સુપ. આ સુપ તમે સતત 15 દિવસ સુધી પીવો છો તો તમારું વજન 3 કિલો ઘટી જાય છે.

 • આ સુપ પીવાના બે કલાક પહેલા તમારે કોઇ પણ એક્સેસાઇઝ 20 મિનિટ સુધી કરવાની રહેશે. જો તમારા શરીરમાં કોઇ ખામી છે તો તમે ડોક્ટરને પૂછીને આ સુપ પીજો, જેથી કરીને કોઇ તકલીફ ના થાય.

Published by: Niyati Modi
First published: September 21, 2022, 7:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading