મગની દાળના ઢોકળા માત્ર 15 મિનિટમાં આ રીતે બનાવો ઘરે, જાણો આ ઢોકળામાં કેટલી હોય છે કેલરી

News18 Gujarati
Updated: September 24, 2022, 6:23 PM IST
મગની દાળના ઢોકળા માત્ર 15 મિનિટમાં આ રીતે બનાવો ઘરે, જાણો આ ઢોકળામાં કેટલી હોય છે કેલરી
આ રીતે ઘરે બનાવો મગની દાળના ઢોકળા

Moong Dal Dhokla Recipe: ગુજરાતીઓ ફરસાણ ખાવાના બહુ શોખીન હોય છે. તમે બધાએ ખમણ, પાત્રા, ઢોકળા જેવી વાનગીઓ તો ખાધી જ હશે પરંતુ આ વખતે અમે તમારી માટે એક નવી વાનગી લઇને આવ્યા છીએ. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો મગની દાળના ઢોકળા.

 • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગુજરાતીઓ હોય ત્યાં ફરસાણ તો હોય જ...કહેવાય છે કે ગુજરાતીઓ ફરસાણ ખાવાના બહુ શોખીન હોય છે. ગુજરાતીઓના ઘરમાં મોટાભાગે અવાર-નવાર ફરસાણ બનતું રહેતું હોય છે. જમવાની થાળીમાં ફરસાણ આવે તો ખાવાની મજામાં પણ ડબલ વધારો થઇ જાય છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટું નથી. આમ, રેગ્યુલર ઢોકળા તો તમે ખાતા હશો પરંતુ આજે અમે તમને મગની દાળના ઢોકળાની રેસિપી બતાવીશું. આ ઢોકળામાં 180 કેલરી હોય છે. આ ઢોકળામાં નેચરલ મીઠાશ હોય છે. આ ઢોકળા ખાવાની પણ બહુ જ મજા આવે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો મગની દાળના ઢોકળા.

સામગ્રી


3 થી 4 કપ ફોતરા વગરની મગની દાળ

એક ચમચી બેસન

બે ચમચી દહીં

અડધી ચમચી તલએક ચમચી નારિયેળની છીણ

આ પણ વાંચો: આ રીતે માત્ર 10 મિનિટમાં બનાવો ભૂંગળા-બટાકા

અડધી ચમચી રાઇ

અડધી ચમચી હળદર

દોઢ ચમચી ખાંડ

બેથી ત્રણ લીલા મરચા

બે ચમચી તેલ

ચપટી સોડા

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત • મગની દાળના ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ મગની દાળને આખી રાત પાણીમાં પલાળી રાખો.

 • સવારમાં આ દાળને મિક્સરમાં પીસી લો. મગની દાળ પીસતી વખતે સાથે લીલા મરચાં પણ નાંખો જેથી કરીને એ પણ પીસાઇ જાય અને પેસ્ટ મસ્ત બને.

 • હવે આ પેસ્ટને એક મોટા બાઉલમાં લઇ લો અને એમાં ખાંડ, હિંગ, બેસન અને દહીં નાંખીને બરાબર મિક્સ કરી લો.

 • ત્યારબાદ આ પેસ્ટમાં ચપટી સોડા, હળદર, મીઠું અને થોડુ તેલ નાંખીને મિક્સ કરી લો.

 • આ મિશ્રણને 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દો.

 • હવે ઢોકળીયાનું કુકર લો અને એમાં પાણી ગરમ કરવા માટે મુકો.

 • એક થાળી લો અને એમાં તેલ લગાવીને ગ્રીસ કરી લો.


આ પણ વાંચો: 'નાયલોન પૌવાના ચેવડામાં' આ રીતે નાંખો બૂરું ખાંડ

 • પછી આ થાળીમાં ઢોકળાનું ખીરું એકસરખું પાથરી લો.

 • હવે ઢાંકણ બંધ કરીને 10 થી 15 મિનિટ માટે થવા દો.

 • ત્યારબાદ ઢોકળા થઇ જાય એટલે થાળીને કાઢી લો અને 5 થી 7 મિનિટ માટે ઠંડી થવા દો.

 • પછી એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.

 • તેલ ગરમ થઇ જાય એટલે રાઇ, હિંગ અને તલ નાંખો.

 • હવે તેલમાં લીલા સમારેલા મરચાં નાંખો.

 • આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી આ વઘારને ઢોકળા પર ચારે બાજુ ફેલાવી દો.

 • કોથમીર નાંખીને ગાર્નિશ કરો.

 • તો તૈયાર છે મગની દાળના ઢોકળા.

Published by: Niyati Modi
First published: September 24, 2022, 6:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading