Rice Samosa Recipe: બટાકાના નહીં, રાઇસના ચટાકેદાર સમોસા આ રીતે ઘરે બનાવો અને ખાવાની મજા માણો
News18 Gujarati Updated: January 29, 2023, 10:56 AM IST
રાઇસ સમોસા ખાવાની મજા આવે છે.
Rice Samosa recipe: રાઇસ સમોસા ખાવાની બહુ જ મજા આવે છે. આ સમોસા તમે આ રીતે ઘરે બનાવો છો તો ટેસ્ટમાં મસ્ત ટેસ્ટી બને છે. આ સમોસા તમે એક વાર ખાશો તો બીજા બધા સમોસા ખાવાના ભૂલી જશો. તો તમે પણ મોડું કર્યા વગર આ રીતે ઘરે બનાવો રાઇસ સમોસા.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: રાઇસ સમોસા તમે ક્યારે ખાધા છે? રાઇસ સમોસા ખાવાની બહુ જ મજા આવે છે. રાઇસ સમોસા તમે ખૂબ જ ઝડપથી ઘરે બનાવી શકો છો. બટાકાના સમોસાની જેમ તમે આ રાઇસ સમોસા ઘરે બનાવી શકો છો. આ સ્ટ્રીટ ફૂડ છે ખૂબ લોકપ્રિય છે. બહુ ઓછા લોકોએ આ સમોસાનો સ્વાદ ચાખ્યો હશે. સમોસા અનેક રીતે બનાવવામાં આવે છે. આ ફેમસ રેસિપી તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો. તો તમે પણ ઘરે બનાવો રાઇસ અને ખાવાની મજા માણો. તો નોંધી લો તમે પણ આ રેસિપી.
સામગ્રી
એક કપ બાફેલા ચોખા
અડધી ચમચી માખણ
¼ કપ લીલી ડુંગળી
આ પણ વાંચો:તીખા તમતમતા મિર્ચી વડા આ રીતે ઘરે બનાવો એક ચમચી ચિલી સોસ
તળવા માટે તેલ
એક ચમચી દેસી ઘી
સ્વાદાનુંસાર મીઠું
બનાવવાની રીત
- રાઇસ સમોસા બનાવવા માટે સૌ પ્રથમ ચોખાને સાફ કરીને કુકરમાં બાફી લો.
- ભાત થઇ જાય પછી એક વાસણમાં લઇ લો.
- પછી લીલી ડુંગળી ઝીણી સમારી લો.
- હવે મિક્સર બાઉલમાં મેંદો નાંખો અને એક ચમચી દેસી ઘી મિક્સ કરી લો.
- ત્યારબાદ ચપટી મીઠું નાંખીને મિક્સ કરી લો.
આ પણ વાંચો:બીટમાંથી આ અલગ-અલગ વાનગીઓ બનાવો
- પછી મેંદામાં થોડુ-થોડુ પાણી નાંખીને લોટ બાંધતા જાવો.
- લોટ બાંધ્યા પછી 15 મિનિટ રહીને ઢાંકણ ઢાંકીને મુકી રાખો.
- એક કડાઇમાં માખણ નાંખો અને ગરમ કરી લો.
- માખણ પીગળી જાય પછી ઝીણી સમારેલી ડુંગળી એક મિનિટ માટે સાંતળી લો.
- પછી આમાં ભાત, ચિલી સોસ અને થોડુ મીઠું નાંખીને મિક્સ કરી લો.
- બે મિનિટ માટે થવા દો.
- પછી ગેસ બંધ કરી દો અને ભાતને ઠંડા થવા દો.
- સમોસામાં ભરવા માટે સ્ટફિંગ તૈયાર છે.
- હવે મેંદાનો લોટ લઇને ગુલ્લા બનાવી લો.
- પછી ગુલ્લામાંથી વણી લો અને એમાં સ્ટફિંગ ભરી લો.
- એક બાજુ કિનારીને પાણીથી બંધ કરીને ચોંટાડી દો.
- એક પછી એક સમોસા બનાવતા જાવો અને પ્લેટમાં અલગ મુકી દો.
- સમોસા બની જાય પછી એક કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો.
- તેલ ગરમ થઇ જાય એટલે એમાં સમોસા ડીપ ફ્રાય કરી લો.
- તો તૈયાર છે ચટાકેદાર સમોસા.
Published by:
Niyati Modi
First published:
January 29, 2023, 10:56 AM IST