ઘોર કળિયુગ! અમદાવાદઃ પિતાએ પોતાનું મકાન માંગી લેતા પુત્ર અને પુત્રવધુએ દૂધમાં ઝેર આપી હત્યા કરી દેવાની ધમકી આપી


Updated: September 23, 2021, 9:41 PM IST
ઘોર કળિયુગ! અમદાવાદઃ પિતાએ પોતાનું મકાન માંગી લેતા પુત્ર અને પુત્રવધુએ દૂધમાં ઝેર આપી હત્યા કરી દેવાની ધમકી આપી
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

Ahmedabad crime news: ફરિયાદીએ આરોપ મૂક્યો છે કે પત્નીના મરણના (wife death) 20-25 દિવસ બાદથી પુત્ર અને પુત્રવધુ (son and daughter in law) વર્તન એકદમ બદલી નાખેલ અને સમયસર જમવાનું (meal on time) પણના આપતા અને દવા પણ આપતા નહોતા.

  • Share this:
અમદાવાદ: અમદાવાદના (Ahmedabad news) કૃષ્ણનગર પોલીસ સ્ટેશન (krushnanagar police station) વિસ્તારમાં માં એક શરમજનક ઘટના સામે આવી છે.જ્યાં પિતાએના છૂટકે પોતાના પુત્ર-પુત્રવધુ (son and daughter in law) સામે ફરિયાદ દાખલ કરવી પડી છે અને જે મામલે પોલીસે ફરિયાદ (police complaint) લઈ તપાસ શરૂ કરી છે. ફરિયાદીએ ગંભીર આરોપ મુકતા ફરિયાદ માં કહયું છે કે તેના પુત્ર-પુત્રવધુ એ દૂધમાં ઝેર (poison in milk) આપી હત્યા કરી દેવાની ધમકી પણ આપી દીધી છે. અને ફરિયાદીને માર પણ માર્યો છે.

વિગત વાર વાર વાત કરીએ તો ફરિયાદીની ઉમર 75 વર્ષની છે અને હાલ તે નિવૃત જીવન જીવી રહ્યા છે. વર્ષ 2016માં તેમની પત્નીનું મોત થઈ ગયેલ અને પુત્રના લગન 15 વર્ષ પહેલાં થાય હતા. 4 સંતાનોમાં 3 દીકરીઓ છે અને જેમાં તમામ ના લગ્ન થઈ ગયા છે. ફરિયાદીએ આરોપ મૂક્યો છે કે પત્નીના મરણના 20-25 દિવસ બાદથી પુત્ર અને પુત્રવધુ વર્તન એકદમ બદલી નાખેલ અને સમયસર જમવાનું પણ ના આપતા અને દવા પણ આપતા નહોતા.

અને મફતમાં રોટલા તોડો છો એમ કહી મને અપમાનિત કરતા હતા. આ વાત મેં મારા દીકરીઓ ને કહેતા તમામ લોકો એ સમજાવ્યા બાદ થોડા સમય સારું ચાલ્યું પરંતુ ત્યાર બાદ ફરી થી વર્તન એમનું એમજ થઈ ગયેલ. ત્યાર બાદ ફરિયાદીએ બન્ને ને કહ્યું કે આ મકાન મારુ છે તમે ખાલી કરી દો હું ભાડે આપીશ ગુજરાન ચલાવીશ. આ ઘટના બાદ બન્ને આરોપીઓ જેમ ફાવે તેમ કહેવા લાગેલ અને ગાળો બોલવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ-ક્રૂર માતાનું કારસ્તાન! પ્રેમી સાથે એક વર્ષ પહેલા ભાગ્યા બાદ સાસરીની યાદ આવી, પાછી જવા બે બાળકીઓની કરી હત્યા

પુત્રવધુએ ધમકી આપી કે દૂધ માં ઝેર આપી મારી નાખીશ ત્યાર બાદ ફરિયાદી દીકરી ના ઘરે જતા રહ્યા હતા અને ત્યાં જઈને મેન્ટેન્સ ટ્રીબ્યુનલ અને સબ ડિવિઝિનલ મજેસ્ટેટ (ઇસ્ટ)માં અપીલ દાખલ કરેલ અને અધ્યક્ષ શ્રીએ પુત્ર અને પુત્રવધુને પિતાનું ભરણ પોસન સહિત તેમની સારી રીતે રાખવા આદેશ કર્યો હતો છતાં બન્ને આરોપીઓ સારી રીતે રાખતા ન હતા.

આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સોઃ 'મેડમ, મારી પત્ની નહાતી નથી, તેના શરીરમાંથી ગંધ આવે છે, છૂટાછેડા અપાવો'જેથી ફરિયાદી આ મામેલ કલેકટરની કોર્ટમાં અપીલ કરી અને તેમને પણ જુના ચુકાદા ને માન્ય રાખવા આદેશ આપ્યો હતો.ત્યાર બાદ પણ પણ તેમનામાં કોઈ ફેર આવ્યો ન હતો. 2 મહિના પહેલા ફરિયાદીને જમવાનું ના આપતા તે પાડોશમાંથી માંગીને જમ્યા બાદ વહુને કહ્યું તો તે બન્ને માર મારી અને ગાળો બોલ્યા હતા.

આ પણ વાંચોઃ-સુરત: જીવના જોખમનો live video, ઓવર બ્રીજની પાળી પર ચાલી સ્ટન્ટ કરતા બે યુવાનો video viral

તે સમય ફરિયાદી એ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી પરંતુ પુત્ર નું ભવિષ્ય ના બગડે તે માટે અરજી પાછી લઈ લીધેલ પરંતુ ત્યાર બાદ પણ કોઈ ફરક ના પાડતા પોલીસ ફરિયાદ કરવી પડી છે. પોલીસે આ મામલે 323,294(બી),506(2) અને 114 મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: September 23, 2021, 9:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading