અમદાવાદઃ દેહ વેપાર સાથે જોડાયેલી મહિલાની હત્યા,1500 રૂપિયાની બબાલમાં આરોપીઓએ પતાવી દીધી


Updated: July 23, 2021, 8:48 PM IST
અમદાવાદઃ દેહ વેપાર સાથે જોડાયેલી મહિલાની હત્યા,1500 રૂપિયાની બબાલમાં આરોપીઓએ પતાવી દીધી
પકડાયેલા આોરપીની તસવીર

Ahmedabad crime news: કિશોર આરોપી 17મી જુલાઇની રાત્રે નારોલ બ્રિજ નીચે ગયો હતો. અને ત્યારે તેને એક મોઢે દુપટ્ટો બાંધેલી યુવતી સાથે ઝઘડો થયો હતો. તે સમયે યુવતીના ઓળખીતાએ આવીને કિશોરને માર માર્યો હતો અને તેના ખિસ્સા માંથી રૂપિયા 1500નીકાળી લીધા હતા.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad news) ઇશનપુર વિસ્તારમાં (Ishanpur) થયેલી મહિલાની હત્યાનો ભેદ (woman murder) અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad crime branch) ઉકેલી કાઢયો છે. અને બે આરોપી ઓને ઝડપી પાડયા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ બનાવમાં મોઢે દુપટ્ટો બાંધવો મૃતક મહિલાને ભારે પડ્યું છે. શહેર માં એક પછી એક હત્યાના બનાવો સામે આવતા પોલીસ દોડતી થઇ ગઇ છે. જો કે ઇશનપુરમાં મહિલાની થયેલી હત્યાનો ભેદ ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ કામે લાગી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળતા એક કિશોર અને અનિશ શેખ નામના આરોપીને ઝડપી પાડ્યો છે.

આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે કિશોર આરોપી 17મી જુલાઇની રાત્રે નારોલ બ્રિજ નીચે ગયો હતો. અને ત્યારે તેને એક મોઢે દુપટ્ટો બાંધેલ યુવતી સાથે ઝઘડો થયો હતો. તે સમયે યુવતીના ઓળખીતાએ આવીને કિશોરને માર માર્યો હતો અને તેના ખિસ્સામાંથી રૂપિયા 1500 નીકાળી લીધા હતા.

આ ઝઘડાની અદાવત રાખીને કિશોર આરોપી તેના મિત્ર અનીશ શેખને લઈને મોટર સાઈકલ પર નારોલ બ્રિજ નીચે ગયા હતા. જો કે ત્યાં મૃતક મહિલા દુપટ્ટો બાંધીને બેઠી હતી. જેથી તેને પેટ ના ભાગે છરી મારીને ફરાર થઈ ગયા. અને છરી રસ્તામાં ફેંકી દીધી હતી.

આ પણ વાંચોઃ-પતિ પત્ની ઔર વોઃ પત્નીએ હોટલમાં છાપો મારીને પતિને મહિલા મિત્ર સાથે પકડ્યો, પરંતુ પત્ની જ ભરાઈ ગઈ

આ પણ વાંચોઃ-વડોદરાઃ કમકમાટી ભર્યા અકસ્માતનો live video: મોબાઈલમાં મગ્ન યુવકને સિટી બસે મારી ટક્કર, યુવકનું મોત

જો કે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કિશોરને જે મહિલા સાથે ઝઘડો થયો હતો તે મહિલા અન્ય કોઈ હતી. પોલીસ એ ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી છે. અને હાલમાં વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે જે મહિલાનું મોત થયેલ તે દેહ વેપાર સાથે જોડાયેલી હતી.આ પણ વાંચોઃ-મકાન ભાડે આપતા પહેલા સાવધાન! સુરતઃ ગોડાદરામાં વિધવા મહિલાનું મકાન ભાડે રાખીને પુનમ અને મંગળા આહિરે પચાવી પાડ્યું

આ પણ વાંચોઃ-Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

ઉલ્લેખનીય છે કે અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગત 18 જુલાઈના રોજ એક લાશ મળી આવી હતી. લાશની તપાસ કરતા કોઈએ હત્યા કરી હોય તેવી શંકા હતી. જેથી પોલીસે લાશનું પીએમ કરાવીને હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. મહત્વનું છે કે આ લાશ કોની છે તે પહેલા ખ્યાલ ન હતો પરંતુ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી અને તપાસમાં સામે આવ્યું કે મરનાર વ્યક્તિ જીગ્નેશ આદિવાસી છે અને જે મૂળ સુરતનો રહેવાસી છે.

ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે જીગ્નેશની હત્યા પાછળ શાબીર ખાન, રાજુ શિવમ ઉર્ફે શિવો અને રેખા નામની મહિલાનો હાથ છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે કારંજ વિસ્તારમાંથી શાબીર ખાન, રેખા અને શિવમને પકડી કાર્યવાહી શરૂ કરી હતી અને જેમાં તપાસમાં તમામ હકીકત સામે આવી ગઈ હતી.
Published by: ankit patel
First published: July 23, 2021, 8:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading