અમદાવાદ: પતિના મોત બાદ પત્નીએ સ્વીકારી ડ્રાઇવરની નોકરી, BRTS બસ ચલાવશે


Updated: July 23, 2021, 3:44 PM IST
અમદાવાદ: પતિના મોત બાદ પત્નીએ સ્વીકારી ડ્રાઇવરની નોકરી, BRTS બસ ચલાવશે
રેખાબેન કહાર.

Ahmedabad BRTS bus woman driver: આમ જોઈએ તો રેખાબેન છેલ્લા પાંચ વર્ષથી આ તમામ વસ્તુઓ જાણતાં હતા પરંતુ મહિલા હોવાના નાતે તેમને નોકરી મેળવવામાં ઘણી તકલીફ પડતી હતી.

  • Share this:
અમદાવાદ: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા રેખાબેન કહાર (Rekhaben Kahar) હવે રસ્તા પર બીઆરટીએસ (Ahmedabad first woman BRTS driver)ચલાવતા જોવા મળશે. એક મહિલા જ્યારે બીઆરટીએસ બસ ચલાવવા જઈ રહ્યા છે ત્યારે તેમનો થોડો પરિચય મેળવીએ. વાસ્તવમાં રેખાબેનની ચર્ચા હવે દરેક જગ્યા પર છે. આ પાછળનું કારણે તેમનું ડ્રાઇવિંગ છે. હવે અમદાવાદના દરેક વિસ્તારના લોકો રેખાબેનને જાણશે. કારણ કે આગામી દિવસોમાં રેખાબેન રસ્તા પર બીઆરટીએસ લઇને નીકળશે.

અમદાવાદના સાંકડા રસ્તા પર કેવી રીતે બસ ચલાવવી, કેવી રીતે ટર્ન લેવો સહિતની નાની નાની વાતો રેખાબેન સારી રીતે જાણે છે. આમ જોઈએ તો રેખાબેન છેલ્લા પાંચ વર્ષથી આ તમામ વસ્તુઓ જાણતાં હતા પરંતુ મહિલા હોવાના નાતે તેમને નોકરી મેળવવામાં ઘણી તકલીફ પડતી હતી. એમાં પણ જ્યારે બોલચાલમાં પણ મહિલા ડ્રાઈવિંગ પર કોમેન્ટ થતી હોય ત્યારે તેમની આવડત પર નોકરી આપનાર શંકા કરતા હતા.



આ પણ વાંચો: અમદાવાદનો અજીબ કિસ્સો: 'પતિ તેની મરજી હોય ત્યારે જ પાસે આવે છે, રાત્રે અલગ સૂવા જતો રહે છે' 

આ અંગે રેખાબેન કહારનું કહેવું છે કે,"જ્યારે તેઓ આરટીઓમાં લાઇસન્સ માટે ગયા ત્યારે બારી પર બેઠેલા કર્મચારી તેમની સામે જોવા લાગ્યા હતા અને પૂછ્યું હતું કે ખરેખર તમે હેવી વ્હીકલ લાઇસન્સ માટે આવ્યા છો? શું તમે હેવી વ્હીકલ ચલાવી શકશો?" એટલે કે લાઇસન્સ માટે રેખાબેને જાણે અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાનું હોય તેવું અનુભવ્યું હતું અને લાઇસન્સ મેળવ્યું હતું.

આ પણ વાંચો: વરસાદ ઢુકડો: બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સક્રિય, પાંચ દિવસ રાજ્યના આ વિસ્તારોમાં બોલાવશે તડાફડીપતિના મોત બાદ રેખાબેનને નોકરી મળી 

તમામ મુશ્કલીઓ બાદ રેખાબેનનો સૂર્યોદય થયો અને તેમને બીઆરટીએસમાં નોકરી મળી હતી. જોકે, આ નોકરી કરવા પાછળ તેમની મજબૂરી પણ જવાબદાર છે. રેખાબેનના લગ્ન 2006માં થયા હતા. કદાચ વિધાતાને મંજૂર ન હોય એમ વર્ષ 2015માં રીક્ષા અકસ્માતમાં તેમના પતિનું મોત થયું હતું. લગ્ન જીવન દરમિયાન બંને બાળકોની જવાબદારી તેમની પર આવી પડતા તેઓ ડ્રાઇવર બની ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો: તમે પણ આ ગેંગનો શિકાર બની શકો છો, વાંચો અહેવાલ

મહિલા ડ્રાઇવર અંગે રેખાબેન કહાર કહે છે કે, ક્યારેય જિંદગીમાં હારવું ન જોઈએ. પતિ નથી ત્યારે બસ ચલાવું છું તો સમાજના લોકો કંઈ પણ વિચારે છે. જોકે, મારા માટે મારા બાળકોનું ભવિષ્ય વધારે મહત્ત્વનું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરનાં રેખાબહેન કહાર BRTS બસ ચલાવનાર એકમાત્ર મહિલા ડ્રાઇવર છે. રેખાબહેન જનવિકાસ સંસ્થામાંથી ડ્રાઈવિંગ શીખ્યા બાદ અમદાવાદમાં એક વર્ષ કેબ ચલાવી હતી. તેમના આ અનુભવના આધારે તેમને BRTSનાં ડ્રાઇવર તરીકે નોકરી મળી છે.
Published by: Vinod Zankhaliya
First published: July 23, 2021, 3:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading