અમદાવાદ: વાડજનો પતિ-પત્ની ઔર વોનો કિસ્સોઃ સાથે રહેવા માટે પિતાએ ફિઝિયોથેરાપીસ્ટ પ્રેમિકાને પુત્રની સારવાર માટે રાખી


Updated: June 22, 2021, 12:39 AM IST
અમદાવાદ: વાડજનો પતિ-પત્ની ઔર વોનો કિસ્સોઃ સાથે રહેવા માટે પિતાએ ફિઝિયોથેરાપીસ્ટ પ્રેમિકાને પુત્રની સારવાર માટે રાખી
પ્રતિકાત્મક તસવીર

મહિલાના પતિને આકાંક્ષા નામની યુવતી સાથે આડાસંબંધ હોવાથી ઘરના નાના નાના પ્રસંગોમાં તેને બોલાવતો હતો. છેલ્લા સાતેક વર્ષથી મહિલાના પતિએ તેની સાથે પતિ તરીકેનો કોઈ સંબંધ રાખ્યો નહોતો.

  • Share this:
અમદાવાદ: શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં (woman police station) એક મહિલાએ તેના પતિ સાસુ જેઠ જેઠાણી સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા સાતેક વર્ષથી તેનો પતિ પતિ તરીકેના કોઈ સંબંધ રાખતો ન હતો. બીજી તરફ તેના નાના દીકરાને એક બીમારી હોવાથી તેના પતિએ તેની ફિઝિયોથેરાપિસ્ટ પ્રેમિકાને (Physiotherapist girlfriend) દીકરાની સારવાર માટે રાખવાનું આ મહિલાને કહ્યું હતું. પરંતુ તેણે મનાવી કરતા પતિએ તેને ત્રાસ (domestice violence) આપ્યો હતો. સમગ્ર બાબતોને લઇને મહિલા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

શહેરના વાડજ વિસ્તારમાં રહેતી 44 વર્ષીય મહિલા સિવિલ હોસ્પિટલમાં (civil hospital) નોકરી કરે છે  વર્ષ 2003ના રોજ શાહીબાગ ખાતે રહેતા એક વ્યક્તિ સાથે તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ તે શાહીબાગ ખાતે તેના સાસરે રહેવા ગઈ હતી  ત્યાં થોડાંક વર્ષ સુધી સાસરિયાઓએ તેને સારી રીતે રાખી હતી. બાદમાં લગ્નજીવનથી આ મહિલાએ બે દીકરાને જન્મ આપ્યો હતો. જેમાં ૧૭ વર્ષનો દીકરો હાલ તેના પિતા સાથે રહે છે.

જ્યારે 11 વર્ષનો દીકરો આ મહિલા પાસે રહે છે. લગ્ન બાદ આ મહિલાની સાસુ તેને કામકાજ બાબતે મહેણાં મારી નોકરી મૂકી દેવા માટે વારંવાર દબાણ કરતા હતા. મહિલાના નાના દીકરાને X LINKED ADRENOLUCODYSTROPHY નામની બીમારી થઈ હોવાથી મહિલા પર તેની તમામ જવાબદારી હોવાથી તેની સાસુ તેને હેરાન પરેશાન કરતી હતી.

આ પણ વાંચોઃ-વલસાડઃ ટૂંકા વસ્ત્રોમાં 4 'સ્પા સુંદરીઓ' મોંઘીદાટ દારૂની બોટલો સાથે ઝડપાઈ, વડોદરામાં સ્પામાં કરે છે કામ, પોલીસ પણ શરમાઈ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ આઠ મહિનાથી પતિએ ન બાંધ્યા શરીર સંબંધ, આવા ત્રાસથી પત્ની આવી ગઈ ડિપ્રેશનમાં અને પછી..

વર્ષ 2020 માં એક દિવસ રાત્રે મહિલાના પતિએ તેની સાથે મારઝૂડ કરી હોવાથી રાણીપ પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ કરી હતી. બાદમાં તેનો પતિ ઘરેથી કહ્યા વગર જતો રહ્યો હતો અને તેનો પતિ તથા સાસુ સામાન લેવા માટે ઘરે આવ્યા ત્યારે મહિલાને ગંદી ગાળો બોલ્યા હતા.આ પણ વાંચોઃ-મોરબીઃ વિચિત્ર અકસ્માતનો live video,ખાખરાળામાં ચાલું ટ્રકમાંથી ટાયર નીકળી દૂકાનમાં ઘૂસી ગયું, લોકોનો આબાદ બચાવ

વર્ષ 2021માં પણ જ્યારે આ સાસુ મહિલાના ઘરે મહિલાના નાના દીકરાને મળવા આવી ત્યારે પણ તેને ટોન્ટ મારી નોકરી છોડીને ઘરે રહેવું જોઈએ અને ઘર સાચવવું જોઈએ તેમ કહી ત્રાસ આપ્યો હતો. મહિલાનો પતિ પણ ઘરમાં ઘર ખર્ચ ન આપી મહિલા ની બધી કમાઈ અને રોકાણ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા અને પતિ તરીકેની કોઈ ફરજ નિભાવતો ન હતો.

આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સોઃ પતિને આસિસ્ટન્ટ પ્રોફેસર પત્ની ઉપર હતો શક, નજર રાખવા માટે બની ગયો યુવતી પછી..

મહિલાના પતિને આકાંક્ષા નામની યુવતી સાથે આડાસંબંધ હોવાથી ઘરના નાના નાના પ્રસંગોમાં તેને બોલાવતો હતો. છેલ્લા સાતેક વર્ષથી મહિલાના પતિએ તેની સાથે પતિ તરીકેનો કોઈ સંબંધ રાખ્યો નહોતો અને મહિલાના ચારિત્ર પર શંકા રાખી દીકરાની કોઈ જવાબદારી લેતો ન હતો. વર્ષ 2020માં મહિલાના પતિએ તેને છૂટાછેડા માટેની નોટિસ મોકલી હતી.



કારણ કે મહિલાના પતિને આકાંક્ષા નામની ફિઝિયોથેરાપિસ્ટ જોડે આડા સંબંધ હતા અને આજ આકાંક્ષાને ફરિયાદી મહિલાના નાના દીકરાની સારવાર માટે રાખવા પણ તેનો પતિ દબાણ કરતો હતો. સાસરિયાઓના ત્રાસથી મહિલા ડિપ્રેશનમાં આવી જતા તેણે ડિપ્રેશનની દવા લેવાનું શરૂ કર્યું હતું. સમગ્ર બાબતોથી કંટાળીને મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સાસુ જેઠ જેઠાણી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: June 22, 2021, 12:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading