અમદાવાદઃ આઠ મહિનાથી પતિએ ન બાંધ્યા શરીર સંબંધ, આવા ત્રાસથી પત્ની આવી ગઈ ડિપ્રેશનમાં અને પછી..


Updated: June 20, 2021, 12:20 AM IST
અમદાવાદઃ આઠ મહિનાથી પતિએ ન બાંધ્યા શરીર સંબંધ, આવા ત્રાસથી પત્ની આવી ગઈ ડિપ્રેશનમાં અને પછી..
પ્રતિકાત્મક તસવીર

મહિલા તેના પતિને વાતચીત કરવા માટે બોલાવતી ત્યારે તેનો પતિ કહેતો કે તું મારી પાસે કેમ આવી મેં તને ના પાડી છે તેમ કહી તેને ધક્કો મારી પાડી દીધી હતી. આ ઘટનાથી મહિલાને શરીરમાં એકદમ ધ્રુજારી આવી જતા તેણે તેના ભાઈને વીડિયો કોલ કર્યો હતો.

  • Share this:
અમદાવાદ: શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના પતિ સામે ફરિયાદ (wife complaint agains husband) નોંધાવી છે. આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદ તેનો પતિ તેને સારી રીતે રાખતો ન હતો અને છેલ્લા આઠેક મહિનાથી તેની સાથે શારીરિક સંબંધ (Physical relationship) પણ રાખ્યો ન હતો અને માનસિક શારીરિક (domestice violence) ત્રાસ આપતા આ મહિલા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. એટલું જ નહિ આ મહિલાને તેના પતિ ગમતી નથી તેમ કહી તેની સાથે વાતચીત પણ કરતો ન હતો. જ્યારે મહિલાએ દીકરીના સ્કૂલ એડમિશન ની વાત કરી ત્યારે તેના પતિએ પોતાની પાસે પૈસા નથી તેમ કહી વાત ટાળી દીધી હતી અને દેવું થઈ જતા સાસરીયાઓ પાસેથી 2 લાખ રૂપિયા પત્ની પાસે મંગાવ્યા હતા. સમગ્ર બાબતોથી કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના ગોતા ઓગણજ રોડ ઉપર આવેલા એક ફ્લેટમાં રહેતી 35 વર્ષીય યુવતીના વર્ષ 2012માં મણિનગર ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના પતિ સાથે સાસરે રહેવા ગઇ હતી. જ્યાં લગ્નના દસ દિવસ બાદ તેના સાસરિયાઓએ તેને કામકાજ બાબતે બોલાચાલી કરી તેને સારી રીતે રાખતા ન હતા. મહિલાનો  પતિ વારંવાર કહેતો કે તું મને ગમતી નથી અને તારે મારી સાથે ક્યાંય ફરવા આવવાનું નહીં તેમ કહી તેને મારતો હતો.

જેથી ઘણી વખત આ મહિલા રિસાઈને તેના પિયરમાં આવી જતી હતી. જોકે મહિલાને પોતાનું ઘર કરવું હોવાથી તે સમાધાન કરી સાસરે રહેવા જતી હતી. જ્યારે સમાજમાં કોઈ પ્રસંગ આવે ત્યારે મહિલાના પિયરજનો તેના પતિને બોલાવે તો પણ તેનો પતિ આવતો ન હતો અને આ મહિલાને તેનો પતિ કહેતો હતો કે તું તારા પિયરમાં વારંવાર જઈશ તો હું મરી જઈશ તેવી ધમકી આપતો હતો.

આ પણ વાંચોઃ-પતિએ કરાવી હતી નસબંધી, બાથરૂમમાં મળેલી વસ્તુ જોઈને પતિ ચોંકી ગયો, પત્નીની બેવફાઈનો ફૂટ્યો ભાંડો

આ પણ વાંચોઃ-રાજકોટઃ હોટલ પાર્કઇનમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, ગ્રાહકો પાસે રૂ.2500 લઈને પીડિતાને માત્ર રૂ.500 અપાતા

જેથી આ મહિલા તેના પિયરમાં પણ જઈ શકતી ન હતી. લગ્નજીવનથી મહિલાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. જો કે તેનો પતિ મહિલાની દીકરીને ક્યારે બોલાવતો નહોતો કે રમાડતો પણ ન હતો અને તેની દેખરેખ પણ રાખતો ન હતો. છેલ્લા આઠ મહિનાથી આ મહિલાનો પતિ તેની સાથે કોઈ પણ જાતનો શારીરિક સંબંધ રાખતો ન હોવાથી અને શારિરીક માનસિક ત્રાસ આપતા આ મહિલા પતિના વર્તનથી માનસિક રીતે ડિપ્રેશનમાં આવી ગઈ હતી.આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! માતા-પિતા વગરની નાની બહેન ઉપર નરાધમ ભાઈ કરતો હતો દુષ્કર્મ, થઈ ધરપકડ

આ પણ વાંચોઃ-ધો.8 પાસ ઢોંગી બાબા 32 યુવતીઓ સાથે અંગ્રેજીમાં ચેટ કરતો, પાંચ પત્નીઓ છતાં છઠ્ઠી પત્ની માટે કરતો હતો તૈયારી

મહિલાનો પતિ આ મહિલાને જણાવતો કે દેવું થઈ ગયું હોવાથી પિયરમાંથી બે લાખ રૂપિયા લઇ આવ. જેથી મહિલાએ પિયરમાં વાત કરતાં તેના ભાઈએ બે લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. જ્યારે મહિલાએ તેની દીકરીને સ્કૂલમાં એડમિશન કરવા માટે વાત કરી ત્યારે તેના પતિએ મારી પાસે પૈસા નથી તેમ કહી વાત ટાળી દીધી હતી.જ્યારે મહિલા તેના પતિને વાતચીત કરવા માટે બોલાવતી ત્યારે તેનો પતિ કહેતો કે તું મારી પાસે કેમ આવી મેં તને ના પાડી છે તેમ કહી તેને ધક્કો મારી પાડી દીધી હતી. આ ઘટનાથી મહિલાને શરીરમાં એકદમ ધ્રુજારી આવી જતા તેણે તેના ભાઈને વીડિયો કોલ કર્યો હતો. જોકે બાદમાં શારીરિક માનસિક ત્રાસના લીધે આ મહિલા સાસરીમાં ન રહેવા માંગતી હોવાથી તેણે તેના પતિ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: June 20, 2021, 12:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading