શિયાળામાં તલના લાડુનું કરો સેવન, રોગ પ્રતિકારક શક્તિમાં થશે વૃદ્ધિ


Updated: December 3, 2021, 8:40 AM IST
શિયાળામાં તલના લાડુનું કરો સેવન, રોગ પ્રતિકારક શક્તિમાં થશે વૃદ્ધિ
તલનાં લાડુ

તલ અને ગોળમાં (Tal Ladoo) તમામ પ્રકારના પોષકતત્વો રહેલા છે, જે સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે. તલમાં ઝિંક, આયર્ન, વિટામીન B6, વિટામીન ઈ અને સેલેનિયમ જેવા પોષકતત્વો રહેલા છે

  • Share this:
Til Laddu Benefits: ઠંડીની ઋતુમાં (Winter) શરીરમાં ગરમાવો આવવો જરૂરી છે, તેની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂર છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય તો વ્યક્તિ વારંવાર બીમાર પડતી નથી તથા કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન થતું નથી. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે શિયાળામાં તલના લાડુ (Til Laddu) નું સેવન કરવું જ જોઈએ. શિયાળામાં તલના લાડુનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે ઉપરાંત શરીરને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે.

આ પણ વાંચો-હળદર-લીંબુનો આ ઉપાય ઇમ્યુનિટી વધારશે અને વજન સડસડાટ ઉતારશે

તલ અને ગોળમાં તમામ પ્રકારના પોષકતત્વો રહેલા છે, જે સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે. તલમાં ઝિંક, આયર્ન, વિટામીન B6, વિટામીન ઈ અને સેલેનિયમ જેવા પોષકતત્વો રહેલા છે. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નીશિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ અને આયર્ન જેવા પોષકતત્વો રહેલા છે. જેનાથી શિયાળામાં શરીર એકદમ ફિટ અને તંદુરસ્ત રહે છે. અહીં તલના લાડુના લાભ વિશે માહિતી આપવામાં આવી છે.

હાડકાં મજબૂત થાય છે

તલના લાડુનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે. તલના લાડુમાં કેલ્શિયમ રહેલું હોવાના કારણે હાડકાં મજબૂત બને છે અને બોન મિનરલ ડેંસિટીમાં સુધારો થાય છે.

આ પણ વાંચો-Corona during Pregnancy: પ્રેગ્નન્સીમાં મા અને બાળક પર કોરોનાની જુદી-જુદી અસર થાય છે- સ્ટડીસોજો ઓછો કરે છે

શિયાળામાં અનેક લોકોને શરીરમાં સોજો આવવાની સમસ્યા થતી હોય છે. તલના લાડુનું સેવન કરવાથી આ પ્રકારની સમસ્યા દૂર થાય છે. જો તમને શરીરમાં કોઈપણ પ્રકારનો સોજો આવે છે અથવા દુખાવો થઈ રહ્યો છે, તો તમારે તલના લાડુનું જરૂરથી સેવન કરવું જોઈએ.

કોલસ્ટ્રોલનું સ્તર મેઈન્ટેઈન રાખે છે

શિયાળામાં અનેક લોકોને હ્રદયની સમસ્યા થાય છે. કોલસ્ટ્રોલનું સ્તર મેઈન્ટેઈન ન હોવાના કારણે આ પ્રકારની સમસ્યા થતી હોય છે. તલના લાડુનું સેવન કરવાથી કોલસ્ટ્રોલનું સ્તર મેઈન્ટેઈન રહે છે, જેના કારણે હ્રદય સંબંધિત સમસ્યા થવાના જોખમમાં ઘટાડો થાય છે.

રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે

શિયાળામાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. તલના લાડુનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, ઈન્ફેક્શન થવાનું જોખમ રહેતું નથી અને બિમારીઓ સામે રક્ષણ મળે છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
Published by: Margi Pandya
First published: December 3, 2021, 8:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading