Longevity Diet: આ ડાયટ વઘારે છે તમારું આયુષ્ય, સાથે ઘટાડે છે વજન પણ, જાણો વધુમાં

News18 Gujarati
Updated: September 24, 2022, 6:22 PM IST
Longevity Diet: આ ડાયટ વઘારે છે તમારું આયુષ્ય, સાથે ઘટાડે છે વજન પણ, જાણો વધુમાં
આ ડાયટ છે બેસ્ટ

Longevity Diet: આ ડાયટ તમે ફોલો કરો છો તો સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદાઓ થાય છે. આ ડાયટ ફોલો કરવાથી તમારું આયુષ્ય લાંબુ થાય છે. આ સાથે જ આ ડાયટમાંથી અનકે પ્રકારના પોષક તત્વો એવા મળે છે જે તમને લાંબી ઉંમર માટે સ્વસ્થ રાખે છે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: થોડા સમય પહેલા રિસર્ચમાં એવા ટાઇપના ડાયટની શોધ થઇ છે જે તમને લાંબી ઉંમર આપી શકે છે. આ ડાયટને Longevity Diet નામ આપવામાં આવ્યુ છે. દક્ષિણી કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિશેષજ્ઞોએ લાંબી ઉંમર માટે 100 વર્ષોમાં ડાયટ પર અનેક પ્રકારના રિસર્ચની સમીક્ષા કરી છે. આ આહારમાં શાકભાજી સામેલ થાય છે, જેમાં ફળ, મેવા, બીન્સ, જૈતુન તેલ અને સમુદ્રી ભોજનને શામેલ કરવામાં આવ્યા છે. આ આહારમાં તમને વિટામીન,  ખનીજ, ફાઇબર અને એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. આ ડાયટ તમે ફોલો કરો છો તો તમારા સ્વાસ્થ્યને લઇને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. તો જાણો તમે પણ આ આહારના ફાયદાઓ.

આ આહારને એક પેટર્નના રૂપમાં ઓળખી શકાય છે. આ મેડિટરેનિયન આહારના સમાન છે. વિશેષ રૂપમાં આમાં જૈતુનનું તેલ હોય છે. ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં રાષ્ટ્રીય, સાક્ષ્ય-આધારિત આહાર દિશાનિર્દેશો સમાન છે.

વજન ઘટાડે



તમે આ ડાયટ ફોલો કરો છો તો તમારું વજન સડસડાટ ઉતરવા લાગે છે. આ ડાયટમાં તમારે શાકભાજી સાથે કઠોળ અને સલાડને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. જો તમે આ પ્રોપર રીતે ડાયટ કરો છો તો તમારું વજન સડસડાટ ઉતરવા લાગે છે અને સાથે તમને અનેક પ્રકારના વિટામીન્સ પણ મળી રહે છે.

આ પણ વાંચો: ઘરે બનાવો આ ફેસ પેક અને નવરાત્રીમાં લાવો નેચરલ ગ્લો

ઇમ્યુનિટી વધારે

આ ડાયટ તમે રેગ્યુલર ફોલો કરો છો તો તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. આ આહાર દરેક લોકોએ રેગ્યુલર ફોલો કરવું જોઇએ. આ ડાયટ તમારી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરવાની સાથે-સાથે અનેક પ્રકારના ફાયદા પણ સ્વાસ્થ્યને થાય છે. આ ડાયટ દરેક લોકો માટે સૌથી બેસ્ટ છે.

આ પણ વાંચો: ફોલો કરો આ ટિપ્સ અને ચમકાવો પીઠ

આ વસ્તુઓથી દૂર રહો


આ આહાર કાર્યક્રમમાં તમારે અનેક પ્રકારની વસ્તુઓથી દૂર રહેવું જરૂરી છે. જે લોકો ડેરી ઉત્પાદન વગર રહી શકતા નથી એમને  દીર્ધાયુ આહારના રૂપમાં ગાયના દૂધ સિવાય બકરીનુ દૂધ લેવું જોઇએ.

આ દૂધમાં અલગ પ્રકારના પોષક તત્વો હોય છે. આ કારણ આ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. તમને જણાવી દઇએ કે, બકરીનું દૂધ સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે. તો તમે પણ મોડું કર્યા વગર આ ડાયટ ફોલો કરો અને વજન ઘટાડો.
Published by: Niyati Modi
First published: September 24, 2022, 6:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading